આખરે અમદાવાદમાં વરસાદ શરૂ થયો છે. શહેરના અનેક વિસ્તારોમાં શુક્રવારે બપોર પછી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરના ખમાસા, નરોડા, શાહપુર, ખાડિયાથી લઇને સરખેજ, એસ જી હાઈવે, ઘાટલોડિયા, વસ્ત્રાપુર, શાહપુર મેમનગર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ થતાં જ લોકોમાં આનંદની લાગણી વ્યાપી હતી. લોકોને અસહ્ય બફારા અને ગરમીથી રાહત મળી હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.