શેખ હસીનાની પાર્ટી આવામી લીગે સામાન્ય ચૂંટણીમા બાંગ્લાદેશમાં મોટી જીત નોંધાવી છે. રવિવારે મોડી રાત્રે આવેલા પરિણામો બાદ તેની જાહેરાત કરાઇ. આ બધાની વચ્ચે ચૂંટણી દરમ્યાન થયેલ રાજકીય હિંસામાં બાંગ્લાદેશમાં 17 લોકોના મોતના સમાચાર છે. વિપક્ષી પાર્ટીઓએ વોટિંગમાં ગડબડીનો આરોપ મૂકી ફરીથી ચૂંટણી કરાવાની માંગણી કરી છે.
મીડિયા રિપોર્ટસનું માનીએ તો આવામી લીગના નેતૃત્વમાં બનેલા ગઠબંધને 300માંથી 266 સીટો પર જબરદસ્ત જીત નોંધાવી છે. ખાનગી ચેનલ ડીબીસી ટીવીએ કહ્યું હતું કે 300માંથી 299 સીટોના પરિણામો આવી ગયા છે. રિપોર્ટમાં કહ્યું છે કે આવામી લીગે જ્યાં 266 સીટો પર જીત નોંધાવી છે, ત્યાં તેની સહયોગી જતિયા પાર્ટીએ 21 સીટો પોતાના કબ્જામાં કરી છે. જ્યારે વિપક્ષી ગઠબંધન નેશનલ યુનિટી ફ્રન્ટ અંદાજે 7 સીટો પર જીત નોંધાવી શકયું.