Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • સુલતાના ડાકુ અને રાજકપૂરની ફિલ્મ...

    મધ્યપ્રદેશમાં અર્જુનસિંગની સરકાર હતી ત્યારે સંખ્યાબંધ ડાકુઓએ શરણાગતિ સ્વીકારી હતી. આ ડાકુઓએ ચંબલના કોતરોમાં રહીને હાહાકાર મચાવ્યો હતો. પોલીસ પણ તેમને પકડી શકતી નહોતી. છેવટે મધ્યસ્થીઓ દ્વારા ડાકુઓને સમજાવીને સરકાર તેમને માફ કરશે ને તેઓ નવું જીવન જીવી શક્શે એવી વાત તેમના ગળે ઉતારવામાં આવી ને તે વખતના કુખ્યાત ડાકુઓએ સરકાર સામે પોતાના હથિયારો હેઠા મૂક્યા હતા. શરણાગતિ સ્વીકાર આ ડાકુઓમાં કેટલાક સાંસી સમાજના પણ હતા. બોલીવુડના એવરગ્રીન રાજકપૂરની ફિલ્મ જીસ દેશમેં ગંગા બહતી હૈ...માં પણ ડાકુઓની શરણાગતિનો વિષય દર્શાવવામાં આવ્યો છે. આ ફિલ્મનો એક ડાયલોગ શોલેના ડાયલોગની જેમ પ્રખ્યાત થયો હતો. જેમાં રાજકપૂરની સામે ખૂંખાર ડાકૂ બનેલા પ્રાણ તેને મારવા બંદૂક તાકે છે ત્યારે રાજુ એટલે કે રાજકપૂર તેને બંદૂકની નાળ પકડીને કહે છે- જો ગોલી મહાત્મા ગાંધી કો નહીં પહેચાન શકી વો તૂઝે ક્યા પહચાનેગી રાકા...છોડ દે યે જુર્મ કા રાસ્તા, આ અબ લૌટ ચલે...!!!!!

    1920ના દાયકામાં જો સુલતાના ડાકુને માફી મળી હોત તો તેમને નવું જીવન જીવવાની તક મળી હોત. અંગ્રેજોના ખજાના લૂંટનાર સુલતાનાને પકડવા માટે વીણી વીણીને પસંદ કરેલા 300 પોલીસનું ખાસ દળ બનાવવામાં આવ્યું હતું. ફ્રેડી યંગ નામના અંગ્રેજ પોલીસના નેતૃત્વમાં આ ખાસ દળ રચાયું હતું. તે વખતે ભારતમાં રહેતા આઇરીશ લેખક અને શિકારી જીમ કોર્બેટ સુલતાનાના જીવન અને સ્થાનિક લોકોમાં સુલતાનાની લોકપ્રિયતા અને અન્ય કારણોસર ઇચ્છતા હતા કે સુલતાનાને ફાંસી થવી ના જોઇએ. સુલતાને પકડનાર ફ્રેડી યંગે પણ સુલતાનાની દિલેરી અને ગરીબોને મદદની નીતિને કારણે ઉચ્ચ સત્તાવાળાઓને વિનંતી કરી હતી કે સુલતાના પ્રત્યે રહેમ દાખવવામાં આવે. પરંતુ તે વખતે લોકશાહી કે અર્જુનસિંગની સરકાર નહોતી. ભારતને ગુલામ બનાવનાર અંગ્રેજોની બેરહેમ સરકાર હતી. સુલતાનાને ફાંસી નહીં પણ જન્મટીપની સજાની દરખાસ્ત ફગાવાઇ અને સુલતાનાને ફાંસીએ ચઢાવવાનો હુક્મ થયો.

    ફાંસી પર ચઢતા પહેલા સુલતાનાએ પોતાના પુત્રને ભણાવી-ગણાવી અંગ્રેજની જેમ સાહિબબનાવવા અને પરિવારની સંભાળ લેવા કરેલી વિનંતીને નિભાવીને અંગ્રેજ અમલદાર ફ્રેડી યંગ દ્વારા ત્યારબાદ સુલતાનાના પુત્રને દત્તક લઇને વિલાયત ભણવા મોકલ્યો અને ભારતમાં આવીને સુલતાનાનો પુત્ર મોટો ઓફિસર બન્યો હતો. ફ્રેડી યંગને ત્યારબાદ ભોપાલ મોકલવામાં આવ્યો અને સુલતાનાને જીવતા પકડવા બદલ પ્રમોશન પણ મળ્યું હતુ. ધી લીજેન્ડ ઓફ સુલતાના ડાકુ-એ ડકૈત ફ્રોમ ધી બ્રીટીશ ઇન્ડિયા લેખમાં લેખક મદન.જી.સિંગ લખે છે તેમ, એક સાહસી રિપોર્ટર દ્વારા કેટલાક વર્ષો પહેલા ફ્રેડી યંગની કબર શોધી કાઢવામાં આવી, જે ભોપાલમાં છે. ભોપાસમાં જે ફ્રેડી જેલોના ઇન્સ્પેક્ટર જનરલ તરીકે નિવૃત થયા હતા. સુલતાનાના પરિવારને પણ ફ્રેડી દ્વારા ભોપાલમાં જ વસાવવામાં આવ્યાં અને ભોપાલની નજીક ઓબૈદુલ્લાગંજના બેલાવાડુમા સ્થાયી થયા હતા. द्वेष की धुल तले दबे बहुजन नायक નામના લેખમાં રાજેન્દ્ર પ્રસાદ સિંગ જણાવે છે તેમ, ફ્રેડી યંગ સુલતાનાની સખાવત ઉદારતાથી તેમના પ્રત્યેની ખૂબ લાગણીને કારણે સુલતાનાના પુત્રને પોતાનું નામ આપ્યું અને તેને લંડનમાં ભણાવીને આઇસીએસ ઓફિસર બનાવ્યો હતો. ફ્રેડીને સુલતાના પ્રત્યે માન હોવાનું કારણ એ હતું કે સુલતાનાને પકડવા જતાં તે પોતે જ બે વખત સુલતાનાના હાથે ઝડપાઇ ગયો અને બન્ને વખત સુલતાનાએ તેને જીવતો જવા દીધો હતો. સુલતાનાએ ફ્રેડી યંગની ટીમના સભ્ય અને શિકારી જીમ કોર્બેટનું પણ જીવન બે વાર બચાવ્યું હતું. જીમ કોર્બેટે પોતાના પુસ્તક માય ઇન્ડિયામાં સુલતાના માટે ખાસ્સા એવા 40 પાના ફાળવ્યાં અને તેમને ભારતના રોબીનહુડ ગણાવ્યાં હતા. સુલતાનાના જીવન માટે જીમ કોર્બેટનું પુસ્તક-માય ઇન્ડિયા વાંચવા જેવું છે.

    જો કે સુલતાના ડાકુ-મૂળ નામ મેઘસિંગ ભાન્તુ-ના પરિવાર સાથે જોડાયેલા અને દેશભરમાં એનટી-ડીએનટી જાતિઓના હક્કો માટે આંદોલન ચલાવનાર રવિન્દ્રસિંગ ભાન્તુએ આ લખનારને કહ્યું કે, જ્યાં સુધી તેમની જાણકારી છે ત્યાં સુધી મેઘસિંગને કોઇ પુત્ર નહોતો. શક્ય છે કે તેમણે પોતાના ભાઇના પુત્રને દત્તક લીધો હોય. અને તેની સંભાળ લેવા અંગ્રેજ અમલદારને વિનંતી કરી હોય.

    માની લઇએ કે તેમના પરિવારમાં કોઇ નહોતુ તેમ છતાં તે વખતના અંગ્રેજ અમલદારો કે જેઓ સુલતાનાના સંપર્કમાં આવ્યાં અને તેમને પકડવા માટે આકાશ પાતાળ એક કરતા હતાં તેઓ સુલતાનાની ગરીબો પ્રત્યેની લાગણી અને શોષણખોરોને લૂંટીને ગરીબોને આપવાની વિદેશના રોબીનહુડ સાથે સરખામણી કરીને તેમને ફાંસીના માંચડેથી બચાવવા માંગતા હતાં તે બાબતનો ઇતિહાસમાં ઉલ્લેખ દર્શાવે છે કે સુલતાના-મેઘસિંગ ભાન્તુ- ડાકુ નહીં પણ સમાજવાદમાં માનનાર એક ચળવળકાર હતો. અંગ્રેજોની જેમ ઇતિહાસે પણ તેમની સાથે ઘોર અન્યાય કર્યો છે. અત્રેથી આ સ્થળેથી તેમના જીવનને સમજવાનો પ્રયાસ કરાયો છે. તેમને ડાકૂ તરીકે નહીં પણ એક શહીદ અથવા સ્વાતંત્ર્ય સેનાની જાહેર કરવામાં આવે તેવી પણ એક રજૂઆત યોગ્ય સ્થળે છારા-ભાન્તુ સમાજ દ્વારા કરાય તેમ છે.

    હવે પછી: 85 વર્ષની ઘોર યાતના બ્રીટીશ સેટલમેન્ટમાં સહન કરનાર ભારતની અનેક ઘૂંમતુ જાતિઓની સરખામણી જર્મનીમાં યાતનાઓ વેઠનાર યહુદીઓ સાથે કરી શકાય?

    (ક્રમશ)

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ