Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્ર, મણિપુર અને અન્ય પાંચ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આજે એટલે કે શુક્રવારથી ઇન્ટ્રા સ્ટેટ (રાજયની અંદર) ઇ-વે બિલ લાગુ કરાશે. એક રાજ્યની અંદર એક સ્થાનથી બીજા સ્થાને સામાનના ટ્રાન્સપોર્ટેશન માટે, જો સામાનની કુલ કિંમત 50,000 રૂપિયાથી વધુ હશે તો ઇ-વે બિલ જરૂરી હશે. નાણાં મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવાયું છે કે દેશના 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઇ-વે બિલ શુક્રવારથી અમલમાં આવી જશે. જે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં શુક્રવારથી ઇ-વે બિલ લાગુ થવાનું છે તેમાં ચંદીગઢ, અંદમાન એન્ડ નિકોબાર ટાપુ, દાદરા એન્ડ નગર હવેલી, દમણ તેમજ દીવ અને લક્ષદ્ધીપ સામેલ છે. મહત્વનું છે કે એક રાજ્યથી બીજા રાજ્યની વચ્ચે 50,000 રૂપિયાથી વધુના સામાનના ટ્રાન્સપોર્ટેશન માટે ઇ-વે બિલ એક એપ્રિલથી લાગુ થઇ ગયું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ