Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જે સુવર્ણયુગની વાતો ખાંડવામાં આવે છે એ પણ કથીરયુગ હતો. ગુજરાતમાં પત્રકારત્વ હતું જ નહી. છે જ નહી. ગુજરાતી પત્રકારત્વ હવે અંગ્રેજી પત્રકરત્વને ખાઈ જશે એવી કુંદન વ્યાસની કલ્પના તો ખસુસ હસવાલાયક છે. ગુજરાતી પત્રકારો સ્કૂપના અને એક્સ્ક્લૂઝિવ સ્ટારીઝના પોકળ દાવાઓ કર્યા કરે છે. કેટલાક ગુજરાતી પત્રકારો આખા દિવસમાં 60 મિનિટ પણ અખબારો વાંચે છે? કેટલાક ગુજરાતી પત્રકારો એકસાથે પાંચ આખાં વાક્યો વ્યાકરણની દ્રષ્ટિએ સાચાં લખી શકે છે? ન્યુઝએડિટિંગ, લેઆઉટ, મથાળાં, અગ્રલેખો, ફીચરલેખો, કાર્ટૂનો, તસવીરો, વેપારી વિવરણો અને સ્પોર્ટ્સની રજૂઆત ગુજરાતી વર્તમાનપત્રોમાં વેઠથી  કરાયેલી કઢંગી, પ્લેજિયરાઈઝ્ડ અથવા તો બાલિશ હોય છે. વધતેઓછે અંશે અન્ય ભાષાઓના વર્નાક્યુલર અખબારોને પણ આ જ વાત લાગુ પડે છે.

        લંડનના ધ ઈન્ડિપેન્ડન્ટ દૈનિક પોતાની બે હજારમી આવૃત્તિને દિવસે હમણાં તેના લેઆઉટમાં અને પ્રેઝન્ટેશનમાં એકદમ ન્યુ લુક દાખલ કરી ત્યારે અખબારી આલમમાં ડિઝાઈનર અને ટ્રેન્ડી એવાં આધુનિક અખબારો વિશે તથા ન્યુ જર્નાલિઝમ વિશે ચર્ચા થઈ હતી. લગભગ તમામ બ્રિટિશ દૈનિકોએ હમણાં નવો અવતાર ધારણ કર્યો છે. કોઈક પોતાના, ઉઠાવમાં સોબ્રાયટી બતાવે છે તો કોઈક, ગિમિક્રી, બાહ્ય આડંબર ગૌણ છે. ખરૂં તત્વ તો સત્વમાં છે મેનેજમેન્ટો છે. મેનેજમેન્ટો સર્વત્ર ( વર્નાક્યુલર પેપરોમાં સુધ્ધાં) ડાયનમિક અને લિબરલ બનતા રહ્યાં છે. તંત્રીવિભાગો ઉત્તરાત્તર કંગાળ થતા રહ્યા છે. એડિટોરિયલ સ્ટાન્ડર્ડઝ કથળ્યાં છે. ચોખ્ખું કહીએ તો તંત્રીઓનાં ધોરણ છેક જ તળિયે બેઠાં છે. જેનો સંનાપતિ આંધળો તે લશ્કર કુવામાં પડે. અખબારો કોથળા જેવા થઈ રહ્યાં છે. ન્યુઝએડિટિંગમાં ડેપ્થ નથી રહી. જર્નાલિઝમનું સ્થાન આજે જર્નાલિઝે લીધુ છે. ચોમેર હેક્નિક ક્લિશે નજરે પડે છે. પ્રોફેશનાલિઝમ અદ્રશ્ય થયું છે. અન્યના અંગોની વંકાઈ વર્ણવતા આપણા પત્રકારોનાં અઢારેય અંગ વાંકાં છે. બીજાને ભષ્ટ કહેનારો પત્રકાર પોતે શું લીલીવ્હાઈટ છે? મહાત્મા ગાંધીની હત્યાને પહેલે પાને સિંગલ કોલમમાં સુવડાવી દેનાર ન્યઝએડિટરો આપણે ત્યા પડ્યા છે. કાબાના પથ્થર ઉપર હુમલો થાય કે ભોપાળ ગેસ લીકમાં સેંકડો માણસોનાં મરણ થાય ત્યારે વર્નાક્યુલર અખબારના કહેવાતા ન્યુઝએડિટરના કહેવાતા ત્રણ ત્રણ પીઢ સલાહકારો શી સલાહ આપે છે,  ખબર છે? કરી નાખોને એક ફકરો, યાર. ચાલો, સેન્ડવિચ પાર્ટીનું મોડુ થાય છે. બાબરીનું ડિમોલેશન થતું  ત્યારે આઠ કોલમનું બેનર માથાળું  કલ્યાણસિંહની બરતરફીને  આપનારો  ન્યઝએડિટર પણ બચાવતી એવોર્ડનો લાભ અહીં ખોબલે ઉઠાવે છે. બોડકાં માથાંવાળી વિધવા બૈરીઓ ઓટલે બેસીને છીંકણી સુઘતી ગામઆખાની કૂથલી કર્યા કરતી હોય ત્યા પત્રકારત્વનું પોરફેશનાલિઝમ ક્યાથી સંભવે?

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ