તિબેટ અને નેપાળની રાજ્ધાની કાઠમંડૂ વચ્ચે આગામી પાંચ વર્ષમાં રેલ્વે સેવા શરૂ થઇ જશે. નેપાળના વડાપ્રધાન કે પી ઓલીની તાજેતરની ચીન યાત્રા દરમિયાન નેપાળ અને ચીન વચ્ચે આ સમજૂતી થઇ હતી. બન્ને દેશો વચ્ચે ટેકનોલોજી,પરિવહન અને માળખાગત સુવિધા અને રાજકીય સહયોગ વધારવા સહિતના 10 અલગ અલગ ડ્રાફટ પર સમજૂતી થઇ છે. ચીનની આ હરકત સામે સુરક્ષાને લઇને વિવાદ સર્જાયો છે.