-
આમ તે દરેક કંપની કે પેઢી કે પછી સામાન્ય દુકાનદાર પોતાના ગ્રાહકની વાત સાંભળતા હોય છે અને કોઇ ફરિયાદ હોય તો તેનું નિરાકરણ લાવે છે. પરંતુ ચીનમાં એક મામલો એવો બન્યો કે જેમાં ઓનલાઇન ચીજવસ્તુ મંગાવનાર મહિલાને કંપની તરફથી નિયત સમય અને તારીખને બદલે 4 દિવસ મોડી ડીલીવરી થતાં આ મહિલાએ કંપનીનો સંપર્ક કરીને એટલી હદે ખખડાવ્યાં કે રિટેલ કંપનીનો માલિક ઝીંયાંગ એટલી હદે ઉશ્કેરાયો કે તે 804 કિ.મી.નો કાર પ્રવાસ કરીને સીધો જ મહિલા ગ્રાહક શિયાઓ લી પાસે ગયો અને તેને માર મારવા લાગ્યો. એટલું જ નહીં પણ લાતો અને મુક્કાઓથી તેને માર મારવાની સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ ત્યારે આ કિસ્સો બહાર આવ્યો હતો. જેમણે ઉશ્કેરાઇને આ મહિલાને સબક શિખવાડવા 800 કિ.મી.નો પ્રવાસ કર્યો તે મહિલા પોતાના પતિને ખખડાવતી હશે ત્યારે તેના પર શું વીતતી હશે તે એક સવાલ છે.