પાકિસ્તાનના વડાપ્રધાન શાહિદ અબ્બાસીએ દાવો કર્યો છે કે તાલિબાન સાથે શાંતિ મંત્રણા કરવા અફઘાનિસ્તાન સરકાર તૈયાર થઈ ગઇ છે. તાબિલાન અને અફઘાનિસ્તાન વચ્ચે મંત્રણા યોજવા માટે પાકિસ્તાને દરમ્યાનગિરી કરી હતી. અફઘાનિસ્તાનના પ્રેસિડેન્ટ અશરફ ઘાની મંત્રણા માટે તૈયાર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ મંત્રણા કાબુલમાં નજીકના સમયમાં યોજાશે.