Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • વાસુ-સપનાના લગ્નની પ્રથમ રાત તેમના ઘરે નિષ્ફળ ગઇ. સપનાએ પોતાની નજીકની કેટલીક મહિલાઓ સાથેની વાતચીતમાં નિષ્ફળતા માટે દબાતા સ્વરે વાસુનો વાંક કાઢ્યો. વાસુના પરિવારને પણ ઉડતા ઉડતા આ વાત મળી કે વાંક વાસુનો જાહેર થઇ રહ્યો છે. ચિંતા થઇ કે જો વાસુ નિષ્ફળ જશે તો ઘર-પરિવારની આબરૂનું શું થશે. છારા સમાજમાં લગ્ન પાછળ બન્ને પરિવારો દ્વારા ભલે લાખો રૂપિયા લૂંટાવી દેવામાં આવે. પણ જો નવદંપતિ નિષ્ફળ જાય તો ? વાસુ-સપનાના પરિવારોમાં ચિંતા થવા લાગી. બીજી તરફ વાસુ-સપનાની પ્રથમ રાત નિષ્ફળ ગઇ હોવાની વાત જોતજોતામાં સમાજમાં ફેલાઇ ગઇ. કાનાફુસી શરૂ થઇ. વાસુના ભાઇબંધોએ વાસુને ટીપ્સ આપવાનો પ્રયાસ પણ કર્યો. સપનાને પણ તેને પરણેલી સહેલી મહિલાઓ દ્વારા કાનમાં કહેવામાં આવ્યું. વાસુ અને સપના બન્ને એ સાંભળીને માથુ હલાવીને હાં... સારૂ....એમ કહ્યાં કરે. અને એમ કરતાં કરતાં તેમને હોટેલ પલ્લવમાં લઇ જવામાં આવ્યાં.

    હોટલમાં નવદંપતિને આવકાર અને કંઇક ખાવું હોય તો ઓફર થઇ. ઔપચારિકતા બાદ વાસુ-સપના હોટેલ દ્વારા સજાવેલા રૂમમાં દાખલ થયાં. તે પહેલાં વાસુના એક-બે મિત્રોએ રૂમમાં કોઇ સ્પાય કેમેરો તો નથી ને..તેની ચકાસણી કરી લીધી. બધુ ઓકે છે એમ લાગ્યા બાદ તેમને રૂમમાં મોકલવામાં આવ્યાં. ચોક્કસપણે ઘર કરતા હોટેલના રૂમનું વાતાવરણ કંઇક જુદુ, કંઇક આહલાદક હતું. વાસુ અને સપનાએ થોડીક વાતો કરી. બેકગ્રાઉન્ડમાં વાસુના એક મિત્રએ ગીત સેટ કરીને મૂક્યું હતું જે ધીમા સૂરે વાગવા લાગ્યું- “દૂરી ના રહે કોઇ ....આજ ઇતને કરીબ આઓ.......” અને વાસુ-સપનાએ પરિવારોની ચિંતા દૂર કરવાનો નિર્ણય કર્યો.

    હોટેલની બહાર વાસુ અને સપનાના પરિવારોમાંથી મહિલાઓ અને પૂરૂષ વર્ગ સમય પસાર કરવા ખાણી-પીણીની ઉજાણી કરવા લાગ્યા. ઘડિયાળમાં જોતા જાય અને ખાતાં જાય. બીજી બાજુ બન્નેના પરિવારોના વડિલો ઘરે બેસીને રાહ જોવા લાગ્યા કે હમણાં મોબાઇલ ફોનની રીંગ વાગશે અને હેમખેમના સમાચાર કહેશે. તેમને પૂરેપૂરો વિશ્વાસ કે વાંધો નહીં આવે, આવું તો થયા જ કરે. નવી પેઢીના છોકરા-છોકરી કંઇક સારૂ ખાતાં જ નથી, એમ તેઓ બડબડ કર્યા કરે.

    હોટેલના રૂમમાં વાસુ અને સપના. હોટેલની રેસ્ટોરન્ટમાં રાહ જોતા લોકો અને ઘરે પરિવારો ઉંચા જીવે. સપનાના બાપા વિચાર કરે છે કે હે, ભગવાન મારી દિકરી પરીક્ષામાં હેમખેમ પસાર થાય તો નાત પંચાયતમાં અને સમાજમાં માથુ ઉંચુ રાખીને બેસી શકું.

    સપનાના પિતાની આ લાગણી એટલા માટે હતી કેમ કે છારા સમાજમાં વર્જીનીટી ટેસ્ટ સાથે એક બાબત એ પણ સંકળાયેલી છે કે જો ધારો કે, આ કિસ્સામાં સપના ટેસ્ટમાં પાસ થઇ તો બીજા દિવસે વરરાજા વાસુના ઘરે નાત પંચાયત ભેગી થાય. સપના પવિત્ર છે તેનો નાતનો મૌખિક સિક્કો લાગે અને ત્યારબાદ વાસુના પિતા પોતાના વેવાઇ એટલે કે સપનાના પિતાને અને સપનાના જેટલા કાકા અને અન્ય વડિલો હાજર હોય તેમને નાત પંચાતની હાજરીમાં સાફો બાંધે. જેને પાઘ પહેરાવવી કહેવાય છે. આ પાઘ એટલે કે સાફો પહેરીને સપનાના પિતા અને કાકા વગેરે. પોતાના ઘરે જાય ત્યારે રસ્તામાં સમાજના અન્ય લોકોને પાઘ બાંધેલી જોઇને ખબર પડે કે છોકરી સાચી નિકળી. છોકરીએ કુળ ઉજાળ્યું. છોકરીએ પોતાની પવિત્રતા જાળવી રાખી અને તેના કારણે તેના પિતાનું અને સમગ્ર પરિવારનું નામ રોશન થયું. લગ્ન પહેલા દિકરીએ પિતાનું ઘર અજવાળ્યું. પવિત્રતા સાથે ગયેલી કે પૂરવાર થયેલી છોકરીને તેના સાસરિયામાં ત્યારબાદ જીવનભર માનની નજરથી જોવામાં આવે છે.

    સપનાના પિતા પણ પોતાના માથે ગૌરવ સમાન પાઘ બંધાશે આવી જ કંઇક આશા સાથે બેઠા હતા ત્યાં જ મોબાઇલ ફોનની રીંગ રણકી. અધ્ધર જીવે તેમણે આમતેમ જોઇને ફોન કાને ધરીને કહ્યું- હા, બોલ ક્યા હુવા....? (ક્રમશ:)

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ