રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. અત્યાર સુધીના આંકડા તપાસીએ તો રાજ્યમાં સરેરાશ 62.03 ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કપડવંજમાં સૌથી વધારે છ ઇંચ વરસાદ પડ્યો છે. પંચમહાલના ગોધરામાં 5.36 ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યના જળાશયોમાં ફક્ત 13 ડેમ જ એવા છે જે સંપૂર્ણ રીતે ભરાયેલા છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ છતાં અનેક જગ્યાએ પીવાના પાણીની અછત છે.