Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • કાયદાની અદાલતે જેને 5 વર્ષ જેલની સજા ફટકારી હોય, કાયદેસર રીતે જે ગુનેગાર ઠર્યો હોય અને કોર્ટે જેને સજા જાહેર કરતી વખતે રીઢો ગુનેગાર કહ્યો હોય એ સજા પામેલો કેદી જેલમાં પહોંચે ત્યારે તેને જેલ સુપ્રિ. પોતાની સામે બેસવા દે...? બેસવા દે તો જાણે પોતાનો જમાઇ હોય તેમ તેને પગ લાંબા કરીને.... કાયદો મારું કાંઇ બગાડી શકે તેમ નથી અને જેલ તો મારા ખિસ્સામાં એવા કોઇ તિરસ્કારના ભાવ સાથે પોતાની સામે બેસવા દે કે બેસાડે? એવું થયું છે. એવું રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલમાં થયું છે અને તેના ફોટા પણ પ્રસિધ્ધ થયા છે કે જેમાં 5 વર્ષની સજા પામેલો કેદી મસ્ત રીતે પગ લાંબા કરીને જેલના અધિકારીની સામે બેઠો છે અને જેલ અધિકારીના ચહેરા પર તેનો કોઇ ગુસ્સો નથી. અધિકારીને જાણે કે તે સહજ અને સાવ સામાન્ય લાગે છે. આ સજા પામેલો ગુનેગાર છે ફિલ્મ સ્ટાર સલમાનખાન.

    ફોટો જોયો તમે...? ના જોયો હોય તો ધ્યાનથી જોજો. જેલનો કેદી નંબર-106 ( જો કે કેદી નંબર જેલમાં કેદીની સોંપણી અને નોંધણી બાદ અપાય છે) જેલના અધિકારીની સામે કોઇપણ જાતનો ડર રાખ્યા વગર કઇ રીતે બેઠો છે. જાણે કે બસ કાલે તો જામીન થઇ જશે અને આ બધા તો મારા ખિસ્સામાં છે ખિસ્સામાં. એમને ખબર નથી કે આખી દિલ્હી મારા ખિસ્સામાં છે...!! 5 વર્ષની સજા પામેલા અન્ય કોઇ કેદીને જેલના અધિકારી આ રીતે પોતાની સામે બેસવા દે ખરા..? રામ...રામ....હરામ બરાબર જો પોતાની સામે ઉભા પણ રહેવા દે. બોચીમાંથી પકડીને લઇ જાય. પણ આ તો.... ફિલ્મ સ્ટાર. સત્તાધીશોની સાથે પતંગો ઉડાડનાર. બીગબોસ. હીટ એન્ડ રન કેસમાં નીચલી કોર્ટે સજા ફટકારી અને ફટાફટ ઉપલી કોર્ટમાં જામીન પર. સૈયા ભયે કોતવાલ...ભૈયા અબ ડર કાહે કા....!! પણ પેલી અબોલ જીવ હિરણનો જીવ લીધો તેની હાય એવી લાગી કે સલમાનને 5 વર્ષની સજા થઇ. જામીન પર ભલે છુટી જશે. પણ આ હિરણ તેને છેક સુપ્રિમ કોર્ટ સુધી ઢસડીને લઇ જશે. જેમ ટાડા કેસમાં સંજયદત્તને આખરે જેલ ભોગવવી પડી ત્યારે પેલી એકે-46 એસોલ્ટ રાઇફલે તેનો પીછો છોડ્યો. તેમ આ વંઠેલ નબીરાએ પણ આજે નહીં તો કાલે જેલમાં સજા કાપવી જ પડશે. આ નબીરાને સમજાઇ ગયું હશે કે કોણે તેનો ક્યાં કઇ રીતે યોગ શિખવાડ્યા વગર ઉપયોગ કરી નાંખ્યો અને તેને બચાવવાના કોઇ પ્રયાસ ના થયાં...!! યે તો પબ્લીક હૈ...યે સબ જાનતી હૈ.... પણ ના જાણ્યું બોડીગાર્ડ શેરાના શેરખાને...!! શેરખાન મિંદડી બની ગયો? ના એવું નથી. જો એવું હોત તો તે જેલમાં ખુરશીમાં બેઠો ના હોત પણ બે હાથ જોડીને અથવા બે હાથ પાછળ રાખીને માથુ નીચે રાખીને ઉભો હોત...!!!

    ટીવી મિડિયાએ પણ આખો દિવસ- યે દેખિયે..સલમાનકી દોનો બહેનો કા રો... રો.... કર બુરા હાલ હો ગયા હૈ....,સલમાન કે બાંયે હાથમેં જો લકી બ્રેસલેટ હૈ...જાનિયે ઉસકા અબ ક્યા હોગા....જેલમેં વહ લકી બ્રેસલેટ કહા રખા જાયેગા....ઔર યદી યહ જેલસે ગુમ હો ગયા તો ક્યા હોગા સલમાન કી ફિલ્મો કા...!!!! આવા બધામાં સમય બરબાદ કરવાને બદલે દલિત આંદોલનમાં માર્યા ગયેલા 9 યુવાનોની બહેનોની-માતાઓની-ભાઇઓની-પિતાની શું હાલત થઇ તે બતાવ્યું હોત તો...? ના એવું તો ના બતાવે . એમાં થોડી કાંઇ ટીઆરપી વધે. ટીઆરપી તો ત્યારે વધે કે જ્યારે- બતાઇયે....કબ હોગી સલમાનખાન કી શાદી...કૌન હોગી ઉનકી દુલ્હનિયા.....એમાં ટીઆરપી વધે. બીજા બધા તો ઠીક ગાજર-મૂળા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ