Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • શું એ ષડયંત્ર હતું કે ભૂલ...?

    26 જાન્યુઆરી 150ના રોજ ભારતમાં બંધારણનો અમલ શરૂ થતાં ભારત હવે આઝાદ ભારતને બદલે પ્રજાસ્તાક રાષ્ટ્ર જાહેર થયું. બંધારણના અમલથી ભારત ખરેખર લોકશાહી ધરાવનાર રાષ્ટ્ર બન્યું. બંધારણમાં પ્રજાને મતાધિકારની ઘોષણા થઇ હતી. તે વખતના નેતાઓની સાથે લોકોમાં અનેરો ઉત્સાહ હતો પોતાના મતાધિકારથી આઝાદ ભારતની પ્રથમ સરકારને ચૂંટી કાઢવાની. પ્રથમ સામાન્ય ચૂંટણીઓની તૈયારીઓ આરંભાઇ. મતદાર યાદીઓ તૈયાર કરવામાં આવી. ચૂંટણી પંચ દ્વારા તારીખો જાહેર કરાઇ. તે વખતે લોકસભાની 489 બેઠકો માટે ચૂંટણીઓ થઇ હતી. ચૂંટણીઓ 25 ઓક્ટોબર 1951થી લઇને 27 માર્ચ 1952 સુધી યોજાઇ. લોકસભા ઉપરાંત તે વખતના 25 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પણ એકસાથે યોજાઇ હતી. કોંગ્રેસને કુલ મતદાન 45.7 ટકામાંથી 44.99 ટકા મતો એટલે કે 4.76 કરોડ મતો મળ્યા હતા અને 364 બેઠકો જીતી હતી. કુલ 52 વિવિધ પક્ષોએ ચૂંટણીમાં ભાગ લીધો હતો. દેશના તમામ સમાજનું પ્રતિનિધિત્વ તેમાં હતું, પણ એક વિશાળ સમુદાયને છોડીને.

    આ વિશાળ સમુદાય હતો અંગ્રેજોના કાળા કાયદા ક્રિમીનલ ટ્રાઇબ એક્ટ હેઠળ આઝાદ ભારતમાં પણ બંધન અવસ્થામાં રહેલી વિવિધ ઘૂમંતુ જાતિઓ. જેમાં છારા-સાંસી, બાવરીયા, ભીલ, પારધી, બંજારા, મીણા,બલોચ,રાજભર ઉપરાંત સંખ્યાબંધ જાતિના લાખો લોકોને ભારત આઝાદ થયા બાદ પણ કેદમાં રખાયા પરંતુ પ્રજાસત્તાક બનેલા ભારતની પ્રથમ ચૂંટણીમાં મતાધિકારથી પણ તેમને વંચિત રખાયા.

    દેશની ઘૂમંતુ એવમ અર્ધ ઘૂંમતુ જાતિ મહાસંઘ નામના સંગઠન દ્વારા આ સમાજને તેમના હક્કો માટે ઝઝુમનાર એવા અમરસિંગ ભેડકૂટ દ્વારા એક નવી બાબત પર પ્રકાશ ફેલાવવાનો પ્રયાસ થયો છે. આ લખનાર સાથેની એક વાતચીતમાં તેમણે ઘટસ્ફોટ કર્યો કે તે વખતના લોકપ્રિય નેતાઓ જવાહરલાલ નેહરૂ અને સરદાર પટેલને એવી બીક હતી કે જો અંગ્રેજો દ્વારા બંધનમાં રખાયેલા આ અપરાધી સમુદાયને તાકીદે છોડવામાં આવશે તો તેઓ ચૂંટણીમાં ખલેલ પહોંચાડશે અને ચૂંટણીઓ શાંતિથી નહીં યોજાય.તેથી તેમણે દેશ આઝાદ થયાને ખાસ્સો સમય વિત્યો, પરંતુ અંગ્રેજોએ નોટીફાઇડ કરેલી આ જાતિઓને તાકીદે ડીનોટીફાઇડ-વિમુક્ત- કરવામાં કોઇ ઉતાવળ ના દાખવી. પરિણામ એ આવ્યું કે તે વખતની સરકારની મહેરબાનીથી આ સમુદાયના લોકોને આઝાદ ભારતમાં પણ ઓપન જેલમાં રહેવું પડ્યું. અને તે પણ પાંચ વર્ષ....!!!

    1947માં આઝાદ ભારતના લોકો પોતપોતાના સંઘર્ષમય જીવનમાંથી બહાર આવીને નવી હવામાં, નવા વાતાવરણમાં થાળે પડવાના સપના જોઇ રહ્યાં હતા અને આયોજન પણ કરી રહ્યાં હતા ત્યારે કાળા કાયદા હેઠળના લાખો પરિવારોની આંખો તે વખતની જુદા જુદા શહેરો અને રાજ્યોમાં આવેલા ઓપનજેલ સમાન સેટલમેન્ટના લોખંડી ઝાંપે મંડાયેલી હતી. હમણાં લોખંડી ઝાંપો ખુલશે અને તેમને કહેવામાં આવશે કે જાઓ હવે તમે પણ આઝાદ.....!!! પરંતુ એ શબ્દો તેમના કાને પડ્યા પ્રથમ સામાન્ય ચૂંટણીઓ 27 માર્ચ 1952માં પૂર્ણ થયા બાદ એ જ વર્ષની 30 ઓગસ્ટના રોજ.

    દેશને આઝાદી મળ્યા બાદ પણ પાંચ વર્ષ વધુ જેલમાં રાખ્યા અને દેશની પ્રથમ સામાન્ય ચૂંટણીઓમાં બંધારણીય મતાધિકારથી વંચિત રાખવાનું એ કોઇ ષડયંત્ર હતું કે એ વખતના શાસકો પણ આ જાતિઓથી અંગ્રેજોની જેમ ડરતાં હતા? કેમ આ 193 જાતિઓના લાખો લોકોને મતદાનથી દૂર રખાયા? આ સમુદાય કે સમાજની કમનશીબી એ હતી કે અંગ્રેજો દ્વારા તેમના માથે લગાડેલા કાળા કાયદાના કલંકને કારણે આઝાદ ભારતમાં તેમનો હાથ પકડનાર કાઇ નહોતું. જર્મનીમાં હિટલરની યાતનાઓ ભોગવનાર યહુદી સમુદાય પ્રત્યે વિશ્વ આખાએ સંવેદના દર્શાવી પણ વિમુક્ત જાતિઓના લાખો પરિવારોના ભાગ્યે જ કોઇએ હાલચાલ પૂછ્યા હશે.

    વિવિધ માધ્યમો દ્વારા જે માહિતી એકત્ર થઇ તે દર્શાવે છે કે આજે પણ રાજસ્થાન કે જે છારા-સાંસી, કાલબેલિયા, બંજારા વગેરે. જાતિનું મૂળ વતન હતું અને છે, ત્યાં પોલીસ અને કહેવાતી ઉંચી જાતિના લોકો દ્વારા દેખીતો અન્યાય થાય છે. જયપુર નજીક જીતેવાડા, વ્યાવર, અજમેરમાં તેમની દયનીય સ્થિતિ અંગે યુટ્યુબ પર જીઆ ન્યૂઝ( jia news) દ્વારા એપિસોડ દર્શાવાયો છે. એપિક ચેનલ પર સાંસી સમાજનો ઇતિહાસ દર્શાવાયો છે. જેમાં તેમના પર કેવા જુલ્મો ગુજારવામાં આવતા હતા. જો કે આજની વિમુક્ત જાતિઓને, તે વખતે અંગ્રેજોએ 1857ના પ્રથમ બગાવતનો પાયો નાંખવા બદલ બદઇરાદાપૂર્વક તેમના પ્રત્યે દુશ્મનાવટ રાખીને તેમને જન્મજાત ગુનેગાર ગણીને ક્રિમીનલ ટ્રાઇબ એક્ટ હેઠળ 82 વર્ષ જેલમાં રાખી તેમને રાષ્ટ્રની મુખ્ય ધારાથી દૂર રાખ્યા તે બદલ સરકાર તરફથી આ જાતિઓને સ્વાતંત્ર્ય સેનાનીઓનો કોઇ દરજ્જો આપ્યો નથી. ભૂખ લાગે ત્યારે માણસ લાચારીમાં પોતાનું જીવન ટકાવવા પોતાના જ સાથી મિત્રો કે જેઓ વિમાન અકસ્માતમાં બરફના એક ઉંચા પહાડ પર મરી ગયા હોય છે, તેમના શરીરને ખોરાક બનાવી દિવસો સુધી જીવતાં રહેવાની સત્ય ઘટના પર હોલીવુડમાં એક ફિલ્મ પણ બની છે ત્યારે ભારતની વિમુક્ત જાતિઓને કોઇ સમાજ કે સરકાર સ્વીકારે જ નહીં તો પાપી પેટ ખાતર તેઓ ચોરી નહીં કરે તો શું કરે,, તેઓ કચરો ના વીણે તો શું કરે.. તેઓ બુટ પોલીશ ના કરે તો શું કરે....તેઓ લૂંટફાટ ના કરે તો શું કરે....? અલબત, સમાજમાં કાંઇ બધા જ એવા નથી. એક અપરાધીને કારણે સમગ્ર સમાજને ગાળ આપવી કે બદનામ કરવા એ પણ યોગ્ય તો નથી જ ને..?

    હવે પછી: દેશની આઝાદીમાં ભટક્તી જાતિઓની ભૂમિકા.... (ક્મશ:)

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ