Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવતર પ્રયોગો થઈ રહ્યાં છે. જૂનાગઢમાં જેનું હાલ શૂટીંગ થયું એવી નવી ગુજરાતી ફિલ્મ ‘સોનોગ્રાફિ’ સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા, મહિલા સશક્તિકરણની સાથે બેટી બચાવોનો સંદેશ આપે છે. ફિલ્મની હીરોઈન વૃત્તિ ઠક્કરે પોતાની આ નવી ફિલ્મ અંગે ‘ન્યુઝ વ્યૂઝ’ સાથે ખાસ વાત કરી હતી અને ફિલ્મ અંગે માહિતી આપી હતી. મૂળ ધ્રાંગધ્રાની વતની અને હાલ મોરબીમાં રહીને એલએલબીનો અભ્યાસ કરનાર વૃત્તિનાં પરિવારમાંથી કોઈ ફિલ્મજગત સાથે સંકળાયેલ નથી. કોલેજકાળથી તેને એક્ટિંગનો શોખ હતો અને બ્રેક મળ્યો કોઈ આને પરણાવો ફિલ્મથી. વૃત્તિએ વટવાળા બારીયા ફિલ્મમાં પણ કામ કર્યું છે.

પોતાની હાલની ફિલ્મ અંગે વાત કરતાં વૃત્તિ જણાવે છે કે ફિલ્મ સોનોગ્રાફિ એક સામાજીક સંદેશો આપતી ફિલ્મ છે. સૌરાષ્ટ્ર અને મધ્યગુજરાતમાં શૂટિંગ ચાલુ છે. એક પરિવારની આસપાસ ફરતી આ ફિલ્મ દીકરીનાં જન્મ સાથે સંકળાયેલી સામાજીક બાબતો, સંઘર્ષ અને પડકાર દર્શાવે છે.

મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપતી ફિલ્મ સોનોગ્રાફીમાં હીરો તરીકે રવિ શર્મા છે તો સાથી કલાકારોમાં યામિની જોશી, ફિરોઝ ઈરાની, સિદ્ધિ સોની જોવા મળશે.

બેટી બચાવો થીમ પર સ્ત્રી ભ્રૂણ અટકાવવાનો સંદેશો આપતી આ ફિલ્મના ડિરેક્ટર અને રાઇટર હનિફભાઈ છે તો નરેન્દ્ર સોની પ્રોડ્યુસર છે.

ભવિષ્યના આયોજન અંગે વાત કરતાં વૃત્તિ કહે છે કે મોટાભાગે હીરોઈન ટીવી સીરિયલથી શરૂ કરીને ફિલ્મો સુધીની સફર કરવાની ઈચ્છા રાખે છે પરંતુ મારે ફિલ્મજગતથી આગળ વધીને ટીવીનાં પડદે સફળ થવાનું છે. ફિલ્મનાં કલાકારોને લોકો જલ્દી ભૂલી જાય છે પણ ટીવી સીરિયલના કલાકારોને ઘરની દરેક વ્યક્તિ નાના બાળકથી લઇને વડિલો પણ નામથી યાદ રાખે છે. મારે સુપરડુપર ટીવી સીરિયલ કરવાની ઈચ્છા છે. તમે એને મારી સક્સેસની રીવર્સ જર્ની કહી શકો તેમ છો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ