Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • કર્ણાટકના નાટકનો એક અંક ભજવાઇ ગયો. હવે કુમાર અને તેના સ્વામી કોંગ્રેસના મેલાપીપણામાં મોરચાની સરકાર રચાશે. કર્ણાટકના આ આખા નાટક માં જાણે- અજાણે ગુજરાતના હસમુખા સ્વભાવના, જો કે તેમનું નામ હસમુખ નહીં પણ વજુભાઈ છે તે કારડીયા રજપૂત સમાજના વજુભાઇ રાજ્યપાલ વાળા બનવાને બદલે ભાજપ વાળા બનવા ગયા અને તેમની વર્ષો જૂની પ્રતિષ્ઠા ખરડાઈ ગઈ. તેમના સફેદ વસ્ત્રો પર કેસરી દાગ લાગી ગયો. બેંગલુરૂમાં દિલ્હી વાળા ની ચાર વર્ષની ફિલ્ડિંગ કામે આવી ન આવી અને વજુભાઇ દેશ આખામાં જાણીતા થઇ ગયા. આમ તો વગાવાઇ ગયા પણ એવુ કહેવાય નહીં.

    યેદુરપ્પા નું રાજકીય નાટક આમ તો 55 કલાકમાં પૂરું થઈ ગયું પણ 75 વર્ષના વજુભાઈએ ધોળામાં ધૂળ નહીં પણ કાવેરી નું પાણી નાંખ નાંખ કર્યું એમાં તેઓ વિરોધ પક્ષના વેરી બની ગયા. કોઇએ વળી તેમની સરખામણી પાલતુ પ્રાણી સાથે પણ કરી નાંખી. વાળાએ તો વફાદારી બતાવી પણ યેદુ અને સંગઠનની ઉચ્ચસ્તરીય ટીમ પોતાની પાસે તમામ તપાસ એજન્સીઓ હોવા છતાં કોંગ્રેસના 5-10 સભ્યો તોડી ના શક્યા તેમાં વજુભાઇ હું કરે....લે. એવુ તે કાંઇ હાલે...!!

    વજુભાઇની પ્રસિધ્ધિ રાજકોટ અને ત્યારબાદ ગુજરાત અને 2014થી કર્ણાટક સુધી સિમિત. પણ 15મી મેના રોજ રાજ્યપાલ તરીકે તેમણે પોતાની વિવેક બુધ્ધિનો ઉપયોગ કરીને ભાજપને આમંત્રણ આપ્યું સરકાર બનાવવા તેના પગલે વજુભાઇને હવે ગામ આખુ એટલે કે દેશ આખુ ઓળખી ગયું કે આ જ છે વજુભાઇ વાળા છે 15 દિવસનો સમય આપવા વાળા.. વજુભાઇ વાળા ભાજપ વાળા બનવા ગયા તેમાં વગોવાઇ ગયા. છેક સુપ્રિમ કોર્ટે પણ તેમના નિર્ણયની સમીક્ષા કરી અને જાહેર કર્યું કે 15 દિવસનો સમય ખોટો આપ્યો, 24 કલાકમાં જ પૂરવાર કરે બહુમતિ. અને તેમાં સર્જાઇ બધી ગરબડો.

  • કેમ આમ કર્યું અને હવે પ્રતિષ્ઠા ખરડાઇ ગઇ છે ત્યારે તેઓ રાજ્યપાલપદેથી રાજનામુ આપશે કે આપી દેવુ જોઇએ...તેની ચર્ચા થઇ રહી છે. જો કે વજુભાઇનો સ્વભાવ જ એવો. 2001માં રાજકોટની બેઠક ખાલી કરવાનું કહ્યું તો તરત જ હસતા હસતા ખાલી કરી. મંત્રીમંડળમાંથી પક્ષના પ્રદેશ પ્રમુખ બનવા કહ્યું તો બંદા તૈયાર. પછી કહેવાયું કે વિધાનસભાના અધ્યક્ષ બનો.. તો પણ બંદા તૈયાર. પછી તેમને 2014માં કહેવામાં આવ્યું કે રાજ્યપાલ બનો..તો પણ તૈયાર. 4 વર્ષે તેમને મેસેજ અપાયો-યેદુને આમંત્રણ આપો....યસ સર..એંગ્લો-ઇન્ડિયનને નોમિનેટ કરો. યસ સર...અને છેવટે ભાજપવિરોધીઓને સરકાર બનાવવાનું આમંત્રણ આપવું પડ્યું. ગમ્યું તો નહીં હોય તેમને. પણ છૂટકા ભી તો નહીં થા.
  • પોતાની આકરી ટીકા બાદ રાજીનામુ કે નારાજીનામુ આપવુ એ તો તેમણે નક્કી કરવાનું છો પણ તેમના આ નિર્ણયોના પગલે હવે મિડિયા અને ભાજપ વિરોધી પક્ષોને મધ્યપ્રદેશ તરફ નજર કરવાની ફરજ પાડી છે. જો ત્યાં પણ વિધાનસભા ચૂંટણી પરિણામ બાદ આવી જ રાજકીય સ્થિતિ સર્જાય તો આમંત્રણ તો મળશે ભાજપને જ. અને તે વખતે પણ મધ્યપ્રદેશમાં કર્ણાટકવાળી થવાની શક્યતા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ