પેટીએમના માલિક વિજય શેખર શર્માનો પર્સનલ ડેટા ચોરી કરીને રૂ. 20 કરોડની ખંડણી માંગવાની ઘટના સામે આવી છે. વિજય શર્માના અંગત ડેટા કંપનીના જ ત્રણ કર્મચારીઓએ ચોરી લીધા હતા અને ત્યારપછી વિજય શેખરને બ્લેકમેલ કરવામાં આવતાં હતા. આ બાબતે નોઈડાના સેક્ટર 20માં ફરિયાદ નોંધાવામાં આવી હતી. પોલીસે બ્લેકમેલ કરનાર ત્રણેય આરોપીની ધરપકડ કરી લીધી છે. તેમાં એક મહિલા પણ સામેલ છે. જે વિજયની સેક્રેટરી છે.
નોઈડાના એસએસપી અજય પાલ શર્માના જણાવ્યા પ્રમાણે વિજય શર્માએ તેમને ફરિયાદ કરી હતી કે કોઈ તેમને બ્લેકમેલ કરી રહ્યું છે. વિજય શર્માએ જણાવ્યું કે, 20 સપ્ટેમ્બરે જ્યારે તેઓ જાપાનમાં હતા તે જ સમયે તેમને થાઈલેન્ડના કોઈ નંબર પરથી ફોન આવ્યો. તે વ્યક્તિએ દાવો કર્યો કે વિજય શર્માના અંગત ડેટા તેની પાસે છે. તે ડેટાના બદલામાં તેમણે રૂ. 20 કરોડની ખંડણી માગી હતી. તે સાથે વિજય શર્માને ધમકી આપવામાં આવી હતી કે જો તેઓ રૂ. 20 કરોડ નહીં આપે તો તેમના અંગત ડેટા જાહેર કરી દેવામાં આવશે. તેના કારણે વિજય શેખરની ઈમેજ ખરાબ થઈ જશે.