Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • દેશની આઝાદી માટે જે તે સમયે હજારો-લાખો લોકોએ પોતપોતાની રીતે યોગદાન આપ્યું હતું. રાષ્ટ્રપિતા ગાંધીજીએ સત્ય અને અહિંસાનો માર્ગ અપનાવ્યો તો સુભાષચંદ્ર બોઝ દ્વારા અંગ્રજોની સામે લડવા બંદુક ઉઠાવવામાં આવી. ગાંધીજીને બોઝનો માર્ગ પસંદ ના આવ્યો તે જગ જાહેર છે. સુલતાના ડાકુએ પણ એમને જ લૂંટ્યા કે જેઓ અંગ્રેજોના મળતિયાઓ હતા અને અંગ્રેજોની સાથે મળીને ગરીબોનું શોષણ કરતા તેવા રાય બહાદુરોને લૂંટતા. સુલતાનાને આ રાયબહાદુરો પ્રત્યે એટલી નફરત હતી કે તેમણે પોતાના પાલતુ કૂતરાનું નામ રાયબહાદુર રાખ્યું હતું..! છારા-સાંસી કે ભાન્તુ અસલ રાજપૂત અને મહારાણા પ્રતાપને આદર્શ માનતા તેનો વધુ એક પૂરાવો એ પણ છે કે સુલતાના પાસે એક ઘોડો હતો અને તેનું નામ તેમણે મહારાણા પ્રતાપના ઘોડાના નામ ચેતક પરથી જ રાખ્યું હતું.

    અંગ્રેજોની ગુલામી વખતે અન્ય ઘૂમતુ-ભટકતી સંખ્યાબંધ જાતિઓની સાથે છારા-સાંસી સમાજના તે વખતના લોકોએ પણ પોતાનો યથાયોગ્ય ફાળો આપ્યો જ છે. તેઓ સ્થાયી નહોતા. એક ગામથી બીજે ગામ રઝળપાટ કરતા. તે વખતે આઝાદીના કેટલાક લડવૈયાઓ પોતાના સંદેશાઓ ફેલાવવા અને પહોંચાડવા આ સમુદાયનો ઉપયોગ કરે છે એવી જાણ તે વખતના અંગ્રેજોને તેમના પીઠુઓએ કરી. અને તેમને અપરાધી જાતિઓ જાહેર કરીને તેમને જ્યાં મળ્યાં ત્યાં જ ઓપન જેલ બનાવીને તેમને કેદમાં નાંખ્યા. શું સુલતાનાને આઝાદીના લડવૈયા કહી શકાય? આઝાદીની ચળવળમાં શું છે દેશની વિચરતી જાતિઓનો ફાળો..? આ અંગે આ સાંસી સમાજના એક અગ્રણી શું કહે છે?

    તેમનું નામ અમરસિંગ ભેડકૂટ છે. મૂળ પંજાબ-હરિયાણાના. હાલમાં મહારાષ્ટ્રના નાંદેડના હડગાંવમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ચીફ મેનજર છે. તેમણે પણ આ સંદર્ભમાં સારૂ એવું સંશોધન કર્યું છે. આ લખનાર સાથેની વાતચીતમાં તેઓ ઇતિહાસ પર એક નવો પ્રકાશ પાડતા કહે છે કે, વાસ્તવમાં તાત્યા ટોપે, મહારાણી લક્ષ્મીબાઇ-ઝાંસી , બહાદુરશાહ જફર વગેરે પોતપોતાના હિત ખાતર અંગ્રેજો સામે હતા. વાસ્તવમાં 1857માં ભારતમાં અંગ્રેજો સામે જે પ્રથમ બળવો થયો તેની મોટા પાયે તૈયારીઓ તે વખતની ઘૂમતુ કબિલાઓએ કરી હતી. અંગ્રેજો હચમચી ગયા. ભારતનો હવાલો તે પછી ઇસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી બ્રીટીશ સરકારે લઇ લીધો હતો. ત્યારે તે વખતે અંગ્રેજોને તેમના કેટલાક મળતિયાઓએ કાન ભંભેરણી કરી કે જો ભારતમાં લાંબા સમય સુધી રાજ કરવું હોય તો આ ઘૂમતુ કબિલાઓને સીધા કરો, તેમને એક સ્થળેથી બીજે સ્થળે જતાં રોકો. પરિણામે અંગ્રેજોએ 16-10-1871માં સૌ પ્રથમ રાજપૂતાના સ્ટેટમાં ક્રિમીનલ ટ્રાઇબ એક્ટ લાગુ કર્યો. 1876માં બંગાળ પ્રેસીડેન્સીમાં , 1911માં મદ્રાસ પ્રોવિન્સમાં અને 1924માં આખા ભારતમાં આ કાળા કાયદાનો અમલ કરીને આ કબિલાઓને કેદમાં રાખ્યા. પરિણામે તેઓ જેલની બહાર રહેલા અન્ય સમાજની જેમ તે સમયે સારૂ ભણી શક્યા નહીં, સારૂ જીવન જીવી શક્યા નહીં અનેઆ કાળા કાયદાને કારણે જ તેઓ પ્રગતિ કરી શક્યા નહી. આ તો તે વખતે સરદાર વલ્લભભાઇ પટેલના પ્રયાસોથી 30 ઓગસ્ટ 1952માં આ કાળો કાયદો નાબૂદ થયા પછી કલંક દૂર થયું.

    બીજી તરફ, સુજીત સરાફના પુસ્તકમાં એક કિસ્સાનો ઉલ્લેખ છે. 1911માં તે વખતે જ્યોર્જ પંચમ, બ્રિટનનો રાજા જ્યોર્જ પાંચમો. તેના માટે રેલવેના ખાસ સલૂન અને ખાસ ટ્રેનમાં ભારતથી બહાર મોકલવા માટે લઈ જવાઇ રહેલા કિંમતી સામાન અને સોનાના ખજાનાની સુલતાનાને જાણ થઇ. સુલતાનાએ ઘાત લગાવીને નહીં પણ અંગ્રેજોને જાણ કરીને કે તેઓ આ ખજાનો લૂંટવાના છે એમ કહીને હિંમતભેર એ ખજાનો લૂંટ્યો કે જે અંગ્રેજોએ ભારતના લોકો પાસેથી લૂંટ્યો હતો. સુલતાનાએ જ્યોર્જ પંચમનો ખજાનો લૂંટતા અંગ્રેજો ફફડી ગયા હતા. આ ખજાનો સુલતાનાએ અગાઉના લૂંટના માલની જેમ સ્થાનિક હિન્દુ-મુસ્લિમ ગરીબ લોકોમાં વહેંચી આપ્યો. તે કોઇના પ્રત્યે ધર્મ ભેદ રાખતો નહોતો. નજીબાબાદનો કિલ્લો આજે પણ સુલતાના ડાકુ કા કિલ્લા તરીકે ઓળખાય છે. જેલમાં ફાંસી પર ચઢતા પહેલા સુલતાનાએ પીયર્સને લખાવેલી નોંધમાં કહ્યું હતું તેગાંધીની જેમ (1920ના ગાળામાં)ભારતની આઝાદી માટે સ્વાતંત્ર્યની લડાઇ લડી છે. ગાંધી અને પોતાનામાં સમાનતા છે. અંગ્રેજો અને તેમના ભારતીય પીઠુઓને લૂંટીને વાસ્તવમાં તે અંગ્રેજો સામે લડીને આઝાદીની ચળવળમાં હિસ્સો આપી રહ્યો હતો.7 જુલાઇ 1924ના રોજ નૈનીતાલ નજીક હલ્દવાનીની જેલમાં સુલતાના, ગુલામ ભારતના હજારો ગરીબોના કલ્યાણ માટે અંગ્રેજ અને તેમના મળતિયાને લૂંટવાના અપરાધ(?) હેઠળ ફાંસીના માંચડે ચઢ્યો અને ભારત તથા ભાન્તુ સમાજને એક ઉજળો ઇતિહાસ આપતો ગયો.

  • બેંક મેનેજર અમરસિંગ સહિત આ લખનારનું પણ માનવું છે કે શું શિવાજી છત્રપતિની સાથે સુલતાનાની સરખામણી કરી શકાય? જેમ મહાન યોધ્ધા છત્રપતિ શિવાજી મહારાજે સુરતમાં મોગલોએ ભારતમાંથી લૂંટીને સંતાડેલા ખજાનાને લૂંટ્યો હતો. તેમ સુલતાનાએ પણ રેલવેના સલૂનમાં લઇ જવાઇ રહેલા અંગ્રેજોના મહારાજા જ્યોર્જ પંચમનો એ ખજાનો લૂંટ્યો કે જે અંગ્રેજોએ ભારતમાંથી લૂંટ્યો હતો. જેમ મહાન છત્રપતિ શિવાજીએ ખજાનાનો સદુપયોગ કર્યો તેમ સુલતાનાએ પણ તે વખતના ગરીબોને આ ખજાનો વહેંચ્યો હતો. છતાં તેમને અપરાધી ગણાવીને ફાંસીના માંચડે લટકાવી દેવાયો. આ અન્યાય અંગે જે તે ઇતિહાસકારોએ નવેસરથી વિચારવું પડશે,એમ અમરસિંગ સહિત સુલતાના ભાન્તુના પરિવાર સાથે સંકળાયેલા રવિન્દ્રસિંગ ભાન્તુનું માનવુ છે. (ક્રમશ:)
  •  

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ