Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • 200 વર્ષની રીતસરની ગુલામી પછી કોઇ દેશ આઝાદ થાય અને દેશને ગુલામ રાખનારાઓ એ દેશની ધરતી પરથી કાયમ માટે વિદાય લે ત્યારે એ દેશે આઝાદીનો કેવો અદભૂત અહેસાસ કર્યો હશે તેનો અહેસાસ કરવો પણ એક લ્હાવો છે. 15 ઓગસ્ટ 2018નો દિવસ ભારતનો 72મો આઝાદ દિન છે.પણ વિવિધતામાં એકતા વાળા દેશમાં ગૂંચવાડા પણ વિવિધ છે. જેમ કે મોદી સરકાર કહે છે કે આ 72મો આઝાદ દિન છે તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પોતાના સંબોધનમાં 71મો આઝાદ દિન ગણાવે છે. આપણે કેટલામો આઝાદ દિન છે તે ક્યારથી ગણીશું...? 1947થી કે 1948થી..? 47થી ગણીએ તો 72મો અને 48થી ગણીએ તો 71મો. કયો અને કેટલામો દિન ગણવો એ નક્કી કરવાની સૌને સ્વતંત્રતા. ભલે કોઇ આજે સ્વતંત્રતા આપે કે ના આપે. વળી પાછુ કોઇ મોં મચકોડશે સ્વતંત્રતાના ઉલ્લેખથી.

  • તો મૂળ વાત એ છે કેે  ક્યાં 15 ઓગસ્ટ 1947નો લાલ કિલ્લો અને ક્યાં 15 ઓગસ્ટ 2018નો લાલ કિલ્લો. 71 વર્ષમાં કેટલુંય પાણી ગંગા-યમુનામાં વહી ગયું. સરકારો આવી અને ગઇ. આ દેશે ચારેય ખૂણે કોઇ એક જ પક્ષની સરકારો જોઇ તો એ જ પક્ષે કેન્દ્રમાં મોરચાની સરકારને બહારથી ટેકો આપ્યો હોય એવી તેની રાજકીય દરિદ્રતાના દ્રશ્યો પણ જોયા. 400 બેઠકો લાવનાર પક્ષને 44 બેઠકો મળી હોય એ પણ જોયું. તો માત્ર 2 જ બેઠકો જીતનારને એકલે હાથે 282 બેઠકો મળી હોય એ પણ આ લાલ કિલ્લાએ જોયું છે. ભલભલાના રાજકીય પાણી ચઢતા અને સરરરરર.....કરીને ઉતરતાં પણ જોયા છે. 2018માં ફરીથી સૌના રાજકીય પારખાંનો સાક્ષી બનશે લાલ કિલ્લો. 15 ઓગસ્ટ 2019ના રોજ લાલ કિલ્લાના શિખરે કોણ હશે એ 80 કરોડ કરતાં વધારે મતદારો નક્કી કરશે. ગઇ વખતે 83 કરોડમાંથી 55.38 કરોડ મતદારોએ મતદાન કર્યું હતું. 28 કરોડ મતદારોએ મતદાનમાં ભાગ લીધો નહોતો. આ વખતે...?

    71 વર્ષમાં ભારતે શું મેળવ્યું તો અનેક સફળતાઓની ગાથા લખાયેલી છે. તેમાં જો એમ કહીએ કે શેની સફલતા...71-71 વર્ષ પછી પણ આ દેશમાં ભૂખમરાથી 3 માસુમ દિકરીઓને તડપી તડપીને, રિબાઇને મરવું પડે.... એમ જો કહીએ તો આજના શાસકોને નહીં ગમે. હાં, જો આજના શાસકો વિપક્ષમાં હોત તો ગર્જ્યા હોત. ત્યારે મૌની બાબા. ડોલરની સામે રૂપિયો 70 પર પહોંચ્યો. ચાલ્યા કરે. કોઇ ટીકા નહીં. ચાલ્યા કરે. રૂપિયાનું કામ જ છે ઘસાવાનું. ભલે ઘસાતો. હું તો બસ સફળ... સફળ.. સફળતાનો સિપાહી...નિષ્ફળતા? એ તારે માથે...! 72મા વર્ષે ભારતે રાજકીય રીતે ક્યાં છે..? એકના ગળામાં રાફેલ વિમાનનો અવાજ ચોંટી ગયો છે તો બીજાના ગળામાં નેહરૂ. દેશ પૂછે છે કરૂ તો શું કરૂ..? કશું કરવાની જરૂર નથી. ચૂંટણીઓ પૂરી એટલે નેહરૂ જેકેટ ઉતારીને ખીંટીએ ટીંગાડીને ચલ મનવા વિદેશ પ્રવાસે...મનડુ ભારતમાં લાગતું નથી....રાફેલ વિમાનનું શું થયું હશે તે પછી? (રાહુલના સહેજ ઘોઘરા અવાજમાં) લો ભઇયા,,યે આપકા વિમાન...ફેલ હો ગયા….!! રાફેલ, ફેલ હો ગયા કી વિપક્ષ...?

    15મીએ ભારતના ગુણગાન. સોને કી ચિડિયા, ચાંદી કા ખેત..મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી..હર ખેત કો પાની, હર હાથ કો કામ...2022 તક નયા ભારત બનાયેગે. તેમાં વળી પછી 2024 થઇ જાય તો કહેવાય નહીં. પાંચ વર્ષ તો ખાડા પૂરવામાં ગયા...હવે ખરેખર નયા ભારત બનાવવા માટે એક તક. અબકી બાર, અગલી બાર, બાર બાર ફિર એક બાર, મોદી સરકાર.

    કમ ઇલેક્શન...ઇન્ડિયા ઇઝ ઇન ફુલ એક્શન,

    વોટ ઓલરેડી રેડી, ફોર “મિશન પોસીબલ-ફોલઆઉટ( ઓફ ઓપોઝીશન)”….!!!

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ