Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ગુજરાતની ધરતી પર 2 ઓક્ટોબર 1869માં અવતરેલા માંસ-હાડકાંના બનેલા એક સાવ સામાન્ય માનવી મો.ક. ગાંધીને જોતજોતામાં 150 વર્ષ થયાં. મો.ક. ગાંધી કહેતા ગાંધીજી જીવિત હોત તો આજે 150 વર્ષના હોત. આમ તો દર વર્ષે 2 ઓક્ટોબર અને 30 જાન્યુઆરીના રોજ અચૂકપણે રાષ્ટ્રપિતાને દેશ યાદ કરે જ છે. ગાંધીજી ક્યાં નથી? ગાંધીજી અંગે અખબારોના પાનાં ભરી ભરીને લખાવાનું શરૂ થઇ ગયું છે. 150મી ગાંધી જન્મજયંતિ ઉજવણી આગામી 2 ઓક્ટોબર 2019ના રોજ સુધી 365 દિવસ ચાલશે. વચ્ચે વળી લોકસભાની ચૂંટણીઓ પણ યોજાશે. જેમાં ગાંધી છાપ નોટનો ખેલ જોવા મળશે દર વખતની જેમ. હાં, ગાંધીજીનું મૂલ્ય હવે ચલણી નોટો પર તેમના હસતાં ચહેરા અને જાહેર ટોઇલેટના દિવાલ પર તેમના ખાસ ચશ્મા સુધી જ સિમિત રહ્યું છે. ગાંધી મૂલ્યો એ વળી શું બલા છે, ગાંધીજીની આજે શું કિંમત છે, ગાંધીજી તો એવા રે એવા.....એમ, તેમને વગોવવામાં આપણે કેટલાક ભારતીયો થાક્તા નથી. તેમ છતાં ફરીને દિવસો આવ્યાં ગાંધીજીના.....ફરીને દિવસો આવ્યાં ખાદી વળતરના.....!!! ખાદી વળતરમાં રસ પણ ગાંધીજીમાં નિ-રસ.

    ગાંધી અને સરદાર પટેલ બન્ને ગરવી ગુર્જર ધરાના છોરૂ. બન્ને ગરવા ગુજરાતી. બન્નેના નામ સાથે લેવાય અને સાથે બોલાય. ગાંધીજીના ભરપેટ વખાણ. ગાંધીજી તો સર્વગુણ સંપન્ન હતા, મહાત્મા ગાંધી એટલે બધી જ સમસ્યાઓનું સમાધાન, બીજી ઓક્ટોબરે વ્યક્તિનો નહીં એક યુગનો જન્મ થયો હતો......ગાંધીજી સાથે અમુક પાર્ટીએ અન્યાય કર્યો સરદાર પટેલની જેમ, એવું બધુ સાંભળીએ અને પછી વિચારીએ કે ગાંધી-સરદારમાં મહાન તો ગાંધીજી હતા અને ખુદ સરદાર પટેલ તો તેમના અનુયાયી હતા તો પછી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ગાંધીજીની કેમ ના બની અને ગાંધીજીના પટ્ટશિષ્ય સરદાર પટેલની કેમ બની....એમ જો કોઇ પૂછે તો જવાબ ના મળે. તમને રાફેલવાદી માની લેવામાં આવે....!! ગાંધીજીની ભારતમાં અને વિદેશમાં બધી મળીને એટલી પ્રતિમાઓ છે કે જો તેને એકની ઉપર એક મૂકીએ તો તેની ઉંચાઇ સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતાં વધી જાય...!! પણ મહાપુરૂષોની પ્રતિભા તેમની પ્રતિમાની ઉંચાઇથી મપાતી નથી. ગાંધીજીની સૌથી ઉંચી પ્રતિમા માનો કે બીજાઓએ ના બનાવી 60 વર્ષ કે 70 વર્ષમાં, પણ જેઓ આવી ટીકા ટીપ્પણી કરે છે તેમણે કેમ પોરબંદરના દરિયા કિનારે ગાંધીજીની સૌથી ઉંચી પ્રતિમા (જેમ અમેરિકામાં દરિયા કિનારે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી છે તેમ) ના બનાવી..? ગાંધીજીની એ પ્રતિમા પણ આવનારી પેઢીઓને સદીઓ સુધી સત્ય-અહિંસા,સાદગીનો સંદેશ આપત. ભાઇઓ-બહેનો...ગાંધીજીની એ પ્રતિમા ગાંધીનો એવો સંદેશો આપી શકી હોત કે નહીં.....આપી શકી હોત કે નહીં....!!! બોલો આપી શકી હોત ને...!!

    2 ઓક્ટોબરથી 365 દિવસ સુધી ગાંધી જ ગાંધી....સંભળાશે મન કી બાતમાં. ધન કી બાતમાં તો ગાંધીજી દરેકના ખિસ્સામાં છે. અમુકને બાદ કરીને. જેમ કે વડાપ્રધાન-રાષ્ટ્રપતિ વગેરે. મહાનુભાવોની બંડીના ખિસ્સામાં પૈસા હોતા નથી. કોઇએ જોયું છે કે કોઇ વડાપ્રધાને રાષ્ટ્રપતિએ ખિસ્સામાંથી નોટ કાઢીને પૈસા ચુકવ્યાં હોય...? એમને બિચ્ચારાને રોડ સાઇડ પર ઉભા રહીને પાણી-પુરી ખાવાનું બહુ ભાવે પણ સિક્યુરીટી....તેમને નડે છે. ગાંધી દરેકના ખિસ્સામાં રહે એવી આશા રાખીએ તો બાપુને ખોટુ નહીં લાગે. કેમ કે બાપુને તો વળી એ એક પ્રયોગ જ લાગશે...કારણ કે બાપુએ જીવનમાં પ્રયોગો જ કર્યા છે એક પછી એક નાની-મોટી બાબતમાં.

    365 દિવસ ગાંધીજીની સત્ય અને અહિંસાની વાતો જ વાતો અને એટલા ઉપદેશો અપાશે કે આપણને એમ થાય કે ઉપદેશ આપનારા ગાંધીજીના જીવનનો એક જ આદર્શ સાદગીનો અપનાવે તો ય ભયો..ભયો. પણ 365 દિવસમાં જે ચૂંટણીઓ આવવાની છે તેમાં વળી એ જ નેતાઓના સત્યથી વેગળા વચનો અને ચૂંટણીલક્ષી હિંસા થાય ત્યારે ગાંધીજી ઉપર બેઠા બેઠા મંદ મંદ હસી રહ્યાં હશે. એ પણ વિચારશે કે નયા ભારત, તે તો ભારે કરી...મારો આટલો પ્રચાર પણ જીવનમાં અમલ....?

    હશે, બાપુ અમે તમારા બાળ છઇએ. ભલે તમારી સૌથી ઉંચી પ્રતિમા ના બની પણ તમે અમારા ભારતવાસીઓના હૈયે, (ખિસ્સાનીજેમ) સદૈવ બિરાજમાન છો. તમારા નામને મિટાવવા માટે પ્રતિમાનો ખેલ એ પોતાની લીટી મોટી કરવાની વાત છે. પણ બાપુ, તમારી લીટી એટલી સાવ નાની પેલી તમારી અણી વગરની એક પેન્સિલ જેવડી છે કે તેને નાની કરવાના એટલા પ્રયાસો થાય છે કે એ નાની લીટીની નીચે દોરાતી મોટી 182 મીટરની ઉંચી પ્રતિમાની લીટી પણ ટપકું બનીને રહી જાય છે....!!! બાપુ, તમારી 200મી જન્મજયંતિ સુધીમાં જો તમારી 183 મીટરની ઉંચી પ્રતિમા બની ગઇ હશે તો કહેવાશે-હરખ હવે તું હિન્દુસ્તાન...! નહીં તો આ દેશ યંગીસ્તાન.....મોબ લિચીંગસ્તાન...497 ગયા પછી લગ્નબહારના સંબંધોથી ભરપૂર કામિસ્તાન.... 377 ગયા પછી સમલૈંગિસ્તાન....તો બન્યો જ હશે ત્યાં સુધીમાં.

    બાપુ, પોરબંદરમાં અવતરવા બદલ આભાર અને હાં...હેપ્પીવાલા જન્મદિન મુબારકા હો....!

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ