Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • તો ભારતને વહેલી આઝાદી મળી શકી હોત...

    1857નો બળવો સૌ જાણે છે. ભારતને અગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવવા જે પ્રથમ પ્રયાસ થયો તેમાં 1857ના બળવાનું જ નામ લેવાય છે. 1857ના બળવા અંગે ઇતિહાસમાં ઘણું લખાયેલું છે. પણ 1857ના આઝાદીના આ બળવા પહેલાં 1824 અને 1833માં પણ આવા જ બે વખત પ્રયાસો થયા હતા જેની ભાગ્યે જ કોઇ નોંધ ઇતિહાસ કે ઇતિહાસકારોએ લીધી હશે.

    માયાનગરી મુંબઇમાં મ્યુનિ. કોર્પોરેશનમાંસર્વ શિક્ષા અભિયાન વિભાગમાં વિકલાંગો માટેના શિક્ષણના જિલ્લા સંયોજક તરીકે ફરજ બજાવે છે વૈભવ સખારે. તેઓ પોતે પણ વિચરતી અને વિમુક્ત જાતિઓ પૈકી બહેરૂપિયા જાતિના છે. બહેરૂપિયાઓ વેશપલટો કરવામાં પારંગત કલા ધરાવે છે. તેમણે આઝાદીની લડાઇમાં વિચરતી અને વિમુક્ત જાતિઓની ભૂમિકા અંગે અભ્યાસ કર્યો છે અને તેમની ખોજ ચાલી રહી છે. આ શોધખોળના આધારે તેમનું માનવું છે કે 1857ના બળવાની સૌએ નોંધ લીધી અને તેને પ્રથમ બળવો માનવામાં આવે છે. પરંતુ સાવ એવું નથી. 1857 પહેલાં 1824 અને 1833માં વિમુક્ત જાતિઓ પૈકીની ભીલ, રામૌશી, ગૌંડ વગેરે સમુદાયના લોકોએ પોતાના માટે નહીં પણ દેશ માટે અંગ્રેજો સામે બળવો કર્યો હતો. પરંતુ ઇતિહાસના પાને તેને એટલું મહત્વ મળ્યું નથી જેટલું 1857ના બળવાને મળ્યું છે.

    તેઓ કહે છે કે 1857નો બળવો વાસ્તવમાં દેશ માટે નહીં પણ પોતપોતાના હિતોની ખાતર કરવામાં આવ્યો હતો અને તે સર્વ વ્યાપી પણ નહોતો. જ્યારે 1824 અને 1833ના બે વખતના બળવાએ સમગ્ર અંગ્રેજોને હચમચાવી નાંખ્યા હતા. ભારતની આઝાદી માટેના આ બળવામાં જેઓ અંગ્રેજોના હાથમાં આવ્યાં તેમને ઝાડની ડાળીએ લટકાવીને કાચી ફાંસી આપીને તડપી તડપીને મરવા માટે તેમને ફગાવી દેવામાં આવતાં હતા. ડીએનટી કબિલાના કેટલાય લોકોને તે વખતે ફાંસી આપવામાં આવી હતી. છતાં ઇતિહાસના પાને તેની નોંધ કેમ નથી? ઉત્તર ભારતની જેમ તે જ વખતે દક્ષિણ ભારતમાં પણ સંગોળી રાયનાએ અંગ્રેજોને બરાબર હંફાવ્યા તો બિરસા મુંડાએ જંગલોમાં અંગ્રેજોની સામે આઝાદીની મશાલ પેટાવીને લોકોને જાગરૂક કર્યા અને અંગ્રેજો તેમનાથી ત્રાહિમામ પોકારી ગયા હતા. આ વિદ્રોહના સિપાઇયો ડીએનટી સમુદાયના હતા. ઇતિહાસમાં તેમના વિશે ક્યાં અને કેટલું લખાયેલું છે?

    બહેરૂપિયા સમાજમાંથી આવતાં વૈભવ કહે છે કે મરાઠા કિંગ છત્રપતિ શિવાજીની સફળતામાં ડીએનટી સમુદાયના અને બહેરૂપિયા સમાજના બહિર્જી નાઇકનો ફાળો રહેલો છે. બહિર્જી સમાજની પારંગત કલા વેશ પરિવર્તમાં નિષ્ણાત હોવાથી તેઓ ગુપ્તવેશે દુશ્મનોની છાવણી અને નગરોમાં જઇને તમામ લશ્કરી માહિતી રજે રજની લઇને શિવાજીને આપતાં અને તેમના દ્વારા મેળવાયેલી આ ગોપનિય માહિતીના કારણે જ શિવાજી મહારાજ 300 લડાએઓમાં હાર્યા નહોતા. છત્રપતિની જીતમાં તેમના જાસુસી વિભાગના વડા બહીર્જી નાઇકનો ફાળો હતો તેમ છતાં ઇતિહાસમાં તેમને સ્થાન મળ્યું નથી.

  • સખારે, અમરસિંગ ભેડકૂટ અને રવિન્દ્રસિંગ ભાન્તુ સહિત નવી પેઢીના ભણેલાઓએ પોતાના સમુદાયનો ઇતિહાસ શોધવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમની સમક્ષ એ વાત આવી કે આ કબિલાના લોકોએ તે વખતે અન્ય સમુદાયોની જેમ અંગ્રેજોના ગુણગાન ગાયા હોત તો તેમના ઉપર ક્રિમીનલ ટ્રાઇબ એક્ટ લાગૂ પડ્યો નહોત. આ કબિલાઓ લડાકૂ પ્રકારના હતા અને અંગ્રેજોની સામે લડતા હોવાથી જ એક કૂટનીતિના ભાગરૂપે અંગ્રેજોએ કાળો કાયદો બનાવીને તેમના માથે અપરાધીનું કલંક લગાડીને તેમને કેદ કર્યા તે પછી જ તેઓ લાંબા સમય સુધી ભારતમાં રાજ કરી શક્યા. જો તેમને કેદ ના કર્યા હોત તો ભારતને આ કબિલાઓ જ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવી શક્યા હોત તેમાં કોઇ બેમત નથી. આ કબિલાઓના લોકો મૂળ રાજપૂત અને સૈનિકો હતા તેનો ખ્યાલ અંગ્રેજોને આવી ગયો હોવાથી 200 જાતિના લાખો લોકોને કેદ કરીને અંગ્રેજોએ ભારતને વર્ષો સુધી ગુલામીમાં રાખ્યું. તેની નોંધ આજે નહીં તો આવતીકાલે દેશ અને દુનિયાએ લેવી જ પડશે. આઓ એક નયા ઇતિહાસ બનાયે હમતુમ સાથ મિલકર.....!!! ( ક્રમશ:)

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ