Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ચીમનલાલ મંગળદાસ ગ્રંથાલયના નેજા હેઠળ 31 ઑગસ્ટને શુક્રવારે પુસ્તક પરિચયના એક કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં અનુવાદકની અનુભૂતિ અંતર્ગત બે અનુવાદિત પુસ્તકો વિશે પ્રવચન રાખવામાં આવ્યાં હતાં. તેમાં “હરપ્પા” (મૂળ લેખક વિનીત બાજપાઈ) વિશે અનુવાદક અલકેશ પટેલે તથા “લાલ મોત” (મૂળ લેખક ઍડગાર ઍલન પૉ) વિશે અનુવાદક ડૉ. નિલય પંડ્યાએ વાત કરી હતી. 
આમ તો ઇતિહાસ અને ધર્મ માનવજાતને હંમેશાં આકર્ષતા રહ્યા છે. દુનિયાની મોટાભાગની પ્રજા ધાર્મિક હોવાથી ધાર્મિક સાહિત્ય સૌથી વધુ વેચાતું અને વંચાતું રહ્યું છે. એવું જ ઇતિહાસનું છે. અનેક લોકોને ઇતિહાસ જાણવામાં રસ હોય છે. વળી ઇતિહાસ તો એક વિષય તરીકે પણ શાળા-કૉલેજમાં ભણાવાતો હોવાથી મોટાભાગના શિક્ષિત લોકોને ઇતિહાસની ઘણી ખરી ઘટનાઓની જાણ પણ હોય છે. હવે વિચાર કરો – આ ઇતિહાસ અને ધર્મ બંને ભેગા થાય તો એ કૉમ્બિનેશન કેવું હોય..! આવું જ કંઇક રોમાંચક કૉમ્બિનેશન એટલે “હરપ્પા – રક્ત સરિતાનો શાપ.” મૂળ અંગ્રેજીમાં  વિનીત બાજપાઈ દ્વારા લખાયેલી આ નવલકથાનો અનુવાદ અલકેશ પટેલે કર્યો છે.
“હરપ્પા” નવલકથાનો વાર્તાપટ 3700 વર્ષમાં ફેલાયેલો છે. વાર્તાનો પ્રારંભ વર્તમાન યુગના એક આધુનિક સાયબર નિષ્ણાતથી થાય છે. તેનું નામ વિદ્યુત શાસ્ત્રી છે. વિદ્યુત શાસ્ત્રીએ પોતાની સાયબર સિક્યોરિટી કંપની સ્થાપી છે અને દેશના ટોચના ઉદ્યોગગૃહ, અન્ય અગ્રણી સંસ્થાઓ ઉપરાંત કેટલાક વિશેષ રાજકારણીઓ પણ તેના કસ્ટમર છે. આમ તો બધું બરાબર ચાલે છે, પણ એક દિવસ વહેલી સવારે બનારસથી અચાનક ફોન આવે છે અને વિદ્યુત શાસ્ત્રીની સુખ-શાંતિ હણાઈ જાય છે. બનારસમાં કાશી વિશ્વનાથ મંદિર નજીક એક પ્રાચીન મઠમાં રહેતા તેના 108 વર્ષના પરદાદા દ્વારકા શાસ્ત્રી મરણશૈયા પર છે અને તેમનો શ્વાસ અટકી જાય તે પહેલાં 3700 વર્ષ જૂનું એક રહસ્ય વિદ્યુતને જણાવી દેવા માગે છે. દ્વારકા શાસ્ત્રી પ્રખર આધુનિક ઋષિ છે.
3700 વર્ષ એટલે કે ઇ.સ. પૂર્વે 1700 વર્ષ પહેલાં તે સમયના અખંડ ભારતના પૂર્વોત્તરમાં વિશાળ અને સુખી-સંપન્ન હરપ્પા નગર હતું જે સરસ્વતી નદી કાંઠે વસેલું હતું. એ નગરમાં વિવાસ્વન પૂજારી નામે એક પ્રખર મહાપુરુષ વસતા હતા. તે સમયની પ્રજા તેમને “અર્ધ માનવ – અર્ધ ઇશ્વર” તરીકે ઓળખતી. આ વિવાસ્વન પૂજારી હરપ્પા નગરના મુખ્ય પૂજારી તરીકે નિયુક્ત થાય તેના 24 કલાક પહેલાં તેમની વિરુદ્ધ એક ભયંકર કાવતરું ઘડાય છે. આથી રોષે ભરાયેલા વિવાસ્વન પૂજારી સમગ્ર હરપ્પાને શાપ આપે છે. પણ એ સાથે એ શાપમાંથી માનવજાતને મુક્ત થવા માટેનો એક મંત્ર પણ તેઓ આપે છે જે હજારો વર્ષથી તેમના વંશજો સાચવી રહ્યા છે. છેલ્લી કેટલીક સદીથી વેટિકનને (ખ્રિસ્તી સંપ્રદાયનું વડુંમથક) પણ એ રહસ્ય જાણીને તેનો નાશ કરવામાં રસ પડ્યો છે. પરિણામે વિદ્યુત ઉપર ઘણું જોખમ છે. તેની ઉપર વારંવાર હુમલા થાય છે. ઇટાલીની એક આખી માફિયા ગેંગ વિદ્યુતને ખતમ કરવા પાછળ પડી છે. જોકે વિદ્યુત પણ વિવાસ્વન પૂજારીનો વંશજ હોવાથી તે છેલ્લા દેવતા (અર્ધ માનવ – અર્ધ ઇશ્વર) તરીકે ઓળખાય છે. પ્રેમ – પ્રપંચ – કાવતરું – હિંસા અને શૌર્ય એવા તમામ માનવીય લક્ષણો અને સંવેદનાને વ્યક્ત કરતી આ નવલકથા પાને પાને એક થ્રિલરનો અનુભવ કરાવે છે.
ગુજરાતીના કેટલાક ઉત્તમ અનુવાદમાં સ્થાન પામી શકે એવા આ અનુવાદિત પુસ્તક “હરપ્પા – રક્ત સરિતાનો શાપ” તમામ પેઢીને પસંદ પડી શકે તેમ છે કેમકે તેમાં ઇતિહાસની ઝલક છે, તેમાં સનાતન ધર્મના કેટલાક મૂળ સિદ્ધાંતો છે તો સાથે સાથે સસ્પેન્સ અને થ્રિલ પણ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ