મ્યાંમારના અંતરિયાળ ઉત્તરીય રાજ્ય શાન ખાતે સેના અને સ્થાનિક સશસ્ત્ર જૂથ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. ઘર્ષણમાં 19 લોકોના મોત થયા છે અને 25 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તાજેતરના મહિનાઓમાં મ્યાંમારના ચીન સરહદ નજીકના ઉત્તરીય વિસ્તારોમાં ઘર્ષણોનું પ્રમાણ વધ્યું છે. શાન પ્રાંતમાં મ્યાંમારની સેના અને તાંગ નેશનલ લિબરેશન આર્મી વચ્ચે અથડામણની ઘટના બની હતી.