Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • હિટલર રાજમાં યહુદીઓ અને બ્રિટીશ રાજમાં નોટીફાઇડ જાતિઓ-બન્ને એક સમાન

    ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહૂ તાજેતરમાં ગુજરાત અને ભારતની મુલાકાતે આવ્યાં હતા. ઇઝરાયલ યહુદીઓનો અલાયદો દેશ છે. જર્મનીમાં હિટલરના ક્રૂર શાસનામાં યહુદીઓ પર કેવા કેવા અમાનુષી અત્યાચારો થયા તેના પર અનેક દળદાર ગ્રંથો લખાયેલા છે. હિટલરને યહુદીઓ ગમતા નહોતા. જર્મનીની પ્રગતિમાં યહુદીઓ બાધક-અંતરાયરૂપ છે એમ કહીને નાઝીઓને ભડકાવ્યાં અને એક અંદાજ અનુસાર હિટલર રાજમાં 60 લાખ યહુદીઓને ગેસ ચેમ્બરમાં પશુઓની જેમ ઠાંસી ઠાંસીને ભર્યા બાદ ઝેરી ગેસ છોડીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. અનેક યાતનાઓ ભોગવનાર યહુદીઓના એક સાચા કિસ્સા પર બનેલી હોલીવુડની ફિલ્મ escape from sobibor જોવા જેવી છે. કેમ્પમાં રખાયેલા યહુદીઓ હિટલરના અત્યાચારી સૈનિકોને યોજનાબધ્ધ રીતે મારીને કઇ રીતે નાસે છે તે આ ફિલ્મમાં દર્શાવાયું છે. યહુદીઓ પરના અત્યાચાર અને યાતનાઓ પર અનેક ફિલ્મો બની પરંતુ કમનસીબે ભારતમાં અંગ્રેજોના રાજમાં લાખો લોકોને જન્મજાત ગુનેગાર માનીને તેમને ક્રિમીનલ ટ્રાઇબ એક્ટ’” હેઠળ સપરિવાર સેટલમેન્ટ-ઓપન જેલોમાં 82 વર્ષ અને 16 દિવસ જકડી રાખ્યા, તેના પર આજદિન સુધી કોઇ નાનામોટી ફિલ્મ કે ડોક્યુમેન્ટરી પણ બની નથી. ભારતની આ જાતિઓએ સેટલમેન્ટમાં ભોગવેલી અનેક નાની –મોટી યાતનાઓની કોઇએ નોંધ સુધ્ધાં પણ લીધી નથી.

    સવાલ એ છે કે યહુદીઓની સાથે ભારતની વિમુક્ત એટલે કે પહેલા નોટીફાઇડ-નોંધણી હેઠળની અને ત્યારબાદ ડીનોટીફાઇડ એટલે કે સરકારી દફતરની નોંધણીમાંથી મુક્ત કરાયેલી જાતિઓની સરખામણી કરી શકાય કે કેમ. હિટલર જીવતો હતો ત્યાં સુધી યહુદીઓ પર અત્યાચારો થયા કર્યા, ભારતમાં અંગ્રેજો રહ્યાં ત્યાં સુધી સેટલમેન્ટ- જેલમાં બંધ રખાયેલા લાખો લોકો પર અત્યાચારો અને અન્યાય થયો હતો. સાંભળીને કે વાંચીને કદાજ નવાઇ પણ લાગે કે 1947માં દેશ આઝાદ થયા બાદના પાંચ વર્ષ સુધી આ જાતિઓને આઝાદ ભારતમાં વિવિધ સેટલમેન્ટમાં રહેવું પડ્યું અને 30 ઓગસ્ટ 1952માં અંગ્રેજોના કાળા કાયદાને સંસદમાં પસાર કરાયો તે પછી જ તેમને સેટલમેન્ટમાંથી બહાર કાઢવામાં આવ્યાં. કેવી કરૂણતા કે દેશ આઝાદ થયા પછી પણ પોતાના જ દેશમાં પાંચ વર્ષ એટલે કે 1800 દિવસ વગર કોઇ કારણે સેટલમેન્ટમાં સબડવું પડ્યું હતું. જ્યાં જેલના બંધનમાં એક દિવસ પણ ભારે લાગે ત્યાં 1800 દિવસ લાખો પરિવારોને બંધનમાં રહેવાની ફરજ પડી હતી.

    વિચરતી અને વિમુક્ત જાતિઓના કલ્યાણ સાથે જોડાયેલા મૂળ હરીયાણા-પંજાબના અને હાલમાં મહારાષ્ટ્રમાં સ્ટેટ બેંકના મેનેજર અમરસિંગ ભેટકૂટે આ અંગે સારો એવો અભ્યાસ કર્યો છે. આ લખનાર સાથેની વાતચીતમાં તેઓ કહે છે કે, અંગ્રેજોએ વિવિધ 193 જાતિઓ અને સમુદાયના લાખો પરિવારોને અપરાધી જાહેર કરીને તેમના માનવીય અધિકારોનું હનન કરી નાખ્યું હતું. વાસ્તવમાં અંગ્રેજો સામેના 1857ના પ્રથમ સ્વતંત્રતા બળવાના પાયો તે વખતે વિચરતી જાતિઓ દ્વારા તૈયાર કરાયો હતો. એક સ્થળેથી બીજા સ્થળે રોજી-રોટીની રઝળપાટ કરતાં કબિલાઓ તે વખતના આઝાદીના ચળવળકારોના સંદેશાઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડીને તેમને સંગઠીત કરવામાં મદદ કરતા હતા. 1857માં જે બગાવત થઇ તે પછી અંગ્રેજોએ બળવો કેમ થયો, કોની શું ભૂમિકા હતી વગેરેની તપાસ હાથ ધરી હતી. તેમની ખાનગી તપાસમાં એવું બહાર આવ્યું કે તે વખતે ઉત્તર ભારતમાં ભટકતી જાતિઓની ભૂમિકા અહમ હતી. અંગ્રેજોના ભારતીય પીઠ્ઠુઓએ તેમની કાનભંભેરણી કરી કે આ કબિલાઓને કેદમાં નાંખો તો જ તમે ભારતમાં રાજ કરી શક્શો નહીંતર તમારા નાકમાં દમ લાવી દેશે. આ જાતિઓમાં સાંસી-છારા, બાવરિયા, બન્જારા, કોડ, ભીલ, કુંચબુંદિયા, મીણા, બેડિયા, ગુલાંટી, ટકારી, ચમાર, ભીલ્લો સરદાર, પાખીવાલ, બલોચ ખગાર રાજભર પારધી, લોધા વગેરેનો સમાવેશ થાય છે. અંગ્રેજોએ 1871ના ઓક્ટોબરમાં સૌ પ્રથમ રાજસ્થાનના તે સમયના રાજપૂતાના સ્ટેટમાં ક્રિમીનલ ટ્રાઇબ એક્ટનો અમલ શરૂ કર્યો અને છારા-સાંસી સહિતના અન્ય કબિલાઓને પરિવાર સાથે કેદ કરીને વિશાળ સેટલમેન્ટ-ઓપન જેલ બનાવીને તેમને કેદ કર્યા. અંગ્રેજોએ તબક્કાવાર આ કાળા કાયદાનો અમલ વિવિધ પ્રાંતમાં અને 1924માં આખા ભારતમાં તેને લાગૂ કર્યો.

  • અને દેશભરમાં છેલ્લાં કેટલાક સમયથી એનટી-ડીએનટી સમુદાયોના શિક્ષિત લોકો દ્વારા પોતાના હક્કો ને અંગ્રેજો દ્વારા તેમની સાથે કરાયેલા અન્યાય વગેરેને લઇને તેઓ પોતાનો એક અલગ પક્ષ પણ રચવાની દિશામાં આગળ વધી રહ્યાં છે. આવો જ એક રાજકીય પક્ષ ભારતીય જન સમ્માન પાર્ટીના પ્રણેતા રવિન્દ્રસિંગ ભાન્તુ કહે છે કે, અંગ્રેજોએ અમારા બાપ-દાદાઓને પરિવાર સાથે 82 વર્ષ 16 દિવસ એટલે કે 1871થી લઇને 1947 સુધી બંધનમાં રાખ્યા તેમના પર અમાનુષી અત્યાચારો ગુજારીને યાતનાઓ આપીને દેશાના લાખો અને કરોડો લોકોની પ્રગતિ રૂંધી નાંખી હતી. 82 વર્ષ જે સમુદાય બંધનમાં રહે ને સવાર-સાંજ હાજરી પૂરીને બહાર જવા દે તે સમુદાય કઇ રીતે આગળ વધે? તે વખતે દેશમાં અન્ય જાતિઓ અને લોકો ભણી રહ્યાં હતા. અંગ્રેજોના ગુલામ છતાં ભારતમાં અમારા સમુદાયની જેમ બંધનમાં નહોતા તેઓનો વિકાસ થયો.પરંતુ કાળા કાયદા હેઠળ બંધનમાં રહેલા એક મોટા તબકાના લોકો રાષ્ટ્રની મુખ્ય ધારાથી પાછળ રહી ગયા. વિચાર કરો કે જે સમુદાયને વગર વાંકે 82 વર્ષ બંધનમાં રાખ્યા હોય તે કેટલા પાછળ રહી ગયા હશે. છતાં ભારત આઝાદ થયા બાદ તેમને વિમુક્ત- ડિનોટીફાઇડ કરીને છોડી મૂકવામાં આવ્યાં પણ આ સમુદાયનો આયોજનબધ્ધ રીતે વિકાસ થાય તેવા કોઇ પ્રયાસો ના થતાં આ જાતિઓના કેટલાક કબિલાઓ તો આજે પણ આજીવિકા માટે ભટકે છે. અમે તેમને સંગઠીત કરવાના પ્રયાસો કરી રહ્યાં છીએ.
  • વિમુક્ત જાતિઓ પરની યાતનાઓની સરખામણી હિટલર રાજમાં યહુદીઓ પરના યાતનાઓ સાથે સરખાવી શકાય કે કેમ તે અંગે તેમનું માનવું છે કે એ વાત સાથે તેઓ સહમત થાય છે. કેમ કે બન્ને સમુદાયોએ વગર વાંકે યાતનાઓ સહન કરી છે. યહુદીઓ તો અલગ દેશ બનાવીને વસ્યા પણ કાળા કાયદાનો ભોગ બનેલા લાખો-કરોડો વિમુક્ત જાતિઓ પોતાનું કોઇ નાનકડુ શહેર પણ વસાવી શક્યા નથી. શિક્ષણનું પ્રમાણ વધતા હવે આ સમુદાયમાં લોકો જાગરૂક બન્યા છે અને પોતાના હક્કોની લડાઇ માટે એક નવી લડાઇ લડી રહ્યાં છે.

    હવે પછી: કોણે દેશની પ્રથમ ચૂંટણી સુધી લાખો લોકોને કેદમાં રાખ્યા અને શા માટે..? (ક્મશ:)

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ