આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (આઈએસ) દ્વારા તાજેતરમાં કાબુલમાં કરવામાં આવેલા એક આતંકી હુમલાની જવાબદારી સ્વીકારી છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં બુધવારે એક ખાનગી શૈક્ષણિક સંસ્થાન પર થયેલા આતંકી હુમલામાં 34 લોકોનાં મોત થયા હતા. અફઘાનિસ્તાન સરકારના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર આત્મઘાતી બોમ્બરે આ સંસ્થાનની અંદર પહોંચી પોતાની જાતને ઉડાવી દીધી હતી.