Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

યુએસ ફેડએ વખતે નીતિ નીર્ધારણમાં જાગતિક ફાયનાન્સ માર્કેટની તંદુરસ્તીનો પણ ખ્યાલ રાખ્યો જે અગાઉનાં ક્યારેય નોહતો રાખ્યો

ઈબ્રાહીમ પટેલ

મુંબઈ તા. ૨૧: છેલ્લા બે દિવસથી સોનામાં ભાવમાં જે વધઘટ જોવાઈ છે અફવા ખરીદો સમાચાર વેચોનો ક્લાસિક નમુનો છે, ટ્રેડરોએ યુએસ ફેડરલ રિઝર્વની વ્યાજ વૃદ્ધિ મીટીંગ અગાઉ (અફવાઓ પર) સોનામાં ખરીદી કરી અને અને વ્યાજ વૃદ્ધિના સમાચાર આવી ગયા પછી વેચવાલી કાઢી હતી. ફેડએ બજારની અપેક્ષા મુજબ નીતિ ઘડતર કર્યું. નિર્ણય આવે તે અગાઉ અમેરિકન ડોલર ગબડવા લાગ્યો અને બુધવારે સોનું ફેબ્રુઆરી વાયદો પાંચ મહિનાની ઉંચાઈએ ૧૨૬૧.૫૦ ડોલર અને નીચામાં ૧૨૫૬.૪૦ ડોલર પ્રતિ અને ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ) પહોચી ગયું. અન્ય બજારના એનાલીસ્ટો કહે છે કે બજારની અપેક્ષાથી વિપરીત, મોટી ઉથલપાથલ થઇ.

યુએસ ફેડએ વ્યાજદરમાં .૨૫ ટકા વધારો કરીને .૨૫થી .૫૦ ટકાની રેન્જમાં મુક્યા, જેને પ્રાથમિક તબક્કે ભાવને નીચે જવાનું દબાણ સર્જ્યું. ભારતીય બુલિયન એનાલીસ્ટ ભાર્ગવ વૈદ્ય કહે છે કે જો વિકાસની ગતિ વધુ ધીમી પડશે તો, ૨૦૧૯મા ફેડ માત્ર એક વખત વ્યાજવૃધ્ધી કરવાનું વિચારશે. ૨૦૧૯મા વ્યાજવૃદ્ધિ તબક્કા ધીમાં પાડવા સાથે ફેડ તેના ફોરવર્ડ ગાઇડન્સ બાબતે પણ ટોન નબળો પાડશે. અમેરિકન સેન્ટ્રલ બેન્કે વખતે નીતિ નીર્ધારણમાં જાગતિક ફાયનાન્સ માર્કેટની તંદુરસ્તીનો પણ ખ્યાલ રાખ્યો છે, જે અગાઉનાં નિવેદનોમાં ક્યારેય નોહતો રાખ્યો.

ફેડરલ ઓપન માર્કેટ કમિટી મીટીંગ પછીના ફેડ નિવેદનમાં કહેવાયું હતું કે અમે મધ્યમગાળાનાં ફુગાવાદરનો લક્ષ્યાંક પ્રસ્તાવ બે ટકા રાખવા સાથે ઇકોનોમિક પ્રવૃત્તિમાં ટકાઉ અને સતત વિસ્તરણ થાય તેવા લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને તબક્કાવાર વ્યાજવૃદ્ધિનો ટાર્ગેટ નિર્ધારિત કર્યો છે. સોના માટે નકારાત્મક બાબત છે કે સેન્ટ્રલ બેન્ક ફુગાવા વૃદ્ધિના દબાણને આખું વર્ષ કાબુમાં રાખવાનો પ્રયાસ કરશે. આગામી વર્ષે બે વખત વ્યાજદર વધવાની શક્યતાને ધ્યામાં લઈએ તો સોનાની તેજીને સંઘર્ષ કરવો પડે તેમ છે. વર્ષના અમેરિકન ફુગાવાનું પ્રોજેકશન સપ્ટેમ્બરમાં અંદાજાયું હતું, તેને બદલીને હવે ૨૦૧૯ માટે . ટકા અને ૨૦૨૦ અને ૨૦૨૧મા તે વધીને બે ટકા નિર્ધારવામાં આવ્યું છે.

અગામી બે વર્ષ માટે વ્યાજદર વૃદ્ધિના જે અનુમાનો મુકવામાં આવ્યા છે તે આકરા નથી. આગામી દિવસોમાં ચીન ટ્રીલીયન યુઆન (૫૭૯ અબજ ડોલર)નું નવું સ્ટીમ્યુલસ (રાહત) પેકેજ જાહેર કરશે અને તેનો ૨૦૧૯માં અમલ કરશે. જેમાં કર રાહતો, સ્પેશ્યલ બોન્ડ તેમજ રાજ્યના ફંડ કલેક્શન જાહેર કરવામાં આવશે. બ્રેક્ઝીટ, અમેરિકાનું બજેટ અને જાગતિક રાજકારણ જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સોનાના ભાવ પ્રમાણમાં રેન્જબાઉન્ડ રહેવાની ધારણા છે. વૈશ્વિક અર્થતંત્રોની નબળાઈથી પ્રેરાઈને અમેરિકન ફેડએ આગામી વર્ષે વ્યાજદર વૃદ્ધિનો કાર્યક્રમ ધીમો પાડવાના સંકેત આપ્યા તેણે રોકાણકારોના સેન્ટીમેન્ટ પર અસર ઉભી કરી હોવાથી જુદી જુદી કરન્સી સામે ડોલર પણ નબળો પડ્યો હતો.                  

શક્ય છે કે અગાઉ માનવામાં આવતું હતું તેના કરતા યુએસ ફેડની વર્તમાન મોનીટરી પોલીસી, પ્રમાણમાં વધુ સાવધ ઉકેલ છે? ઇન્ડીયન બુલિયન એન્ડ જવેલર્સ એસીસીયેશનનાં સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ બાબતે પોતાની સહમતી દાખવી હતી. કારણે ગુરુવારે સોનાના ભાવ મે ૨૦૧૯ પછી પહેલી વખત ૧૨૬૭.૯૦ ડોલરની ઊંચાઈ સુધી ગયા હતા. ટૂંકમાં કહીએ તો સોનાએ ૨૦૦ દિવસની મુવિંગ એવરેજ ૧૨૫૭.૪૦ ડોલર વટાવી દીધી છે. સુરેન્દ્ર મહેતા કહે છે કે મારા મતે સર્વાંગી રીતે હવે સોનાના ભાવ સતત હકારાત્મક ઝોનમાં રહેશે. શક્યતા એવી પણ છે કે સેન્ટ્રલ બેંકો પણ હવે સેફ હેવન તરીકે સોનામાં રોકાણ વધારશે. તેમણે કહ્યું કે મારા મતે ૨૦૧૯મા સોનાના ભાવ ૧૪૦૦થી ૧૪૫૦ ડોલરની ઊંચાઈ સર કરી શકે તેમ છે.      

(નોંધ: એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે છે. વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે. તમને નફાકારક ટ્રેડીંગની શુભકામના

યુએસ ફેડએ વખતે નીતિ નીર્ધારણમાં જાગતિક ફાયનાન્સ માર્કેટની તંદુરસ્તીનો પણ ખ્યાલ રાખ્યો જે અગાઉનાં ક્યારેય નોહતો રાખ્યો

ઈબ્રાહીમ પટેલ

મુંબઈ તા. ૨૧: છેલ્લા બે દિવસથી સોનામાં ભાવમાં જે વધઘટ જોવાઈ છે અફવા ખરીદો સમાચાર વેચોનો ક્લાસિક નમુનો છે, ટ્રેડરોએ યુએસ ફેડરલ રિઝર્વની વ્યાજ વૃદ્ધિ મીટીંગ અગાઉ (અફવાઓ પર) સોનામાં ખરીદી કરી અને અને વ્યાજ વૃદ્ધિના સમાચાર આવી ગયા પછી વેચવાલી કાઢી હતી. ફેડએ બજારની અપેક્ષા મુજબ નીતિ ઘડતર કર્યું. નિર્ણય આવે તે અગાઉ અમેરિકન ડોલર ગબડવા લાગ્યો અને બુધવારે સોનું ફેબ્રુઆરી વાયદો પાંચ મહિનાની ઉંચાઈએ ૧૨૬૧.૫૦ ડોલર અને નીચામાં ૧૨૫૬.૪૦ ડોલર પ્રતિ અને ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ) પહોચી ગયું. અન્ય બજારના એનાલીસ્ટો કહે છે કે બજારની અપેક્ષાથી વિપરીત, મોટી ઉથલપાથલ થઇ.

યુએસ ફેડએ વ્યાજદરમાં .૨૫ ટકા વધારો કરીને .૨૫થી .૫૦ ટકાની રેન્જમાં મુક્યા, જેને પ્રાથમિક તબક્કે ભાવને નીચે જવાનું દબાણ સર્જ્યું. ભારતીય બુલિયન એનાલીસ્ટ ભાર્ગવ વૈદ્ય કહે છે કે જો વિકાસની ગતિ વધુ ધીમી પડશે તો, ૨૦૧૯મા ફેડ માત્ર એક વખત વ્યાજવૃધ્ધી કરવાનું વિચારશે. ૨૦૧૯મા વ્યાજવૃદ્ધિ તબક્કા ધીમાં પાડવા સાથે ફેડ તેના ફોરવર્ડ ગાઇડન્સ બાબતે પણ ટોન નબળો પાડશે. અમેરિકન સેન્ટ્રલ બેન્કે વખતે નીતિ નીર્ધારણમાં જાગતિક ફાયનાન્સ માર્કેટની તંદુરસ્તીનો પણ ખ્યાલ રાખ્યો છે, જે અગાઉનાં નિવેદનોમાં ક્યારેય નોહતો રાખ્યો.

ફેડરલ ઓપન માર્કેટ કમિટી મીટીંગ પછીના ફેડ નિવેદનમાં કહેવાયું હતું કે અમે મધ્યમગાળાનાં ફુગાવાદરનો લક્ષ્યાંક પ્રસ્તાવ બે ટકા રાખવા સાથે ઇકોનોમિક પ્રવૃત્તિમાં ટકાઉ અને સતત વિસ્તરણ થાય તેવા લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને તબક્કાવાર વ્યાજવૃદ્ધિનો ટાર્ગેટ નિર્ધારિત કર્યો છે. સોના માટે નકારાત્મક બાબત છે કે સેન્ટ્રલ બેન્ક ફુગાવા વૃદ્ધિના દબાણને આખું વર્ષ કાબુમાં રાખવાનો પ્રયાસ કરશે. આગામી વર્ષે બે વખત વ્યાજદર વધવાની શક્યતાને ધ્યામાં લઈએ તો સોનાની તેજીને સંઘર્ષ કરવો પડે તેમ છે. વર્ષના અમેરિકન ફુગાવાનું પ્રોજેકશન સપ્ટેમ્બરમાં અંદાજાયું હતું, તેને બદલીને હવે ૨૦૧૯ માટે . ટકા અને ૨૦૨૦ અને ૨૦૨૧મા તે વધીને બે ટકા નિર્ધારવામાં આવ્યું છે.

અગામી બે વર્ષ માટે વ્યાજદર વૃદ્ધિના જે અનુમાનો મુકવામાં આવ્યા છે તે આકરા નથી. આગામી દિવસોમાં ચીન ટ્રીલીયન યુઆન (૫૭૯ અબજ ડોલર)નું નવું સ્ટીમ્યુલસ (રાહત) પેકેજ જાહેર કરશે અને તેનો ૨૦૧૯માં અમલ કરશે. જેમાં કર રાહતો, સ્પેશ્યલ બોન્ડ તેમજ રાજ્યના ફંડ કલેક્શન જાહેર કરવામાં આવશે. બ્રેક્ઝીટ, અમેરિકાનું બજેટ અને જાગતિક રાજકારણ જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સોનાના ભાવ પ્રમાણમાં રેન્જબાઉન્ડ રહેવાની ધારણા છે. વૈશ્વિક અર્થતંત્રોની નબળાઈથી પ્રેરાઈને અમેરિકન ફેડએ આગામી વર્ષે વ્યાજદર વૃદ્ધિનો કાર્યક્રમ ધીમો પાડવાના સંકેત આપ્યા તેણે રોકાણકારોના સેન્ટીમેન્ટ પર અસર ઉભી કરી હોવાથી જુદી જુદી કરન્સી સામે ડોલર પણ નબળો પડ્યો હતો.                  

શક્ય છે કે અગાઉ માનવામાં આવતું હતું તેના કરતા યુએસ ફેડની વર્તમાન મોનીટરી પોલીસી, પ્રમાણમાં વધુ સાવધ ઉકેલ છે? ઇન્ડીયન બુલિયન એન્ડ જવેલર્સ એસીસીયેશનનાં સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ બાબતે પોતાની સહમતી દાખવી

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ