Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • કેન્દ્ર સરકારના મંત્રી અને દલિત નેતા રામદાસ અઠ્ઠાવલે આજે રવિવારે મહારાષ્ટ્રના અંબરનાથ શહેરમાં એક જાહેર સમારોહમાં સંબોધન કરીને નીચે ઉતરી રહ્યાં હતા ત્યારે તરત જ એક યુવક તેમની તરફ ધસી ગયો અને કોઇ કાંઇ સમજે તે પહેલાં મંત્રીને ધક્કો મારીને તરત જ એક લાફો પણ મારી દીધો હતો. આ ઘટના બાદ તરત જ મંત્રીના સુરક્ષા જવાનો અને ટેકેદારોએ હુમલાખોર યુવકને નીચે પાડી દઇને તેની ધોલાઇ કરી હતી અને ત્યાંથી લઇ ગયા હતા. મંત્રીને લાફો મારવા પાઠળનું કોઇ કારણ યુવકે આપ્યું નથી . આ યુવકે પોતે પણ મંત્રીની પાર્ટીનો કાર્યકર છે. નોંધનીય છે કે મંત્રીની પોતાની અલગ પાર્ટી રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા છે અને કેન્દ્રમાં તે ભાજપની સાથે સહયોગી પાર્ટી છે. પોતાના પર આ રીતે થયેલા શારીરિક હુમલાથી ડઘાયેલા મંત્રી ત્યારબાદ મુંબઇ જવા રવાના થયા હતા. થોડાક સમય પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપર પણ મરચાંની ભૂક્કી નાંખીને હુમલાનો પ્રયાસ કરાયો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ