Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • રાજકોટના શાપર-વેરાવળ ગોડાઉનમાં રાખેલી સરકારી મગફળી એટલે કે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદેલી મગફળીના જથ્થામાં આગ લાગતા કરોડોની મગફળી ખાખ થઇ ગઇ છે. તપાસમાં કારણ એ બહાર આવ્યું કે ગોંડલના ગોડાઉનમાં મગફળીના જથ્થામાં જેમ વેલ્ડીંગ કરતી વખતે તણખો ઝરતા આગ લાગી એમ શાપરમાં પણ વેલ્ડીંગ કરતી વખતે એ જ રીતે આગ લાગી છે...!

    ગોંડલમાં 40 કરોડની મગફળી ખાખ થઇ ગઇ. શાપરમાં પણ 10 કરોડની મગફળી આગમાં નાશ પામી. શાપરની આગ માટે તો પાણી પણ ખૂટી પડ્યું હતું. બન્ને આગની ઘટનામાં આગ લાગવાનું કારણ એક સરખું બહાર આવ્યું છે. ખેડૂત આલમ અને રાજકારણમાં આ આગની ઘટનાઓને લઇને એવી કાનાફૂસી થઇ રહી છે કે આ સરકારી મગફળી ખરેખર કોને ફળી..? કોઇ ખોટી ખરીદી કરનારને..? મગફળી ઓછી અને માટી વધારે એવી ગુણીઓ પધરાવનારને..? આખરે કોઇને તો ફળી હશે આ મગફળી.

    સરકારે હજારો કરોડો રૂપિયાની મગફળી ખરીદી છે ખેડૂતો પાસેથી આ વર્ષે. તેને રાખવા માટે ગોદામ ખૂટ્યા તો ભાડેથી રાખ્યા. પણ તેની સલામતી માટે ધ્યાન ન આપ્યું અને બન્ને કિસ્સામાં વેલ્ડીંગ અને વેલ્ડરના માથે દોષનો ટોપલો નાંખવામાં આવ્યો. જેમણે બાજીગરી કરી એ મોટા મોટા વેલડરો ક્યાં અને કેવા અને કોની સાથે સાંધા મારી રહ્યાં છે તે ક્યારે બહાર આવશે..? સરકારમાં પ્રજાના નાણાં પ્રત્યેની કોઇ ગંભીરતાનો અભાવ જણાય છે આ બન્ને કિસ્સામાં.

    શાળાના ઓરડા માટે 50 કરોડ નહીં હોય પણ 50 કરોડની મગફળી તેમાંથી તેલ કાઢીને રેશનીંગ દુકાનેથી કોઇ બીપીએલ પરિવારના રસોડે સુધી પહોંચે તે પહેલાં ખાખ થઇ ગઇ છતાં નામ પૂરતી તપાસ. અને તપાસમાંથી નિકળી-એક જ થીયરી, વેલ્ડીંગના આગના તણખા...!! હવે પછી કોઇ ગોડાઉનમાં આવી આગ લાગે તો પોલીસ તપાસ કરવાની જરૂર નહીં રહે-કારણ ? આગ લાગી વેલ્ડીંગના તણખાંમાંથી. વાર્તા પૂરી. સરકાર આમાં વધુ તપાસ કરશે તો મોટા વેલ્ડરો પકડાશે. નહીંતર તો જેઓ વેલ્ડીંગ કામ કરે છે એ તો છે જ. મગનું નામ મરી ભલે ના પડે પણ મગફળી તો સળગે...સળગે....અને સળગે....! સળગેલી નહીં પણ પાણીમાં પલળેલી મગફળી સુકવીને પશુદાણમાં ઉપયોગમાં લેવાશે કોઇ અબોલની આંતરડી તે ઠરશે.

    ગોડાઉન કે બિના મેરે મગફળી અધૂરી હૈ,

    મગફળી હૈ તો વેલ્ડર કે બિના અધૂરી હૈ,

    વેલ્ડર હૈ તો આગ કે તણખે કે બિના અધૂરા હૈ..

    મેરી તો સરકાર ભી અધૂરી હૈ...!

    હે અયોધ્યા કે રામ... હૈ નેપાલકી સીતામૈયા...

    ઓ શાબજી હમકા માફી દઇ દો...

    ફળી ફળીને આ મગફળી આખરે કોને ફળી....!!!!

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ