Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • પેટ્રોલ-ડિઝલ વાયબ્રન્ટ અર્થતંત્ર માટે એક અનિવાર્ય અંગ કે ચીજ-વસ્તુ બની ગયા છે. તેના વિકલ્પે ઇલેક્ટ્રીક વાહનોની નવી હારમાળા આવી રહી છે. પણ ધીમે ધીમે. ભારતમાં ઇ.વાહન યુગને હજુ વર્ષો લાગશે. શરૂઆત થઇ ગઇ છે. ટૂંક સમયમાં આપણને ભારત સરકારમાં સરકારી વાહનો પેટ્રોલ કે ડિઝલ વાળા નહીં પણ બેટરીવાળા દોડતા જોવા મળશે. પરંતુ ત્યાં સુધી તો પરંપરાગત ઇંધણ પેટ્રોલ અને ડિઝલ પર જ આધારિત રહેવું પડશે.

    પેટ્રોલ-ડિઝલના ભાવ નક્કી કરવાની સત્તા સરકારે પોતાના હાથમાં રાખી છે. કેન્દ્રના નાણામંત્રી અરૂણ જેટલીએ ઘણાં સમય પછી કોંગ્રેસના રાહુલ ગાંધી અને પેટ્રોલ-ડિઝલ પરની એકસાઇઝ ડ્યુટી ઘટાડવાની માંગ કરનારાઓને બરાબરના આડે હાથે લઇને ફટાફટ મૂઢ માર,ગડદાપાટૂનો માર કે જે કંઇ પણ હુમલો હોય તે કરીને કરોડો લોકોના મોઢે હાથ લાંબો કરીને કહી દીધુ- કહ્યું ને,,પેટ્રોલ ડિઝલના ભાવ નહીં ઘટે.... જાઓ. પહેલા ઇમાનદારી બતાવો...ટેકસ ભરો. બીજી કોઇ વાત નહીં.......

    જેટલીને હવે ગુજરાત સાથે કોઇ રાજકીય સંબંધ નથી તે સૌની જાણ માટે. કેમ કે તેઓ હવે ગુજરાતના નહીં યુપીના રાજ્યસભાના સાંસદ છે. આ તો એક આડ વાત.

    નાણામંત્રીને પોતાની તિજોરી ની ચિંતા હોય તેમ પેટ્રોલ-ડિઝલનો વપરાશ કરનારાઓને પણ પોતાના ખિસ્સાની ચિંતા હોય તે સ્વાભાવિક છે. પણ 2014 પહેલા જ્યારે યુપીએના રાજમાં પેટ્રોલ અને તેના ભાઇ ડિઝલના ભાવ વધતા ત્યારે જેટલી અને તેમની ટીમ તેને સરકારની નિષ્ફળતા ગણાવીને ધારદાર દલીલો કરતા હતા..... આ સરકારને કાંઇ આવડતું નથી, મીસ મેનેજમેન્ટ છે, ભાવ કેમ ના ઘટે...? એવું બધુ. અને જ્યારે પોતાનો વારો આવ્યો ત્યારે કહે છે કે ભાવ તો વધારવા જ પડે ને. ભાવ નહીં વધારીએ તો સરકારને આવક ક્યાંથી થાય..? સરકારને આવક ના થાય તો સરકાર કઇ રીતે ચાલે.....!

    આ તો એવું છે કે યુપીએના રાજમાં પેટ્રોલ-ડિઝલના ભાવ વધે તો વેરી બેડ... વેરી બેડ... અને એનડીએના રાજમાં વધે તો વેરી ગુડ....વેરી ગુડ...! એવું મેજીક તો જેટલી અને તેમની ટીમ જ કરી શકે. યુપીએ સરકાર પણ પોતાની આવક માટે જ ભાવ વધારતી હતી. પણ તે વખતે ભાવ એટલા ઉંચા નહોતા. આ સરકારમાં તો અમદાવાદના વાહનચાલકોએ લગભગ 80 રૂપિયાની નજીક સુધી ભાવ પહોંચ્યા હોય તે ભાવે (આમ તો ના ભાવે....80 રૂપિયાનો ભાવ કોને ભાવે કહો જોઇએ..) પેટ્રોલ પૂરાવ્યો છે. ચૂંટણીઓ આવે એટલે ડાહી ડાહી વાતો શરૂ થાયઃ હાં હમ સોચ રહે હૈ કી પેટ્રોલ-ડિઝલ કો જીએસટીમેં લાયેંગે..ચૂંટણીઓ પૂરી વાર્તા પણ પૂરી. પછી એ મંત્રી આ મુદ્દે ના બોલ્યા અને હવે બોલ્યા અરૂણ જેટલી. શું બોલ્યા..નહીં ઘટે ભાવ. જાઓ થાય તે કરી લો તમારાથી. જેટલીનો આ ચમકારો થયા પછી કેટલાકે ગૂગલ પર સર્ચ કર્યુ- લોકસભાની ચૂંટણીઓ ક્યારે છે.....!!!!

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ