Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ઔરંગઝેબ. ના આ ઔરંગઝેબ બાદશાહની વાત નથી પણ બાદશાહ ના બાદશાહ એવા વીર જવાનની વાત છે કે જેની કાશ્મીરમાં આતંકીઓએ હત્યા કરી નાંખી. ઈદ મનાવવા ઘરે જઇ રહેલા ભારતીય સેનાના આ જવાનનું અપહરણ કરીને નજીકના જંગલમાં લઇ જઇ તેની હત્યા કરતા પહેલા તેને યાતનાઓ આપવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.

    આ જવાને કેવી કેવી યાતનાઓ ભોગવી એતો બિચારો એ જ જાણે પણ તેની સાથે જે થયું તેના વિશે આપણી સેનાના વડા શ્રીમાન બિપિન રાવત કાંઈ બોલ્યા નથી. કારણ ? એ તો તેઓ જાણે. પણ આપણી સેનાના આ જવાનનો વાંક એટલો જ હતો કે તેણે સેનાની જે ટુકડીએ કેટલાક આતંકીઓને ઠાર કર્યા તેમાંનો તે એક હતો. આતંકીઓએ તેનો બદલો લેવા તેને ઈદ પહેલા ઉઠાવી ગયા અને તેના પર અમાનુષી અત્યાચાર ગુજરી તેની વિડિયો બનાવી કદાજ સત્તાવાળાને મોકલ્યો પણ હશે. આ જવાનનું આખું શરીર ગોળીઓથી ચારણી કરી નાંખ્યું. તેના પિતા પણ ભારતીય સેનામાં હતા. પોતાના પુત્ર સાથે જે થયું તે જોઈને માત્ર ઔરંગઝેબના જ નહીં પણ કોઈપણ પિતા હચમચી જાય.

    ઔરંગઝેબ ને ઉઠાવી ગયા તે પહેલા સરહદે આપણા ૨-૩ જવાનો શહીદ થયા હતા. તેજ વખતે વડાપ્રધાન મોદીએ પોતાનો ફિટનેસવાળો વિડિયો જાહેર કર્યો. સરકારી તંત્ર દ્વારા તેમને સરહદે સૈનિકો માર્યા ગયાની જાણ કદાચ નહિ કરી હોય.

    સેનાના જવાન ઔરંગઝેબની કરપીણ હત્યાના પગલે સેનાના વડાએ ખરેખર તો એ જવાનના ઘરે જઈને તેમના પિતાને દિલાસો આપવો જોઈતો હતો. જેથી આતંકીઓમાં એક એવો મેસેજ જાત કે ભારતના લશ્કરી વડા એક સામાન્ય જવાન ને કેટલું માન અને મહત્વ આપે છે. અને ઘટના પણ એવી હતી કે આ જવાનની સાથે જે થયું તે તેની ફરજના ભાગ રૂપે આતંકીઓને ઠાર કર્યા તેનું વરવું પરિણામ હતું. આતંકીઓએ આ જવાનની હત્યા કરીને આતંકીઓ સામે લડતા જવાનો ને ડરાવવાનો પ્રયાસ કર્યો કે જેવા હાલ ઔરંગઝેબના થયા એવા તમારા પણ થશે...... એવા સમયે લશ્કરના વડા સહીત ગૃહમંત્રી અને મંત્રીઓએ તેના ઘરે જઈને આતંકીઓ સાંભળે તેમ કહેવું જોઈતું હતું કે ઔરંગઝેબ ની શહાદત એળે નહિ જાય અને જેમણે આ ઘાતકી હત્યા કરી છે તેને પાતાળમાં પણ છોડવામાં નહિ આવે. પરંતુ એવું ના થયું. કેમ? લશ્કર જાણે.

    આપણા લશ્કરના વડા આમ તો ઘણી બધી બાબતોમાં ઘણું બધુ કહે છે. આતંકીઓને પડકારે છે. જવાનોને જોમ જુસ્સો ચઢાવે છે. પરંતુ અગાઉ ઘણું કહીને અત્યારે જ્યારે આ જવાનના મામલે આતંકીઓ અને દુશ્મન દેશને પડકારવાની તક મળી ત્યારે તેઓ આ તક ચુકી ગયા. આજે ઔરંગઝેબ નામના જવાનને મારી નાંખવામાં આવ્યો કાલે અન્ય કોઈ એ જવાનની હત્યા થઇ શકે કે જે કાશ્મીરમાં આતંકીઓ સામે બંદૂકો ચલાવીને તેના ઘરે જઇ રહ્યો હોય તો તેની સાથે ઔરંગઝેબ જેવું થઇ શકે. જો એવું જ થયા કરશે તો પછી આતંકીઓની સામે બંદુક ચલાવવા કયો જવાન હિમત કરશે...?

    ઘટના નાની નથી. આપણા જવાનોનું નૈતક -મનોબળ તોડી પાડવાનું એક સમજી વિચારી કરેલું ઘાતકી કૃત્ય છે. લશ્કરનું આઈબી કદાચ તેની ગંભીરતા સમજતું હશે અને એવો ખાનગી રીપોર્ટ પણ આપ્યો હશે. લશ્કર દ્વારા હવે મીડિયાને ઘણી માહિતી અપાય છે જેમ કે આતંકીઓએ હુમલો કર્યો હોય ત્યારબાદ એ હુમલો કરનાર આતંકીને ઠાર કરાય ત્યારે લશ્કરી બ્રીફિંગ- હમને બદલા લિયા. આવુ ઘણીવાર બ્રીફિંગ થયું છે. એક જવાનની ઘાતકી હત્યા કરનારાઓને વીણી વીણી ને મારવામાં આવશે તો જ ઔરંગઝેબ ના વ્યતિથ પિતાને પોતાના હાથમાં બંદુક ઉઠવાની જરૂર નહિ પડે.

  • પર્વ જવાનોની વચ્ચે ઉજવનાર ફિટનેસમાં ફીટ છે. સાહેબ, વિરાટ કોહલી તો નવરો છે. એને ક્યાં દેશ ચલાવાનો છે. એને ક્યાં કમાવાની ચિંતા છે. તમારે તો દેશ ચલાવાનો છે. એક પણ રજા લીધા વગર કામ કરીને પગાર લેવાનો છે. લોકોના મતો લેવાના છે. ફરીથી સરકાર બનાવવાની છે. વિરાટ અને વિરાટભાર્યા પોતાના વોટ આપવા નહિ જાય તો વિ.- અ.ને કોઈ નુકશાન નથી પણ આ ફિટનેસના ચક્કરમાં જો મતોનું ફિટનેસ બગડ્યું તો રાહુલબાબા એન્ડ મ.મા.અ.ચં.લા. તૈયાર જ છે. મ કહેતા મમતા,મા કહેતા માયાવતી, અ કહેતાં અખિલેશ , લા કહેતા લાલુપ્રસાદ. આ બધા પોતાના હાથમાં મતદારરૂપી માછલાં પકડવાની જાળી લઈને તૈયાર જ છે.
  • .

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ