Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

૧૮ ડીસેમ્બર ૨૦૧૭ના રોજ બિત્કોઇનનો ભાવ ૧૯,૮૯૧ ડોલર હતો આજે તે ૩૫૯૬ ડોલર છે

ઊંચા ભાવથી માઈન કરેલા કોઈનનું મુલ્ય શૂન્ય થઇ જાય ત્યારે તેને મૃત્યુસૈયા પર પર મૂકી દેવામાં આવે છે

ઇબ્રાહિમ પટેલ

મુંબઈ, તા. ૨૮: હજુ તો એક વર્ષ પહેલા બિત્કોઇનનો ભાવ ૧૮ ડીસેમ્બર ૨૦૧૭ના રોજ ૧૯,૮૯૧ ડોલર થયો ત્યારે ક્રીપ્ટો કરન્સીના રંગરુટો (નવશીખ્યા) કહેતા હતા કે જોજોને ભાવ લાખ ડોલર થઇ જશે. પણ તો ત્યારની વાત હતી. બિત્કોઇનનાં ભાવ તેની ઐતિહાસિક ઊંચાઈએથી ૮૦ ટકા કરતા વધુ ઘટી ગયા છે, અને હવે તે ૪૨૦૦ ડોલરના મહત્વના સપોર્ટ લેવલ કરતા પણ નીચે શુક્રવારે ૩૫૯૬ ડોલર બોલાયા હતા. હવે બધા પૂછી રહ્યા છે કે, શું ભાવ આથી પણ નીચે જશે? જો સાચો અને દુખ: જવાબ આપીએ તો કહી શકાય કે તે શૂન્ય થઇ જશે. આવું શા માટે અને ક્યા તબક્કે?

દલીલ ખાતર કહી શકાય કે જ્યારે બિત્કોઇનનો ભાવ તેના માઈનીંગ કોસ્ટ કરતા નીચે જતો રહે ત્યારે ઊંચા ભાવથી માઈન કરેલા આવા કોઈનનું મુલ્ય (ઉત્પાદન ખર્ચ કરતા ઘટી જાય ત્યારે) શૂન્ય થઇ જાય ત્યારે તેને મૃત્યુસૈયા પર પર મૂકી દેવામાં આવે છે. આવું બને ત્યારે માઈનીંગ એક્ટીવીસ્ટ કે જે  આવા માઈનીગનું લેજર (રોજમેળ) રાખતો હોય છે, તે બિત્કોઇનનો માલિક કોણ છે, તેની તમાં રાખ્યા વગર રેકોર્ડમાંથી તેની બાદબાકી કરી નાખતા હોય છે. હવે આખરે આવા બિત્કોઇન માત્ર એન્ક્રિપ્ટેડ નંબર ધરાવતા હોય ત્યારે નિર્ધારિત નથી કરી શકાતું કે તેનો માલિક કોણ હતો. આમ આવા બિત્કોઇન મુલ્ય ગુમાવી દેતા હોય છે. વળી આવા બિત્કોઇનની મરણનોંધ રાખતા વેબપેજમાં દાખવાયું છે કે ૨૦૧૮મા કુલ ૯૦ વખત બિત્કોઇનનું મૃત્યુ થયું હતું.

એક દાયકા અગાઉ જપાનના સાતોશી નાકામોતોએ બિત્કોઇન શોધી કાઢ્યો હતો. હવે અર્થશાસ્ત્રીઓ અને વાણીજ્ય અખબારો લોકોને એવી જાણકારી આપવા લાગ્યા છે કે બિત્કોઇનનું અત્યાર સુધીમાં ૩૩૬ વખત મૃત્યુ થઇ ચુક્યું છે. ૨૦૧૮મા ભલે બિત્કોઇન ૯૦ વખત ગુજરી ગયો, પણ ક્રીપ્ટો-ઇકોનોમીમાં આખું વર્ષ એમ કહેવાતું રહ્યું કે કરન્સી એકદમ મંદીમાં સરી પડી છે. અલબત્ત, ગતવર્ષે ક્રીપ્ટો કરન્સીમાં આસમાની-સુલતાની તેજી આવી ત્યારથી અત્યાર સુધીમાં ડીજીટલ કરન્સીની ૧૨૫ વખત મરણનોંધ લખાઈ ચુકી છે. ગતવર્ષે તમામ ક્રીપ્ટોકરન્સીના ભાવ ઐતિહાસિક ઊંચાઈ સર કર્યા પછી તેમાં ૮૦ ટકા કરતા વધુ ધોવાણ થયું હતું.

ઘટાડો ફંડામેન્ટલી તો હતો , પણ તેમાં બહુ મોટો સુધારો ક્યારેય આવ્યો અને ઘટના બિત્કોઇનનાં અંતનો આરંભ ગણાવા લાગ્યો. ઉંચા ભાવે ખરીદનારા રોકાણકારો માટે તો તે મૂલ્યહીન થઇ ગયો છે, તેમાં મોટા ઉછાળાની અત્યારે તો શક્યતા સાવ ઓછી જણાય છે. તેને કોઈ આધાર પણ નથી, બધુજ હવામાં અધ્ધરતાલ છે. તેને તો સોના કે ચાંદી જેવું મુલ્ય છે, તે લીગલ ટેન્ડર (કાયદેસરનું નાણું) પણ નથી. તેને કોઈ ફંડામેન્ટલ મુલ્ય પણ નથી અને કોઈને તેની આવશ્યકતા પણ નથી જણાતી. ઉદાહરણ તરીકે જોઈએ તો હવે નજીવા સુધારા પછી ધરખમ ગાબડા પડવાની ઘટના રોજીંદી બની ગઈ છે. તાજેતરના વર્ષોમાં જે કઈ ઉછાળા આવ્યા, તે વાસ્તવિક માંગનાં પુરાવા આપ્યા વગરના હતા.

ઇથેરીયમ સહિતની તમામ કરન્સીઓમાં બ્લોકચેઈન ટેકનોલોજી સાથે સ્ટાર્ટઅપ કરનારા અસંખ્ય યુવાનોએ વ્યવસાયમાં મોટાપાયે મૂડી ઉભી કરવાની અને રોકાણ કરવાની કામગીરી બજાવી છે. પ્રોડકટમાં તેમણે પોતાનું કોઈ નાવીન્ય ઉમેર્યું હોવાથી આખરે તેમને નિષ્ફળતા હાથ લાગી છે. આમાંના કેટલાંકની તો મૂડીનુ બાષ્પીભવન થઇ ગયું અને કાયદાનું રક્ષણ ના મળે તેવા સ્કેમ પણ થયા છે. અને આવા મુદ્દાઓએ બિત્કોઇન બજારમાં મોટાપાયે વેચવાલીનું દબાણ સર્જ્યું છે.

૨૪ ડિસેમ્બરે ૪૨૩૭ ડોલરની માસિક હાઈ બનાવ્યા અગાઉ ૧૨ ડિસેમ્બરે ૩૧૨૭ ડોલરની વચગાળાની બોટમ સર્જાઈ હતી. ૩૫૯૬ ડોલરનો વર્તમાન ભાવ પણ ૩૩૬૦ અને ૩૩૦૦ ડોલરના સપોર્ટ લેવલને તોડી નાખવાનું જોખમ ધરાવે છે. બિત્કોઇનને આવો સંઘર્ષ કરતા રહેવું પડશે અને ટૂંકાગાળામાં કદાચ તે ૩૫૦૦ ડોલરનું પેટું પણ તોડી નાખે તો નવાઈ નહિ. અમેરિકન ડોલર ટર્મમાં બિત્કોઇન ૩૮૪૦ અને ૩૯૦૦ ડોલરની ઊંચાઈ વટાવવામાં વારંવાર નિષ્ફળ ગયો છે. ડોલર ટર્મમાં ૩૮૦૦ ડોલરનું રેસિસ્ટન્સ લેવલએ મંદીની મહત્વની ટ્રેન્ડ લાઈન છે.                       

(નોંધ: એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે છે. વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે. તમને નફાકારક ટ્રેડીંગની શુભકામના) .

૧૮ ડીસેમ્બર ૨૦૧૭ના રોજ બિત્કોઇનનો ભાવ ૧૯,૮૯૧ ડોલર હતો આજે તે ૩૫૯૬ ડોલર છે

ઊંચા ભાવથી માઈન કરેલા કોઈનનું મુલ્ય શૂન્ય થઇ જાય ત્યારે તેને મૃત્યુસૈયા પર પર મૂકી દેવામાં આવે છે

ઇબ્રાહિમ પટેલ

મુંબઈ, તા. ૨૮: હજુ તો એક વર્ષ પહેલા બિત્કોઇનનો ભાવ ૧૮ ડીસેમ્બર ૨૦૧૭ના રોજ ૧૯,૮૯૧ ડોલર થયો ત્યારે ક્રીપ્ટો કરન્સીના રંગરુટો (નવશીખ્યા) કહેતા હતા કે જોજોને ભાવ લાખ ડોલર થઇ જશે. પણ તો ત્યારની વાત હતી. બિત્કોઇનનાં ભાવ તેની ઐતિહાસિક ઊંચાઈએથી ૮૦ ટકા કરતા વધુ ઘટી ગયા છે, અને હવે તે ૪૨૦૦ ડોલરના મહત્વના સપોર્ટ લેવલ કરતા પણ નીચે શુક્રવારે ૩૫૯૬ ડોલર બોલાયા હતા. હવે બધા પૂછી રહ્યા છે કે, શું ભાવ આથી પણ નીચે જશે? જો સાચો અને દુખ: જવાબ આપીએ તો કહી શકાય કે તે શૂન્ય થઇ જશે. આવું શા માટે અને ક્યા તબક્કે?

દલીલ ખાતર કહી શકાય કે જ્યારે બિત્કોઇનનો ભાવ તેના માઈનીંગ કોસ્ટ કરતા નીચે જતો રહે ત્યારે ઊંચા ભાવથી માઈન કરેલા આવા કોઈનનું મુલ્ય (ઉત્પાદન ખર્ચ કરતા ઘટી જાય ત્યારે) શૂન્ય થઇ જાય ત્યારે તેને મૃત્યુસૈયા પર પર મૂકી દેવામાં આવે છે. આવું બને ત્યારે માઈનીંગ એક્ટીવીસ્ટ કે જે  આવા માઈનીગનું લેજર (રોજમેળ) રાખતો હોય છે, તે બિત્કોઇનનો માલિક કોણ છે, તેની તમાં રાખ્યા વગર રેકોર્ડમાંથી તેની બાદબાકી કરી નાખતા હોય છે. હવે આખરે આવા બિત્કોઇન માત્ર એન્ક્રિપ્ટેડ નંબર ધરાવતા હોય ત્યારે નિર્ધારિત નથી કરી શકાતું કે તેનો માલિક કોણ હતો. આમ આવા બિત્કોઇન મુલ્ય ગુમાવી દેતા હોય છે. વળી આવા બિત્કોઇનની મરણનોંધ રાખતા વેબપેજમાં દાખવાયું છે કે ૨૦૧૮મા કુલ ૯૦ વખત બિત્કોઇનનું મૃત્યુ થયું હતું.

એક દાયકા અગાઉ જપાનના સાતોશી નાકામોતોએ બિત્કોઇન શોધી કાઢ્યો હતો. હવે અર્થશાસ્ત્રીઓ અને વાણીજ્ય અખબારો લોકોને એવી જાણકારી આપવા લાગ્યા છે કે બિત્કોઇનનું અત્યાર સુધીમાં ૩૩૬ વખત મૃત્યુ થઇ ચુક્યું છે. ૨૦૧૮મા ભલે બિત્કોઇન ૯૦ વખત ગુજરી ગયો, પણ ક્રીપ્ટો-ઇકોનોમીમાં આખું વર્ષ એમ કહેવાતું રહ્યું કે કરન્સી એકદમ મંદીમાં સરી પડી છે. અલબત્ત, ગતવર્ષે ક્રીપ્ટો કરન્સીમાં આસમાની-સુલતાની તેજી આવી ત્યારથી અત્યાર સુધીમાં ડીજીટલ કરન્સીની ૧૨૫ વખત મરણનોંધ લખાઈ ચુકી છે. ગતવર્ષે તમામ ક્રીપ્ટોકરન્સીના ભાવ ઐતિહાસિક ઊંચાઈ સર કર્યા પછી તેમાં ૮૦ ટકા કરતા વધુ ધોવાણ થયું હતું.

ઘટાડો ફંડામેન્ટલી તો હતો , પણ તેમાં બહુ મોટો સુધારો ક્યારેય આવ્યો અને ઘટના બિત્કોઇનનાં અંતનો આરંભ ગણાવા લાગ્યો. ઉંચા ભાવે ખરીદનારા રોકાણકારો માટે તો તે મૂલ્યહીન થઇ ગયો છે, તેમાં મોટા ઉછાળાની અત્યારે તો શક્યતા સાવ ઓછી જણાય છે. તેને કોઈ આધાર પણ નથી, બધુજ હવામાં અધ્ધરતાલ છે. તેને તો સોના કે ચાંદી જેવું મુલ્ય છે, તે લીગલ ટેન્ડર (કાયદેસરનું નાણું) પણ નથી. તેને કોઈ ફંડામેન્ટલ મુલ્ય પણ નથી અને કોઈને તેની આવશ્યકતા પણ નથી જણાતી. ઉદાહરણ તરીકે જોઈએ તો હવે નજીવા સુધારા પછી ધરખમ ગાબડા

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ