Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ૨૦૧૯ને બહુ વાર નથી. ગણતરીના સમયમાં ૨૦૧૮ની વિદાય અને ૨૦૧૯નુ આગમન થઇ ગયું હશે. એક ઋત આયે...એક ઋત જાયે રે મૌસમ બદલે, ના બદલે નશીબા....! હવે તો મૌસમ પણ, દિલ તો સાલા પાર્ટી બદલે... ની જેમ બદલાઈ ગઈ છે. ઉનાળામાં ઠંડી અને ઠંડીમાં ઝરમર ઝરમર ઝરમરિયો વરસાદ કહેતા બારીશ. અને બારીશમાં...? બારીમાંથી બહાર જોયા જ કરો આકાશ કી ઓર અને મનવા ગાયે-કાલે મેઘા... કાલે મેઘા...પાની તો બરસાવો...! મેઘો પાછો ડાહ્યો થઈને ભાવ ખાય-ઉહ..આજે નહિ કાલે....! એમ કરતા કરતા ૨૦૧૮ પૂરું અને ૨૦૧૯નુ નવું કેલેન્ડર (માલ્યા વાળું નહિ હોં..) ટીંગાઈ ગયું ખીંટીએ..!

    ૨૦૧૮માં શું થયુઁ એ તો ગામ આખાએ કહી દીધું. પણ ૨૦૧૯માં શું થશે એના પર જો ફોકસ કરીએ તો ૨૦૧૮એ ૨૦૧૯ને જે કાનમાં સૌના સાંભળતા કહ્યું તેમ ભીડુ...દુનિયા જાય તલ નું તેલ લેવા (શિયાળો છે ને એટલે ) પણ તું સીલોરા ને સંભાળી લેજે. તને પણ મજા આવશે. મે તો મજા માણી હવે તારો વારો. વારા પછી વારો મારા પછી તારો....! એટલે સીલોરામાં ભરપુર મનોરંજન મળશે..૨૦૧૯એ પૂછ્યું- અજન્તા ઈલોરા તો સમજ્યા પણ આ સીલોરા એટલે....? ૨૦૧૮ અજીતની સ્ટાઇલમાં-બરખુરદાર...વેરી સિમ્પલ...સી ફોર સીબીઆઇ...લો ફોર લોકસભા ઔર રા ફોર નોટ રાહુલ બટ રા ફોર રાફેલ...! સો ઇટ્સ કોલ્ડ સીલોરા.....નાઉ ઇટ્સ ક્લીયર ...?

    ૨૦૧૯ની શરૂઆતમાં જ ધમાધમ છે. પહેલા અઠવાડીયે રામ મંદિર મામલે. સુપ્રીમમાં અગ્રીમ સુનવણી. પછી તેના પર લોકસભાની ચૂંટણી અને ચૂંટણીમાં આ બાજુ ઝૂઊઊઊઊઊઊઉમ કરીને રાફેલ વિમાનમાં બેસીને પોતાને બાબા કહેવડાવી ત્રણ રાજ્યોમાં ભાજપને બાબા બનાવનાર રાહુલ એનડીએ અને ન.મો. પર તોપમારો ચલાવશે તો સામે નમો એન્ડ કંપની મિશેલને ઊંટ બનાવી ઓગસ્ટા વેસ્ટલેન્ડ ચોપરમાં બેસી ને સન ઓફ ઇટાલિયન લેડી...ના વળતા પ્રહારો કરીને ૫ હજાર કરોડના ગોટાળામાં જામીન પર ફરતા મા-બેટાને પાછા ઇટાલિયન ભેગા કરવાના દાવા ધીમેથી તાળી વગાડીને કરવામાં આવશે. ચોર-શ્યોર-પ્યોર અને ચોકીદારની સાથે પેલા નામદાર, કામદાર, રાઝદાર... શબ્દો પણ ખરા હોં...ભરપુર મનોરંજન. યહાં સે આલું ડાલો વહાં સે સોના લેલો....જેમ જેમ માર્કેટિંગની કંપનીના નિષ્ણાતો કાજુ બદામ ખાતા જશે તેમ તેમ આવા ઘણાં નિતનવા શબ્દો મતદારોના કાને પડશે.

    સીબીઆઇમાં એક વળી નવા વર્ષમાં રીટાયર્ડ થઇ ગયા હશે. આલોકનાથ જેવા દેખાતા નિવૃત્ત અને લાલુપ્રસાદના લઘુબંધુ જેવા લાગતા અસ્થાનાનું સ્થાન કદાજ ૨૦૧૯માં નક્કી કરશે સુપ્રીમ. ભારતના ઈતિહાસમાં ન થયું હોય તેવું ૨૦૧૮માં થયું. અડધી રાત્રે રાકેશ-વર્માને કલમની અણીએ ફરજિયાત રજા પર અને ત્રીજાને કહ્યું- ચાર્જ લઇ લો.....! તે ૩ કરોડ લીધા...ના..નાં તે લીધા...એમ બિલાડાંની જેમ બાખડતાં વરિષ્ઠ અધિકારીઓએ મોદી સરકારને હાંસીપાત્ર બનાવવામાં કાઈ બાકી રાખ્યું નહોતું. લાંચ આપનારા મૂંછમાં મરક મરક હસી ને મજા લઇ રહ્યા છે. ૨૦૧૯માં તેનો પણ ફેંસલો આવી જશે.

    રાફેલ વિમાન સોદામાં મિસાઈલમારો ૨૦૧૮ની જેમ ૨૦૧૯માં પણ ચૂંટણી જંગના આકાશમાં જોવા મળશે. રાફેલની કેટલીક વિગતો સુપ્રીમમાં રજુ થઇ કેટલીક નાં થઇ. જે ૨૦૧૯માં રજુ થશે અને વ્યાકરણની ભૂલ અંગે સંવાદ થશે. વર્તમાન કાળ , ભૂતકાળ અને ભવિષ્યકાળ અંગે ચર્ચા થશે. છે અને હતું તેનો તફાવત સમજાવાશે. મામલો શાંત પડ્યો નથી. સરકાર તો સીલબંધ કવરમાં કાગળીયા આપીને છૂટી ગઈ અને પછી જે પ્રચાર શરુ થયો કે મિતરો... હમે કલીનચીટ મિલ ચુકી હૈ ...એ દેખીયે જજમેન્ટ કી કાપી...! એવો જ પ્રચાર ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં હર...હર... ઘર...ઘર...ડગર ડગર સુનાઈ દેંગા.....!

    ૨૦૧૯ના નવા વર્ષનું વંદન ગાન સાથે વંદન અને અભિનંદન સાથે અભિવાદન...અને હાં, ૨૦૧૯ નયા ભારત-ન્યૂ ઇન્ડિયાનો પાયો મજબુત કરશે કે ૩ રાજ્યોમાં પંડિત દીનદયાળનું નામ સરકારી લેટરહેડમાંથી નીકળી ગયું તેમ નવા નામકરણ માટેનો પાયો નાંખશે એનો નિર્ણય પણ કરશે.

    દો હજાર અઢારાહ કો કરો મિસ.....ઔર દો હજાર ઉન્નીસ કો કરો કિસ....હેપ્પી સીલોરા....!

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ