ચીફ ઇલેક્શન કમિશ્નર ઓ પી રાવતે કહ્યું આવતા વર્ષે એક સાથે 11 રાજ્યમાં ચૂંટણી યોજવી સંભવ નથી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વન નેશન, વન ઈલેક્શનના વિચારને અમલમાં મુકવો હાલ તો સંભવ જણાયું નથી. ચૂંટણી પંચ અનુસાર એકસાથે આટલા રાજ્યોમાં ચૂંટણી યોજવી શક્ય નથી અને ઉપયોગમાં લેવાનારા વીવીપેટ વોટિંગ મશીન અપૂરતા છે.