-
રાજસ્થાન-મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહિત 5 રાજ્યોમાં ચૂંટણીઓ જીતવા માટે ભાજપ, કોંગ્રેસ અને અન્ય સ્થાનિક પક્ષો વચ્ચે ભારે રસાકસી અને રાજકીય ધમાસાણ મચ્યું છે. છત્તીસગઢમાં 18 બેઠકો માટે પ્રથમ તબક્કામાં મતદાન થઇ ગયું છે. બીજા તબક્કામાં હાકીની 72 બેઠકો માટે મતદાનની તૈયારીઓ ચાલી રહી છે. 72માંથી કેટલીક બેઠકો નક્સલવાદગ્રસ્ત વિસ્તારોમાં હોવાથી સુરક્ષાના કડક પગલા લેવાયા છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ઉમેદવારોની યાદીઓને લઇને કહીં ખુશી...કહીં ગમ જેવું વાતાવરણ છે. મિઝોરામમાં સ્થાનિક ચૂંટણી અધિકારી અને મુખ્યમંત્રી વચ્ચે ચકમક ઝરતાં છેવટે અધિકારીની બદલી થઇ ગઇ છે. તેલંગાણામાં સ્થાનિક પક્ષો જોરમાં છે.