Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ઇન્ડિયન એક્સપ્રેસના અને સ્ટેટ્સમેનના વડા તંત્રી તરીકે વર્ષો સુધી કામગીરી બજાવનાર અને હવે નિયમિત રીતે પોલિટિકલ કોમેન્ટસ લખતા સુરિન્દર નિહાલ સિંહ હવે સાંપ્રત રાજકારણ ઉપર આધારિત એક નવલકથા લખી રહ્યા છે. તેઓ હ્યસ્તન(તાજેતરના) ભૂતકાળના રાજકારણને પોતાની નવલકથાની સ્ટોરીમાં વણી લેશે. ઇતિહાસ એક દ્રષ્ટિએ જુઓ તો ફિક્શન છે અને ફિક્શન એક દ્રષ્ટિએ જુઓ તો ઇતિહાસ છે. મરાઠી સાહિત્યમાં તાજેતરમાં( હજી ગઇકાલના,હ્યસ્તન) ભૂતકાળ ઉપર અને ક્યારેક તો વર્તમાન ઉપરક આધારિત બોલ્ડ નવલકથાઓ લખાઇ છે. ગુજરાત પાસે શું દેખાડવાનું છે? ગુજરાતમાં સાહિત્યકારો અખબારમાં ક્યારેક કટારો લખે છે. ક્યારેક પત્રકારો વળી કવિતા કે નવલકથા લખે છે. અખબારોમાંની કટારોની વાત કરીએ તો પ્રોફેસર ચંદ્રકાંત બક્ષીના, ગુણવંત શાહના અને હરિન્દ્ર દવેના વિરલ અપવાદને બાદ કરતાં નર્યા બકવાસ જેવા હોય છે. ગુજરાતી સાહિત્યકારો ઘણુંખરું કોલેજોમાં અધ્યાપન કરતા હોય છે. તેમની રેકર્ડ બુક સુધરે એ માટે તેઓ રગીરગીને કે થર્ડ પાર્ટીની લાગવગથી અખબારોની કટારો પડાવે છે. ગુજરાતી અખબારોમાં કે સામયિકોમાં કોલમો કે સ્તંભ કે કટારો જવલ્લે જ દમવાળી હોય છે. ઘણીવાર મહાન સાહિત્યકારો પોતાની કટારોમાં બાવાઓને, સ્થાપિત હિતોને,સગલાઓને, ઓળખીતાઓને અને પોતાની ગેન્ગના માણસોને પ્રસિધ્ધિ આપતા હોય છે.

    સાહિત્યિક પત્રકારત્વ વિશે ચક્કીઓ પીસી પીસીને થોકબંધ આટો કાઢનારાઓમાંથી કોઇ ચક્કીવાળો સારો પત્રકાર નથી. આ લોકો સંસ્કૃતિ, મિલાપ અને ગ્રંથ જેવા સામયિકો બંધ પડી ગયા એનો અફસોસ કરે છે. અનેક સી ગ્રેડ લેખક નવલકથાઓ લખીને કંટાળે ત્યારે ફોર એ ચેન્જ પત્રકારત્વની કઢીમાં પોતાનો ડોયો ઘુમાવે છે. ઝાઝા રસોઇયાઓ કઢીનું નિકંદન કાઢી નાંખે છે. આપણે કેટલાક ગુજરાતી સામયિકોને પત્રકારત્વ કહીશું? વાસ્તવમાં તો આ બધુ નિર્ભેળપણે લિટરેચર છે. માનવીના હેવા અને અભરખાઓ અજીબ હોય છે. બોટાદ પત્રિકા કે ધ્રાંગધ્રા પત્રિકા કાઢનાર માણસ પોતાને તંત્રી કહીને મૂછે તાવ દેતો કે લીંબુ લટકાવતો ફરે છે.

    અનેક સાહિત્યકારો એવા ભ્રમમાં છે કે અખબારો અને સામયિકો પણ સાહિત્યની સેવા કરી શકે છે. વાસ્તવમાં તો પત્રકારત્વે શા માટે સાહિત્યની સેવા કરવી જ પડે? સાહિત્યિક પત્રકારત્વની વાતો કરનારાઓ હમણાં હમણાં એસ્થેટિક્સની કાખલી કૂટી રહ્યાં છે. તેઓ સાહિત્યિક પત્રકારત્વની પણ વાતો કરે છે અને કનૈયાલાલ મુનશીના તથા ચુનીલાલ મડિયાના દ્રષ્ટાંતો આપે છે. મુનશી અને મડિયા બેઉ ખરેખર તો સાહિત્યકારો હતા. આજે અનેક સાહિત્યકારો એકાદ કટાર લખીને ગામમાં પોતાને પત્રકાર તરીકે ઓળખાવડાવે છે. એમ કહેવામાં આવે છે કે ઉત્તમ સાહિત્યકાર જ્યારે જ્યારે અખબારમાં લખે છે. ત્યારે ત્યારે તે અખબારની ક્ષિતિજને વિસ્તારે છે અને નિર્ભેળ પત્રકાર જ્યારે જ્યારે સર્જક્તા માટે કલમ ઉપાડે છે ત્યારે ત્યારે તેનું લખાણ ક્રિયેટિવ ઊંચાઇએ પહોંચે છે. આવી બોગસ વ્યાખ્યાઓ બાંધનારાઓ આટલી સાદી વાત કેમ નથી સમજતા કે ક્રિયેટિવિટી હોય તો પછી પત્રકારત્વ અને સાહિત્યાના સિમાડા ભૂંસાઇ જાય જ જાય છે. પત્રકારત્વ પણ ક્યારેક ક્રિયેટિવ હોઇ શકે છે. સાહિત્ય ઘણી વખત નોન-ક્રિયેટિવ( બકવાસ) હોય છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ