સુપ્રીમ કોર્ટે હિંદુ મહિલાના મુસ્લિમ પુરુષ સાથે લગ્ન અને તે પછી જન્મેલા સંતાનના અધિકારને મુદ્દે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે હિંદુ મહિલાના મુસ્લિમ પુરુષ સાથેના લગ્ન ‘નિયમિત કે કાયદેસર’ નથી, પરંતુ આ રીતના લગ્ન સંબંધથી જન્મેલા સંતાન કાયદેસર છે. કોર્ટે જણાવ્યું કે આવા લગ્નસંબંધોથી જન્મેલા સંતાન કાયદેસર છે એટલું જ નહીં પણ પિતાની સંપત્તિના વારસાનો પણ હક ધરાવે છે. જસ્ટિસ એન. વી. રમણ અને જસ્ટિસ એમ. એમ. શાંતનગોદરની બેન્ચે કેરળ હાઇકોર્ટના ચુકાદાને યથાવત્ રાખ્યો હતો. કેરળ હાઇકોર્ટે કહ્યું હતું કે દંપત્તી મહમદ ઈલિયાસ અને વલ્લીઅમ્માનું સંતાન કાયદેસર છે અને તે સંતાન કાયદેસર રીતે સંપત્તિમાં ભાગ લેવા પણ હકદાર છે.