Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બ્રાઝીલ ૧૨૨૦ લાખ ટન સોયાબીન પાક સાથે જાન્યુઆરીમાં બજારમાં આવશે ત્યારે ભાવમાં વધુ ગાબડા પડશે   

ચીને નવેમ્બરમાં અમેરિકન સોયાબીનની કોઈ ખરીદી કરી હતી

ઈબ્રાહીમ પટેલ

મુંબઈ તા. ૨૬: આગામી માર્ચે અમેરીકા-ચીન વચ્ચે પૂરી થનાર દ્વિપક્ષીય વાટાઘાટોનો મુખ્ય થીમ અસમતોલ કોમોડીટી વેપાર હશે. જાન્યુઆરીથી શરુ થનાર સત્તાવાર વાટાઘાટો અગાઉ ચીન ઈચ્છે છે કે અમેરિકા સાથેની વેપાર પુરાંત (સરપ્લસ) ઓછી થાય. ટ્રમ્પ અને સી જીન્પીંગ વચ્ચે વેપાર સંદર્ભના યુદ્ધ-વિરામ પછી પણ, ચીન દ્વારા સોયાબીનની ખરીદીનું વોલ્યુમ સાવ ઓછું હોવાથી ભાવ એક મહિનાના તળિયે પહોચી ગયા હતા. સીબીઓટી જાન્યુઆરી સોયાબીન વાયદો સોમવારે .૮૪ ડોલર પ્રતિ બુશેલ (૨૭.૨૧૮ કિલો) યુદ્ધ-વિરામ અગાઉનાં ૨૯ નવેમ્બર પછીના નીચા બંધ રહ્યા હતા.

વૈશ્વિક ગ્રેન માર્કેટ અત્યારે જોવામાં વ્યસ્ત છે કે અમેરિકન બજારમાં દાખલ થયા વગર ચીન પોતાની જરૂરીયાત સંતોષી લે છે કે નહિ. બ્રાઝીલ ૧૨૨૦ લાખ ટન સોયાબીન પાક સાથે નિયમિત કરતા એક પખવાડિયું વહેલા જાન્યુઆરી મધ્યમાં બજારમાં દાખલ થઇ જશે. અલબત્ત, અમેરિકન સોયાબીન પર ચીને લાદેલી ૨૫ ટકા આયાત જકાત હજુ પણ યથાવત છે. અમેરિકન કૃષિ મંત્રાલયના ડેટા પ્રમાણે ચીને ૧૩ ડિસેમ્બરે  ૧૧.૩૦ લાખ ટન અને ૧૯ ડિસેમ્બરે ૧૧.૯૦ લાખ ટન સોયાબીન ખરીદીના ઓર્ડર મુકયા હતા. ચીને નવેમ્બરમાં સોયાબીનની કોઈ ખરીદી કરી હતી.

ગતવર્ષે બરાબર સમયે ચીને ૧૮૦ લાખ ટન અમેરિકન સોયાબીનની આયાત કરી લીધી હતી અને ૫૧ લાખ ટનના વધુ સોદા ઉભા હતા. ચાઈના જનરલ એડમિનિસ્ટ્રેશન ઓફ કસ્ટમ્સ મુજબ ગત મહિના સુધીમાં ચીને અમેરિકાને બદલે બ્રાઝીલના ખેડૂત પાસેથી ૫૦. લાખ ટન સોયાબીનની ખરીદી કરી લીધી હતી, જે ગતવર્ષના ૨૭. લાખ ટનથી બમણા હતા. હવે યુરોપ, મિડલ ઈસ્ટ, ઉત્તર આફ્રિકા અને એશિયાના કેટલાંક દેશોનાં ગ્રાહકો મળી રહે તે માટે અમેરિકન ખેડૂતો નજર દોડાવી રહ્યા છે. અમેરિકન સોયાબીન એક્સપોર્ટ કાઉન્સિલનાં વડા જીમ સુત્તર કહે છે કે ખેડૂતોના પ્રયાસોને સફળતા મળવી અઘરી છે.

ટ્રમ્પ અને સી જીન્પીંગ ડિસેમ્બરે મળ્યા હતા અને બે દેશ વચ્ચેના વેપાર વિવાદને ઉકેલવા ૯૦ દિવસની વાતાઘાટોનો દરવાજો ખોલ્યો હતો. ૧૯૭૭મા જ્યારથી સોયાબીન નિકાસના આંકડા સાચવવાનું શરુ થયું ત્યારથી અમેરિકન સોયાબીનના ૧૦ સૌથી મોટા ગ્રાહકોમાં ચીન અગ્રસ્થાને રહ્યું છે. ફેબ્રુઆરી ૨૦૧૨મા એક મહિનામાં ૨૯.૨૩ લાખ ટનની સૌથી મોટી ખરીદી કરી હતી. ૨૦૧૭માં ચીને અમેરિકાના કુલ ઉત્પાદનનો ૬૦ ટકા એટલે કે ૧૨૦ અબજ ડોલર અને ૨૦૧૬મા ૧૪ અબજ ડોલરનાં સોયાબીનની આયાત કરી હતી.

ચીનની આયાત જકાતથી મુશ્કેલીમાં મુકાયેલા અમેરિકન ખેડૂતને કૃષિ મંત્રાલએ ૧૨ અબજ ડોલર અનુદાન આપવાનું વચન આપ્યું હતું. અમેરિકન ખેડૂતો માને છે કે ટૂંકાગાળાની સમસ્યા પેદા કરવાને બદલે, રકમ બીજા કોઈ સારા કામમાં વપરાઈ હોત તો સારું થાત. ખેડૂતોને વેપારમાં રસ છે, તેમને તો તેમના ઉત્પાદનો વેચવા છે. તેમને સરકાર તરફથી માત્ર ખાતરી નથી જોઈતી, સોયાબિન એક્સપોર્ટ કાઉન્સિલ કહે છે કે અમેરિકામાં નિકાસ બજાર થપ પડી હોવાથી જબ્બર માલભરાવો થયો છે. તેમનું કહેવું છે કે ચીનના સ્વીકૃત વેપારના વિકલ્પ તરીકે અમને અત્યારે અમેરિકન સોયાબીન નિકાસકારો માટે પાકિસ્તાનની બજાર આકર્ષક જણાઈ રહી છે. પ્રમુખ ટ્રમ્પને મેક્સિકો દીવાલ બાંધવા ફંડ ઉપલબ્ધ નહિ થવાથી શુક્રવારની મધરાતથી અમેરિકન સરકારની મહત્તમ કચેરીને તાળા લાગી જવાના હોવાથી યુએસડીએ તરફથી નિકાસના નવા ડેટા પણ મળવાના બંધ થઇ જશે.   

(નોંધ: એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે છે. વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે. તમને નફાકારક ટ્રેડીંગની શુભકામના).

બ્રાઝીલ ૧૨૨૦ લાખ ટન સોયાબીન પાક સાથે જાન્યુઆરીમાં બજારમાં આવશે ત્યારે ભાવમાં વધુ ગાબડા પડશે   

ચીને નવેમ્બરમાં અમેરિકન સોયાબીનની કોઈ ખરીદી કરી હતી

ઈબ્રાહીમ પટેલ

મુંબઈ તા. ૨૬: આગામી માર્ચે અમેરીકા-ચીન વચ્ચે પૂરી થનાર દ્વિપક્ષીય વાટાઘાટોનો મુખ્ય થીમ અસમતોલ કોમોડીટી વેપાર હશે. જાન્યુઆરીથી શરુ થનાર સત્તાવાર વાટાઘાટો અગાઉ ચીન ઈચ્છે છે કે અમેરિકા સાથેની વેપાર પુરાંત (સરપ્લસ) ઓછી થાય. ટ્રમ્પ અને સી જીન્પીંગ વચ્ચે વેપાર સંદર્ભના યુદ્ધ-વિરામ પછી પણ, ચીન દ્વારા સોયાબીનની ખરીદીનું વોલ્યુમ સાવ ઓછું હોવાથી ભાવ એક મહિનાના તળિયે પહોચી ગયા હતા. સીબીઓટી જાન્યુઆરી સોયાબીન વાયદો સોમવારે .૮૪ ડોલર પ્રતિ બુશેલ (૨૭.૨૧૮ કિલો) યુદ્ધ-વિરામ અગાઉનાં ૨૯ નવેમ્બર પછીના નીચા બંધ રહ્યા હતા.

વૈશ્વિક ગ્રેન માર્કેટ અત્યારે જોવામાં વ્યસ્ત છે કે અમેરિકન બજારમાં દાખલ થયા વગર ચીન પોતાની જરૂરીયાત સંતોષી લે છે કે નહિ. બ્રાઝીલ ૧૨૨૦ લાખ ટન સોયાબીન પાક સાથે નિયમિત કરતા એક પખવાડિયું વહેલા જાન્યુઆરી મધ્યમાં બજારમાં દાખલ થઇ જશે. અલબત્ત, અમેરિકન સોયાબીન પર ચીને લાદેલી ૨૫ ટકા આયાત જકાત હજુ પણ યથાવત છે. અમેરિકન કૃષિ મંત્રાલયના ડેટા પ્રમાણે ચીને ૧૩ ડિસેમ્બરે  ૧૧.૩૦ લાખ ટન અને ૧૯ ડિસેમ્બરે ૧૧.૯૦ લાખ ટન સોયાબીન ખરીદીના ઓર્ડર મુકયા હતા. ચીને નવેમ્બરમાં સોયાબીનની કોઈ ખરીદી કરી હતી.

ગતવર્ષે બરાબર સમયે ચીને ૧૮૦ લાખ ટન અમેરિકન સોયાબીનની આયાત કરી લીધી હતી અને ૫૧ લાખ ટનના વધુ સોદા ઉભા હતા. ચાઈના જનરલ એડમિનિસ્ટ્રેશન ઓફ કસ્ટમ્સ મુજબ ગત મહિના સુધીમાં ચીને અમેરિકાને બદલે બ્રાઝીલના ખેડૂત પાસેથી ૫૦. લાખ ટન સોયાબીનની ખરીદી કરી લીધી હતી, જે ગતવર્ષના ૨૭. લાખ ટનથી બમણા હતા. હવે યુરોપ, મિડલ ઈસ્ટ, ઉત્તર આફ્રિકા અને એશિયાના કેટલાંક દેશોનાં ગ્રાહકો મળી રહે તે માટે અમેરિકન ખેડૂતો નજર દોડાવી રહ્યા છે. અમેરિકન સોયાબીન એક્સપોર્ટ કાઉન્સિલનાં વડા જીમ સુત્તર કહે છે કે ખેડૂતોના પ્રયાસોને સફળતા મળવી અઘરી છે.

ટ્રમ્પ અને સી જીન્પીંગ ડિસેમ્બરે મળ્યા હતા અને બે દેશ વચ્ચેના વેપાર વિવાદને ઉકેલવા ૯૦ દિવસની વાતાઘાટોનો દરવાજો ખોલ્યો હતો. ૧૯૭૭મા જ્યારથી સોયાબીન નિકાસના આંકડા સાચવવાનું શરુ થયું ત્યારથી અમેરિકન સોયાબીનના ૧૦ સૌથી મોટા ગ્રાહકોમાં ચીન અગ્રસ્થાને રહ્યું છે. ફેબ્રુઆરી ૨૦૧૨મા એક મહિનામાં ૨૯.૨૩ લાખ ટનની સૌથી મોટી ખરીદી કરી હતી. ૨૦૧૭માં ચીને અમેરિકાના કુલ ઉત્પાદનનો ૬૦ ટકા એટલે કે ૧૨૦ અબજ ડોલર અને ૨૦૧૬મા ૧૪ અબજ ડોલરનાં સોયાબીનની આયાત કરી હતી.

ચીનની આયાત જકાતથી મુશ્કેલીમાં મુકાયેલા અમેરિકન ખેડૂતને કૃષિ મંત્રાલએ ૧૨ અબજ ડોલર અનુદાન આપવાનું વચન આપ્યું હતું. અમેરિકન ખેડૂતો માને છે કે ટૂંકાગાળાની સમસ્યા પેદા કરવાને બદલે, રકમ બીજા કોઈ સારા કામમાં વપરાઈ હોત તો સારું થાત. ખેડૂતોને વેપારમાં રસ છે, તેમને તો તેમના ઉત્પાદનો વેચવા છે. તેમને સરકાર તરફથી માત્ર ખાતરી નથી જોઈતી, સોયાબિન એક્સપોર્ટ કાઉન્સિલ કહે છે કે અમેરિકામાં નિકાસ બજાર થપ પડી હોવાથી જબ્બર

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ