Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મોંઘવારી, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અને ખેડૂતોની દયનીય સ્થિતિ વચ્ચે ગુજરાતના ધારાસભ્યોના પગારમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. રાજ્યના ધારાસભ્યોના પગાર 70,727થી વધારીને 1,16,316 અને મંત્રીઓના પગારમાં 45 હજારનો વધારો કરી 87માંથી 1 લાખ 32 હજાર કરવામાં આવ્યો છે. આમ પગારમાં 65 ટકાનો વધારો કરી પ્રજા પર વધુ એક બોજ ઝીંકવામાં આવ્યો છે. આજે વિધાનસભા ગૃહમાં પગાર-ભથ્થાં વધારો કરતું વિધેયક પસાર કરવામાં આવ્યું છે. તેમાં પણ આશ્ચર્યની વાત તો એ છે કે, પગાર વધારા મામલે કોંગ્રેસ અને બીજેપી સાથે રહ્યું છે. આ વિધેયક સામે કોંગ્રેસે હરફ ઉચ્ચાર્યા વિના જ ટેકો આપી દીધો હતો. આ વધારાનો અમલ 22 ડિસેમ્બર 2017થી કરવામાં આવશે. જેને પગલે તમામને તફાવતની રકમ પણ મળશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ