વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 3.15 મિનિટના વિડીયોને ટ્વીટ કરી પોતાની સરકારનું ચાર વર્ષનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું હતું. આજની તારીખે કેન્દ્રમાં મોદીએ ૨૦૧૪માં પીએમપદે શપથ લીધા હતા. કેન્દ્ર સરકારના ચાર વર્ષ પુરા થવા પર પીએમ મોદીએ શનિવારે ત્રણ ટ્વીટ કર્યા હતા, જેમાં તેમણે એક વીડિઓ પણ ટ્વીટ કર્યો હતો. આ વીડિઓમાં મોદી સરકારની યોજનાઓ વિશે બતાવવામાં આવ્યું છે.