પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ હવે ક્યારેય ચૂંટણી લડી શકશે નહી. સુપ્રીમ કોર્ટે નવાઝ શરીફના આજીવન ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવ્યો છે. નવાઝ શરીફ પર ચૂંટણીમાં ખોટી માહિતી આપવાનો આરોપ હતો. આ સાથે જ હવે તે પોતાની પાર્ટીના અધ્યક્ષ પણ નહી બની શકે. 28 જુલાઇના રોજ પાકિસ્તાન સર્વોચ્ચ કોર્ટના નિર્ણયમાં નેશનલ એસેમ્બલીના સભ્યના રૂપમાં અયોગ્ય ઘોષિત કરવામાં આવ્યા હતા.