લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી પોતાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે દેશભરના 24 જેટલા રાજ્યોમાંથી વેપારીઓ એકજૂટ થયા છે. જેમાં વેપારીઓ દ્વારા એક દેશ-એક વેપારી- એક વોટના નારા સાથે આ રાષ્ટ્રીય અભિયાન દેશવ્યાપી ચલાવવામાં આવશે જે આગામી ફેબ્રુઆરીથી શરૂ થશે.
કંફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા ભોપાલમાં બે દિવસીય રાષ્ટ્રીય વેપારી સમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે આ સમ્મેલનના બીજા દિવસે રવિવારે સંગઠન દ્વારા વેપારીઓને વોટ બેન્ક બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સમ્મેલનમાં દેશના 200 પ્રમુખ વેપારી નેતાઓએ ભાગ લીધો હતો અને આ સંગઠમાં જ જાહેરાત કરવામાં આવી હતી કે આગામી ફેબ્રુઆરી પછી દેશમાં એક દેશ- એક વેપારી- એક વોટ હેઠળ રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવવામાં આવશે.