Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજસ્થાનમાં ઝિકા વાઇરસનો રોગચાળો ઝડપથી પ્રસરી રહ્યો છે. ગુરુવારે રાજ્યમાં ઝિકાના દર્દીઓની સંખ્યા સદી વટાવી ૧૦૬ પર પહોંચી હતી. આરોગ્યમંત્રાલયના અધિકારીના જણાવ્યા અનુસાર ૨૫ ગર્ભવતી મહિલા પણ ઝિકા વાઇરસનો શિકાર બની છે. રાજ્ય સરકારે ગર્ભવતી મહિલાઓને ઝિકાગ્રસ્ત વિસ્તારોમાં નહીં જવાની સલાહ આપી છે. રાજસ્થાનનાં જયપુર અને પાડોશના બે જિલ્લામાં ઝિકાના ૬ નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં ઝિકાના વધતા કેસથી ચિંતિત કેન્દ્ર સરકારે રોગચાળાને નિયંત્રણમાં લેવા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની એક ટીમ સરકારની મદદ માટે મોકલી આપી છે. ૈઝ્રસ્ઇની ટીમે મચ્છરનિયંત્રણ કાર્યક્રમ શરૂ કર્યો છે, તે અંતર્ગત ઝિકા, ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાને વધુ પ્રસરતા અટકાવવા જયપુર શહેર અને આસપાસના જિલ્લામાં મચ્છરોના નાશ માટે વપરાતા જંતુનાશકોમાં બદલાવ કર્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ