-
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એશિયાના દેશોની મુલાકાત દરમ્યાન ચીનની પણ મુલાકાત લીધી હતી. ચીનના રાષ્ટ્રપતિ ઝી જિંગપિન દ્વારા તેમનું ભારે ઉષ્માસભર સ્વાગત કરાયું હતું. બન્ને દેશોના મહાનુભાવોએ વિશ્વને ચિંતામાં મૂકનાર આતંકવાદ સામે સાથે મળીને તેનો મુકાબલો કરવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.