જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં એક જવાન શહીદ થયા હતા. પોલીસ અને આર્મીને કેટલાક આતંકીઓ કરાલગુંડ વિસ્તારનાં કાચલુ ગામ નજીક છુપાયેલા હોવાની બાતમી મળતાં સુરક્ષાદળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો. પોલીસઅધિકારીના જણાવ્યા મુજબ સુરક્ષાજવાનોને જોતાં જ આતંકીઓએ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યું હતું જેમાં આર્મીનો એક જવાન શહીદ થયો હતો.