Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ગુજરાતમાં હવે કોઇ પત્રકાર છે જ નહીં.....જો છે તો, SC પત્રકાર છે, ST પત્રકાર છે, OBC પત્રકાર છે, માઇનોરીટી પત્રકાર છે, હાં, જનરલ કેટેગરીના પત્રકાર તો છે જ નહીં. આ હું નથી કહેતો, વાયબ્રન્ટ ગુજરાતની ગતિશીલ સરકારનું માહિતી ખાતુ કહે છે.

    પત્રકારોને તો ખબર જ છે, પણ સામાન્ય વાંચકોની જાણ સારું જણાવી દઉં કે રાજ્ય સરકારનું આ માહિતી ખાતુ પત્રકારોને માન્યતા આપવા એક્રેડિટેશન કાર્ડ ઇસ્યુ કરે છે. આ કાર્ડ વળી દર વર્ષે રિન્યૂ કરાવવાના હોય છે. આ વર્ષે માહિતી ખાતાએ પત્રકારોને મોકલેલા રિન્યૂઅલ ફોર્મમાં સૌ પ્રથમ વાર એક નવું કોલમ ઉમેર્યું છે. જેમાં પત્રકારની જાતિ વિશે માહિતી માંગવામાં આવી છે. સરકાર પૂછે છે, કે તમે SC છો,ST છો,OBC છો કે પછી માઇનોરીટી. રસપ્રદ વાત એ છે કે એમાં જનરલ કેટેગરીનું કોઇ ઓપ્શન છે જ નહીં.

    “ ભારત મારો દેશ છે અને બધા ભારતીયો મારા ભાઇ-બહેન છે“-આ વાત સ્કૂલના પાઠ્ય પુસ્તકોમાં છપાયેલી પ્રતિજ્ઞા પૂરતી જ અને બંધારણના પાનાઓ પૂરતી જ સિમિત છે. વાસ્તવની ખરબચડી દુનિયામાં રાજકારણીઓએ આપણને એમની SC/ST/OBC/માઇનોરીટી વોટ બેંકમાં ક્રૂરપણે વહેંચી નાંખ્યા છે. જો કે આજ સુધી સદનશીબે પત્રકારો આ જાતિવાદથી પર હતાં. કારણ કે પત્રકાર કોઇ એક જાતિ કે સમાજનો નહીં, સાડા છ કરોડ ગુજરાતી અને સવાસો કરોડ ભારતીયોનો પ્રતિનિધિ છે. જર કલ્પના કરો કે હાર્દિક પટેલનું આંદોલન કવર કરવા કોઇ પટેલ પત્રકારને મોકલવો પડે, અલ્પેશ ઠાકોર માટે કોઇ ઓબીસી પત્રકારને મોકલવો પડે,જીગ્નેશ મેવાણી માટે કોઇ દલિત પત્રકારને મોકલવો પડે અને રોહિંગ્યા મુસ્લિમોની સમસ્યા માટે કોઇ મુસ્લિમ પત્રકારને મોકલવો પડે, એ દિવસો કેવા ખતરનાક હશે. સરકાર પત્રકારોને SC/ST/OBC/માઇનોરીટીમાં વહેંચીને આપણને કઇ દિશામાં લઇ જવા માંગે છે???

    સ્ટોપ પ્રેસ

    30 વર્ષના પત્રકારત્વ પછી દુ:ખી હૈયે આ તંત્રીલેખ લખવા બેઠો છું, ત્યારે એક સુખદ આંચકો આવે છે. જીએનએસ-ગુજરાત ન્યૂઝ સર્વિસે આજે બુધવારે સાંજે 4.46 વાગે આ મુદ્દો સોશ્યલ મિડિયામાં ઉઠાવ્યો અને સાંજે 7.49 વાગે માહિતી ખાતાએ જાતિ વિષયક કોલમ રદ્દ કરીને સુધારેલું રિન્યૂઅલ ફોર્મ મિડિયાને મેઇલ કર્યું. અનૌપચારિક ખુલાસો એવો જાણવા મળ્યો કે એક્રેડિટેશનના ફોર્મની સાથે આ વખતે પત્રકારો માટે મુખ્યમંત્રી અમૃતમ યોજનાનું ફોર્મ પણ સામેલ હતું જેને માટે જાતિ જાણવી જરૂરી હતી. જોવા જેવી વાત તો એ છે કે રાજ્ સરકારે બજેટ સત્રમાં પત્રકારોને મા-અમૃતમ યોજનાનો લાભ આપવા વિધાનસભામાં જાહેરાત કરી હતી, જે મુજબ બધા એક્રેડિટેડ પત્રકારોને આ લાભ મળવાનો હતો. જેને માટે પત્રકારોની જાતિ જાણવાની કોઇ જરૂર રહેતી નથી.

    મજાની વાત એ છે કે ચૂંટણી સમયે ભીંસમાં આવેલી સરકારે ખતરો સૂંઘી લઇ, કોઇ નવો વિવાદ ટાળવા,સરકારમાં સામાન્ય રીતે કદી જોવા ના મળે એવી અસામાન્ય ઝડપથી એક્રેડિટેશનના રિન્યૂઅલ ફોર્મમાં તો જાતિ વિષયક કોલમ રદ્દ કરીને સુધારો કરી લીધો, પણ સાથેના મુખ્યમંત્રી અમૃતમ યોજનાના ફોર્મમાં તો પત્રકારોની જાતિ પૂછી જ છે-તમે SC છો,ST છો,OBC છો કે પછી માઇનોરીટી?

    આને શું કહીશું, એક ચોક્કસ કોમના સજ્જન પડ્યા છતાં તંગડી ઉંચી એ જ કે બીજુ કંઇ……!

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ