Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • એકાદ વર્ષ પહેલા ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ ત્યારે રાજસ્થાન,મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર ખાસ કરીને મુંબઈમાં કામ કરતા અને ગુજરાતમાં મતદાર તરીકે નોંધાયેલા ગુજરાતીઓ ગુજરાતમાં જઈને મતદાન કરી શકે તે માટે તેમને કાયદેસર રજા આપવા જે તે રાજ્યોના સરકારીતંત્ર દ્વારા કોઈ સુચના બહાર પડી હોય એવું બન્યું નથી. મધ્યપ્રદેશમાં હમણાં જ 28 નવે.ના રોજ મતદાન થયું ત્યારે ગુજરાતમાં કામ કરતા અને મધ્યપ્રદેશમાં મતદાર તરીકે નોંધાયેલા હોય તેમને રજા આપવા કોઈ સુચના બહાર પડી નહોતી પણ રાજસ્થાનમાં ૭ ડીસેમ્બર ના રોજ મતદાન યોજાવાનું છે ત્યારે ગુજરાતના શ્રમ વિભાગે ખાનગી અને સરકારી એકમો માટે ખાસ સુચના બહાર પાડી કે ગુજરાતમાં નિવાસ કરતા રાજસ્થાનના કર્મચારીઓ-કામદારો તેમના રાજ્યમાં મતદાન કરી શકે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરીને ખાસ રજા આપવાની રહેશે...!

    મધ્યપ્રદેશને અડીને આવેલા ગુજરાતના જીલ્લાઓમાં ઘણા હિન્દીભાષી કે જેઓ મતદાર તરીકે પોતાના મૂળ વતન મધ્યપ્રદેશમાં નોંધાયેલા હોય અને ગુજરાતમાં કામ કરતા હોય તેમને આવી ખાસ રજા આપવા ગુજરાતના શ્રમ વિભાગને કેમ યાદ ના આવ્યું..? મધ્યપ્રદેશમાં બે દિવસ પહેલા જ મતદાન યોજાઈ ગયું. પરંતુ રાજસ્થાન માટે ગુજરાતની ભાજપ સરકારને એકાએક પ્રેમ ઉભરાયો અને અમદાવાદ સહીત આમ તો મોટા ભાગે અમદાવાદમાં જ ઘણાં રાજસ્થાનીઓ ઘરઘાટી કાપડ બજાર અને અન્ય એકમોમાં રોજગારી મેળવે છે. હોળી ધુળેટીમાં તેઓ જાનના જોખમે લક્ઝરી બસની ઉપર અડીમુડીને બેસીને પોતાના વતન જતા ઘણાએ જોયું જ હશે. પણ રાજસ્થાનની ચૂંટણીમાં તેઓ મતદાન કરી શકે તે માટે ગુજરાતમાં તેમને રજા આપવાનું ફરમાન જાહેર કરવું કંઇક સમથીંગ ફીશી લાગે છે. શું રાજસ્થાનમાં ભાજપ મુશ્કેલીમાં છે એટલે ગુજરાતમાં કામ કરતા આ શ્રમિકોને રજા અપાવી તેમના મતો માટે ખાસ રજાની ગોઠવણ કરી છે?

  • સહીતના રાજસ્થાનના આ મતદારોને પોતાનાં ગામ કે કસબામાં મતદાન કરવા જવું હોય તો કમસેકમ ૪થી ૫ દિવસની રજા જોઈએ. આવવા જવાનું ભાડું જોઈએ. રજાના જે દિવસો પડે તેનો કદાચ પગાર મળે કે નાં મળે પણ જ્યાં કામ કરતા હોય તે એકમના ઉત્પાદન ઉપર અસર થશે. ધારો કે કોઈ મોટા બંગલામાં કામ કરતો હોય તો એટલા દિવસ ઘરનું કામ કોણ કરશે? કાપડ બજારમાં કામ કરતા હોય તો કાપડના તાકા કોણ ઊંચકશે, કોઈ કારખાનામાં કામ કરતો હશે તો એના વતી કોણ કામ કરશે અને સૌથી અગત્યનું કે ગુજરાતમાંથી ગયેલો એ મતદાર ભાજપના ઉમેદવાર ને જ વોટ આપશે એવો પુરેપુરો વિશ્વાસ રૂપાણી સરકાર ને કઈ રીતે આવ્યો ? કોંગ્રેસ ને વોટ નહિ આપે એની શી ખાતરી ? ભૂતકાળમાં આવી કોઈ સુચના બહાર પડી છે? કે પછી રાજસ્થાનમાં એક વાર કોંગ્રેસ એક વાર ભાજપ ની પરંપરા અનુસાર ભાજપ ફરી સતા ઉપર આવવાની નથી એટલે સરકાર બચાવવાના પ્રયાસો તો નથી ને? રાજસ્થાન માટે સુચના બહાર પડી તો મધ્યપ્રદેશ માટે કેમ નહી? છત્તીસગઢમાં ચૂંટણી યોજાઈ ગઈ. ગુજરાતમાં કોઈ ને કોઈ છત્તીસગઢી લોકો રહેતા જ હશે. તેમના માટે ખાસ રજાની સુચના જાહેર થઇ હતી?તેલંગાના માં પણ રાજસ્થાનની સાથે જ મતદાન છે. ગુજરાતમાં તેલંગાના રાજ્યના થોડા ઘણાં તો લોકો રહેતા જ હશે. તો તેમના માટે આવી સુચના કેમ નહિ? મતદાર આખરે મતદાર છે. એક એક વોટની કિમત હોય છે ત્યારે તેલંગના માટે પણ રજાની સુચના જાહેર થાય.
  • અમદાવાદ સહીત ગુજરાતમાં નાની મોટી રોજગારી મેળવતા રાજસ્થાનના શ્રમીકોનું આર્થિક શોષણ રોકવાના પગલા લેવાય છે ? તેમને નિયમાનુસાર વેતન મળે તેવી સુચના બહાર પડે છે કે પાડી છે? બીજા રાજ્યના મતદારોની ચિંતા કરનાર ભાજપ સરકારે ગુજરાતના રિસાયેલા મતદારોની ચિંતા કરી હોત તો ૯૯ બેઠકો નાં આવી હોત...!રાજસ્થાનના મતદારો, રજા મળી છે તો પધારો તમ્હારે દેશ... પરિવારના લોકો રાજી થશે કે આવ્યો મ્હારો કેસરીયો બાલમ...!

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ