-
ગુજરાતના સૌથી મોટા હાઇ પ્રોફાઇલ કેસ બીટકોઇન કાંડમાં પોલીસે અમરેલીના પીઆઇ અનંત પટેલની ધરપકડ બાદ જેમની સંડોવણી હોવાનું પૂરવાર થયું હતું તે અમરેલીના જ એસપી જગદીશ પટેલની અટકાયત કરી છે. જો કે તેમની ધરપકડ અંગે કોઇ ખુલાસો થયો નથી. શૈલેષ ભટ્ટ નામના એક બીટકોઇનના ધારક પાસેથી ખંડણીના રૂપમાં બીટકોઇન ક્રિપ્ટોકરન્સી પેટે 12 કરોડ અને પાચ કરોડ રોકડા પોલીસ દ્વારા અપહરણ કરીને બળજબરીપૂવર્ક પડાવી લેવામાં આવ્યાં હતા. અમરેલી પોલીસના કેટલાક કોન્ટસ્ટેબલ,પીઆઇ અને એસપી સહિત જાણે કે તમામ પોલીસ તેમાં સંડોવાયેલી હોવાનું બહાર આવતાં સરકારે ચોંકી જઇને તેમની તપાસ સીઆઇડી-ક્રાઇમને સોંપી હતી. 8 પોલીસ કર્મીઓ સામે કેસ નોંધાયો છે. મોડેથી મળતી માહિતી દર્શાવે છે કે એસપીની ધરપકડ કરવામાં આવી છે.