Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • સુપ્રિમ કોર્ટે દિવાળીની રાત્રે 8થી 10 દરમ્યાન ગ્રીન ફટાકડાં ફોડવાનું ફરમાન કરવા છતાં આજે દિવાળીની બપોરે આ લખાય છે ત્યાર્ અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં ફટાકડાંના અવાજો ગૂંજી રહ્યાં છે. ધૂડુમ....ધડામ...ઢુમ...એવા અવાજો આવી રહ્યાં છે. સંભળાઇ રહ્યાં છે. કોણ રાહ જુએ 8થી 10ના સમયની અથવા એક પરંપરા રહી છે કે વેપારી વર્ગના પરિવારો બિઝનેસના સ્થળે આવ્યાં હોય અને ચોપડા પૂજન કે શુભ મુહુર્તની વિધિ કર્યા બાદ દુકાન કે બિલ્ડિગ બહાર ફટાકડાં ફોડવાની એક પરંપરા રહી છે. જેથી આજુબાજુ ખબર પડે કે હાં દિવાળી ઉજવાય છે. ફટાકડાના આ ધૂમધડાકાના અવાજો સાંભળીને પોલીસ ફરમાનનું પાલન કરવા આમતેમ જઇ રહી હશે પરંતુ ક્યાં ક્યાં પહોંચે. હશે. લોકો દિવાળીમાં ફટાકડાં નહીં ફોડે તો શું બાગબાન વાળા અમિતાભ બચ્ચનની હોલી ખેલે..ના દિવસે ફોડે...!

    વિક્રમ સંવતની દિવાળી આમ તો વર્ષમાં એકવાર આવે પણ સામાન્ય લોકો માટે તો આજની મોંઘવારીમાં રોજે રોજ હૈયાહોળી અને નોકરિયાત વર્ગ માટે પગાર તારીખ એટલે દિવાળી. પણ સાચી દિવાળી એ છે કે જે દિ`વાળે એ દિવાળી. બાકી બધી કાળીધોળી. અરે હાં. કાળીધોળીથી યાદ આવ્યું કાળા ધનને ધોળા કરવાનો દિવસ એટલે નોટબંધી. નવા વર્ષે જ નોટબંધીનો દિવસ છે. બે વર્ષ પૂરા થયાં મિતરોં.....સાંભળ્યાને. એ પછી તો કાને એ શબ્દ પડ્યો નથી. નવી નોટબંધીએ ખબર નથી કે ક્યો શબ્દ પ્રચલિત થશેઃ ભાઇઓ-બહેનો.....? ખબર નથી. હાં પેલા રિઝર્વ બેંકવાળા પટેલભાઇને ખબર છે કે નોટબંધી કોણે કરી. બે વર્ષમાં ગવર્નરની હાલત એવી કરી કે તેમને જોઇને એમ થાય કે આ ગવર્નર છે કે નાણામંત્રાલયના કહ્યાંગરા નાથ..? પટેલ ગવર્નરની દિવાળી બગડી છે. કેમ કે સરકારે કહી દીધુ છે કે સહકાર આપો, 3.50 લાખ કરોડ આપો નહીંતર ચાલતી પકડો રાજનની જેમ....!

    દિવાળી પછી નવુ વર્ષ અને આમ તહેવારોનો સિલસિલો ચાલ્યા કરશે. સામાન્ય માનવી બિચારો પોતાની તેવડ પ્રમાણે તહેવારો જેમ તેમ કરીને મનાવવાના પ્રયાસો કરે છે. અને બિચારો કરે પણ શું...? કેટલી મોંઘવારી.. આ દેશના લોકોને 90 રૂપિયા કરતાં વધુ ભાવે પેટ્રોલ ખરીદવાની ફરજ પડી છે. લોકો તો એમ કહે છે કે ભઇશાબ, સાચી દિવાળી તો એ ગણાશે કે જ્યારે આ સરકારમાં 50 રૂપિયે લિટર પેટ્રોલ મળશે. હાલમાં તો પાંચ રાજ્યોમાં ચૂંટણીઓ છે એટલે પેટ્રોલ અને ડિઝલના ભાવ નીચેની તરફ જઇ રહ્યાં છે. ચૂંટણી પતી કે નીચા ભાવ પણ પત્યા. પછી તો...કચ્ચે તેલ કે ભાવ આસમાનમેં હૈ ઇસલિયે સરકાર ક્યા કરે...એમ કહીને વળી પાછો ભાવ વધારો. દર મહિને ક્યાંક ને કયાંક ચૂંટણીઓ યોજાતી હોય તો...? દિલ્હીવાળાને પણ ગમે. કેમ કે તેઓ તો કાયમ ઇલેકશન મોડમાં જ કાગળ પર મુદ્દા તૈયાર રાખીને બેઠા હોય છે. તેમના દિ`વળી ગયા એટલે તેમના માટે તો ભાઇ બાઇ રોજે રોજ દિવાળી. આજ યહાં તો કલ કહાં...હશે. નશીબના બળિયા.તેમને પણ દિવાળીની શુભેચ્છાઓ તો સાથે તમામ વાચકો અને શુભેચ્છકોને પણ આ પોર્ટલ વતી નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સાલ મુબારક...હાલ મુબારક...!!

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ