Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ગેંગ ઓફ વાસેપુર અને સુલતાના ડાકુ....!

    ગેંગ ઓફ વાસેપુર. અનુરાગ કશ્યપની એક બહેતરીન ફિલ્મ. આ ફિલ્મમાં છારા સમાજના એક કસાયેલા યુવા કલાકાર વિવેક ઘમંડેએ અભિનય કર્યો છે. જો કે કોઇ વધારે સમય તે પર્દા પર દેખાતો નથી. ફિલ્મની શરૂઆતમાં એક હવેલી પર હુમલાના જે દ્રશ્યો છે તેમાં વાદળી રંગના સ્વેટરમાં જણાતો હુમલાખોર એટલે વિવેક. આ ફિલ્મમાં કોલસા માફિયાઓ વચ્ચે વાસ્તવમાં ગળાકાપ લડાઇ દર્શાવી છે. ફિલ્મની શરૂઆતમાં દર્શાવાય છે કે આઝાદી પહેલા સુલતાના ડાકુ અંગ્રેજોના ખજાના અને અનાજ ભરેલી રેલગાડીઓ લૂંટતો હતો. તે સમયે ધનબાદ વિસ્તારમાં આવેલા વાસેપુરમાં સુલતાનાની નકલ કરીને પઠાણ કબિલામાંથી એક ગેંગ પોતાને સુલતાના ડાકુ ગણાવીને અનાજ ભરેલી માલગાડી લૂંટે છે. નકલી સુલતાના માલગાડી લૂંટી ગયા બાદ અસલી સુલતાના માલગાડી લૂંટવા આવે છે ત્યારે માલગાડી ખાલી જોઇને એન્જીન ડ્રાઇવરને પૂછે છે ત્યારે તે કહે છે કે સુલતાના ડાકુ આવ્યો હતો અને બધુ જ લૂંટીને લઇ ગયો. ત્યારે સુલતાનાને જાણ થાય છે કે કોઇ તેમના નામે લૂંટ ચલાવે છે અને તેમાંથી બે જુથે વચ્ચે દુશ્મનાવટ થાય છે. આ ફિલ્મમાં સુલતાના ડાકુને કુરૈશી જમાતનો બતાવાયો છે. ફિલ્મમાં પઠાણ અને કુરૈશી વચ્ચેની હિંસક દુશ્મનાવટ દર્શાવાઇ છે.

    ગેંગ ઓફ વાસેપૂરમાં દ્રશ્ય છે કે બગીચામાં એક વ્યકિત કેટલાક લોકોને સુલતાના ડાકુની અંગ્રેજોના ખજાના ભરેલી માલગાડી લૂંટતો હોવાની વાત કરતાં કરતાં કહે છે- એક વખત એવું થયું કે લૂંટ વખતે માલગાડીમાં ખજાનાને બદલે અંગ્રેજોના સૈનિકો હતા. અને તે પકડાઇ ગયો. અંગ્રેજોએ તેને કાળા પાણીની સજા માટે આંદામાન-નિકોબારની સેલ્યુઅર જેલમાં મોકલ્યો હતો. જો કે આ સાંભળીને એક જણ સામેથી તેને એમ કહે છે કે, મૌલવીએ એમ કહ્યું હતું કે સુલતાનાને કલકત્તામાં ફાંસી આપી દેવાઇ હતી. જવાબમાં પેલી વ્યકિત કહે છે કે, ના એવું નથી. સુલતાના એક એવો બીજો (ભારતીય) હતો કે જે કાળા પાણીની સજામાંથી જીવતો ભાગી ગયો હતો અને અંગ્રેજો આજે પણ તેને શોધી રહ્યાં છે. સુલતાના જીવે છે ને વાસેપુરમાં જ છે અને આજે પણ માલગાડીઓ લૂંટે છે. આ સાંભળીને નજીકમાં બેઠેલ એક મુખ્ય પાત્ર નકલી સુલતાના ડાકુ બનીને માલગાડી લૂંટવાનું નક્કી કરે છે.

    આ ફિલ્મ રજૂ થયા બાદ તેના ખૂબ વખાણ થયા હતા. મિલેનિયમ મેગા સ્ટાર અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં આ ફિલમના ભારોભાર વખાણ કર્યા હતા. સુલતાના ડાકુના જીવન પરથી બોલીવુડમાં કેટલીક ફિલ્મો તેમના નામથી જ બની છે. એક ફિલ્મમાં દારાસિંગે સુલતાનાની ભૂમિકા ભજવી છે. જેમ કોઇએ તે વખતે ગેંગ ઓફ વાસેપુર ફિલ્મના વખાણ કર્યા તેમ જેઓ સુલતાના ડાકુ કોણ હતો તે જાણનાર લોકોએ સાર્વજનિક રીતે એ બાબત દર્શકો અને લોકો સમક્ષ મૂકીને અખબારના માધ્યમથી મૂકી કે ફિલ્મમાં ક્યાં હકીકત દોષ છે.

    જેમ કે 20 જાન્યુ. 2013ના રોજ બિઝનેસ સ્ટાન્ડર્ડ નામના એક અખબારમાં તે વખતે ભૂપેશ ભંડારીએ અનુરાગ કશ્યપ સહિત સમગ્ર દેશ-દુનિયા સમક્ષ સત્ય હકીકત રજૂ કરી કે ગેંગ ઓફ વાસેપુરમાં સુલતાના ડાકુ અંગે હકીકત દોષ છે. ફિલ્મમાં દર્શાવાય મુજબ વાસ્તવમાં સુલતાના ડાકુ આજે જ્યાં કોલસાની ખાણો આવેલી છે તે ધનબાદમાં નહીં પણ તે વખતના યુનાઇટેડ પ્રોવિન્સમાં અને આજના ઉત્તરાખંડના તળેટી પ્રદેશમાં સક્રિય હતો. એટલું જ નહીં ફિલ્મમાં દર્શાવાયું છે તેમ તે કુરૈશી-મુસ્લિમ નહી પણ હિન્દુ હતો.

    સુલતાના ડાકુ જે સમાજના હતા તેમને તો આ હકીકત દોષની જાણ છે કે કેમ અથવા છારા કે ભાન્તુ સમાજના કેટલા લોકોએ આ ફિલ્મ જોયા બાદ ફિલ્મના નિર્માતા અનુરાગનું આ અંગે ધ્યાન દોર્યું હતું કે કેમ તેની જાણ નથી. પણ ભૂપેશ ભંડારીએ હકીકત દોષની સાથે સુલતાના કોણ હતો તે પણ લખ્યું છે તે બદલ જો છારા-ભાન્તુ સમાજ વતી તેમનો આભાર ના માનીએ તો નગુણા કહેવાઇએ. થેંકસ ભૂપેશ ભંડારીજી. બીજુ શું લખ્યું ભૂપેશ ભંડારીએ....? તેમણે લખ્યું કે સુલતાના ભાન્તુ હતો......!!!

    અંગ્રેજોને હંફાવનાર સુલતાનાને શું સ્વાતંત્ર્ય સેનાનીનો દરજ્જો આપવો જોઇએ..? (ક્રમશ:)

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ