Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રેલવેએ તામિલનાડુની કોચ ફેક્ટરીમા ટ્રેન-૧૮ નામની એક એસી ટ્રેન બનાવી છે. ટ્રેન-૧૮ એન્જિન વગર ૨૨૦ કિ.મી.ની ઝડપે દોડી શકશે. સંપૂર્ણ રીતે કમ્પ્યૂટરીકૃત આ ટ્રેનને ખાસ રીતે બુલેટ ટ્રેનના મોડલને આધારે બનાવવામાં આવી છે. ટ્રેન બનાવવા પાછળ ૧૦૦ કરોડનો ખર્ચ થયો છે અને ૧૮ મહિનાનો સમય લાગ્યો હતો. ટ્રેનના રેકને તૈયાર કરનાર ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરીના મહાપ્રબંધક સુધાંશુ મણિએ જણાવ્યું કે આ ટ્રેનમાં ૧૬ એસી કોચ અને બે એક્ઝિક્યુટિવ કોચ ફિટ કરવામાં આવ્યાં છે. આ ટ્રેન તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ સજ્જ છે.
ભારતમાં ટ્રેન બની એટલે ૭૦ કરોડ બચી ગયા
ટ્રેન-૧૮ કલાકના ૧૬૦થી ૨૨૦ કિ.મી. સુધીની ઝડપે દોડી શકે છે. ટ્રેનના દરેક કોચમાં ટોબ્ બેકની સુવિધા પણ રાખવામાં આવી છે. મેક ઇન ઈન્ડિયા અભિગમને આધારે બનાવીને વિદેશી ટેક્નોલોજીનો ટ્રાન્સફર ખર્ચ અને સમય બચાવવામાં આવ્યો છે. જો આ ટ્રેનને વિદેશથી આયાત કરવામાં આવે તો તેનો ખર્ચ ૧૭૦ કરોડ થવા જાય છે પરંતુ ભારતમાં માત્ર ૧૦૦ કરોડમાં બનાવવામાં આવી છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ