Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • પૂર્વ સંપાદક એમ.જે. અકબર હવે મંત્રીમાંથી પૂર્વ મંત્રી બની ગયા છે. સરકારમાંથી તેઓ ઘરભેગા થઇ ગયા છે. જુનિયર વિદેશ મંત્રી તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે તેઓ કેટલીવાર વિદેશ પ્રવાસે ગયા એ તો તેઓ બન્ને યા તો અકબરના સિનિયર સુષ્મા સ્વરાજ જાણે. જુલાઇ, 2016માં જ્યારે તેઓ મોદી સરકારમાં જોડાયા ત્યારે તેમને કલ્પના પણ નહીં હોય કે એક દિવસ #MeTooના કારણે તેમને મંત્રીપદનો ના છૂટકે ત્યાગ કરવો પડશે. ભારતમાં મી ટૂમાં પ્રથમ બલિ ચઢનાર તરીકે અકબરનું નામ લખાઇ ગયું છે. જાતિય શોષણના આરોપસર મોદી મંત્રીમંડળમાંથી કોઇને નિકળી જવુ પડ્યું હોય તેવા તેઓ પ્રથમ મંત્રી પણ બની ગયા છે. અગાઉના અકબર ધી ગ્રેટ તરીકે ઓળખાય છે અને આ અકબરને ધી મી ટૂ તરીકે ઓળખાશે. નવી પરિભાષામાં કહીએ તો તેમના નામની સાથે હવે મી ટૂ નું ટેગ લાગી ગયું છે.

    ચારેકોરથી ભારે ટીકાઓ થઇ અને સરકારના પ્રિય રાહુલ ગાંધી પણ બોલ્યા ત્યારે અકબર માટેનો નિર્ણય લેવાયો હશે. આમ તો પાંચ રાજ્યોમાં ચૂંટણીઓ યોજાવાની છે. તારીખો પણ જાહેર થઇ ગઇ છે. ચૂંટણીમાં રાહુલ રાફેલ વિમાનમાં બેસીને મોદી સરકાર સામે અંબાણીની સાથે અકબરરૂપી મિસાઇલો છોડે તે પહેલાં અકબર પૂર્વ મંત્રી બની ગયા કે બનાવી દેવાયા. મંત્રીમંડળમાં પાછા ક્યારે લેવાશે? 2019માં નક્કી થશે. જો કે લાગતું તો નથી. ત્યાં સુધીમાં ભાજપને કોઇ બીજો લઘુમતિ ચહેરો મળી ગયો હશે. એટલે કદાજ અકબરના ભાગે તો ભાજપ માટે સોરી વડાપ્રધાન માટે અંગ્રેજીમાં પ્રેસનોટ તૈયાર કરી આપવાનું કામ કરવું પડે તો પણ નવાઇ નહીં. (કેમ કે ગુજરાતી માટે તો જગદીશ ઠક્કર છે જ) ત્યાં સુધી બાબા અકબરે એકાંતમાં બેસીને પેલી બદનામી વાળી યાદી માનસિક રીતે જોઇ લેવી જોઇએ કે ખરેખર 20 હતી કે પછી વધારે..? કોઇ ભૂલ તો થતી નથીને...?!

    પાપ છાપરે ચઢીને પોકારે...એ જુનું થયું. હવે તો પાપ હેસટેગિયા મી ટૂના ખભે બેસી લપકારા મારે....એ નવી કહેવત બનવી જોઇએ. અકબરની જેમ બીજાઓ ઉપર પણ આવનારા સમયમાં આ હેસટેગિયાનું ચક્ર ફરી વળવાનું છે. કોણ કોને બચાવશે..?! મી ટૂ...માત્ર નામ કે વિશેષણ નથી રહ્યું. મી ટૂ.....હવે રાફેલિયા મિસાઇલ બની રહી છે. જેને રાફેલ સાથે કે ફ્રાન્સ સાથે કાંઇ લેવા દેવા નથી. હાં, વિદેશ સાથે જોડાણ ખરૂ. એ વિદેશમાંથી આવેલી એક એવી ઝૂંબેશ છે કે જે મહિલાઓને મજબૂત બનાવવા માટે છે. અકબર પિડિત પ્રિયા રામાનીને હવે કેટલી માનસિક શાંતિ અને તાકાત મળી રહી હશે, નહીં..?

    મી ટૂને જોતા રાજકીય પક્ષોએ હવે ઉમેદવારો પાસેથી ગુનાઓ કર્યા નથી...એવું લખાણ લેવાની સાથે હવે તેમાં વધુ એક ફકરો ઉમેરવો પડશે કે હું કોઇ મીત કે મિતવાના #મી ટૂમાં સંડોવાયેલો, લપેટાયેલો કે આળોટાયેલો નથી....! મોડે મોડે પણ સરકારે પિડિતાની વાત સાંભળી. હવે કોઇ બીજા મંત્રીની સામે એવું કાંઇ સળગતું મી ટૂ ટૂં...ટૂં..ટૂં... કરીને ના આવે તો સારૂ. કમ સે કમ લોકસભાની ચૂંટણીઓ સુધી તો નહીં જ, એમ પાર્ટીમાં કોઇ વિચારતા હોય તો તે સ્વાભાવિક છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ