હા, ફક્ત નરેન્દ્રભાઈ મોદીએ જ ગુજરાતનો વિકાસ કર્યો છે અને એમાં કોઈ શંકા નથી. ગુજરાતનું મોડેલ સમગ્ર દેશમાં ચર્ચાયું, તેમ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગુરુવારે વિધાનસભામાં ચર્ચામાં કહ્યું હતું. ભાજપ સત્તામાં આવ્યા પછી ગુજરાત વિકાસની વાત વખતે એકમાત્ર નરેન્દ્ર મોદીનો કેમ ઉલ્લેખ થાય છે કેશુભાઈ પટેલ, આનંદીબેન પટેલનો ઉલ્લેખ કેમ થતો નથી તેવા કોંગ્રેસના ટોણાં સામે જવાબ મળ્યો હતો.